fbpx
અમરેલી

ચલાલા લોહાણા મહાજન દ્રારા રંધુવશી સન્માન સમારોહ યોજાયો.

ચલાલા લોહાણા મહાજન દ્વારા તાજેતરમાં ચલાલા લોહાણા મહાજન વાડીમાં રધુવંશી સમાજના વરિષ્ઠ આગેવાનોની જુદા જુદા ગૌરવવંતા પદો પર વરણી થતા રધુવંશી સમાજની બહોળી સંખ્યાની ઉપસ્થિતીમાં માનભેર સન્માનિત કરી આંનદની લાગણી વ્યક્ત કરી હતી.  સમસ્ત રધુવંશી સમાજના વરિષ્ઠ મહીલા આગેવાન..જસદણ નગરપાલીકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, રધુવંશી ક્રાંન્તિ મંચ સૌરાષ્ટ્ર જોનના પ્રમુખ..અને સમસ્ત રધુવંશી સમાજનું ગૌરવ એવા  શ્રીમતી સોનલબેન વસાણીનું  રાજકોટ જીલ્લા ભાજપ મહીલા મોરચાના પ્રમુખ તરીકેની વરણી કરાતા તેઓનું ચલાલા લોહાણા મહાજન દ્વારા શાલ મોમેન્ટો અને ફૂલહારથી માનભેર સન્માનિત કરાયા હતા..અને  જીવનમાં  ઉતરોતર પ્રગતિ કરતા રહો તેવી શુભકામનાઓ પાઠવી આંનદની લાગણી વ્યક્ત કરી હતી. 

તેવી જ રીતે સમસ્ત રધુવંશી સમાજના જાગૃત અને વરીષ્ઠ આગેવાન અને સમસ્ત વેપારી સમાજના લોકપ્રિય આગેવાન, રાજુભાઈ શીંગાળાની તાજેતરમાં અમરેલી જીલ્લાના સમસ્ત વેપારીની  સંસ્થા  અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સના વરિષ્ઠ “મહામંત્રી” અને સાવર કુંડલા કે.કે. હોસ્પિટલમાં  રોગી કમિટીના સદસ્ય તરીકે તરીકે સર્વાનુમતે વરણી થતાં ચલાલા લોહાણા મહાજને હર્ષભેર શાલ મોમેન્ટો અને ફૂલહારથી લાગણી સભર સન્માન કર્યુ હતુ. અંતરની શુભકામનાઓ વ્યક્ત કરી હતી.  તેવી જ રીતે અમરેલી જીલ્લા રધુવીર સેનાના આદરણીય પ્રમુખ રધુવંશી ક્રાંન્તિ મંચ ગુજરાત જોનના વરિષ્ઠ ઉપપ્રમુખ  અમરેલી શહેરના સમસ્ત વેપારી સમાજના પ્રશ્ર્નોના ઉકેલ માટે ભુતકાળમાં સરાહનીય અને શ્રેષ્ઠ કામગીરી કરી છે એવા અમરેલી ચેમ્બર ઓફ કોમર્સના પુર્વપ્રમુખ ચલાલા સહીત સમસ્ત રધુવંશી સમાજનું  ગૌરવ એવા  મહેશભાઈ નગદીયાએ કોરોના કાળ, તોકતે વાવાઝોડુ, બીપોરજોય વાવાઝોડા ટાઇમે જરૂરિયાતમંદ રધુવંશી સમાજના લોકોને મદદરૂપ થવા  સરાહનીય કામગીરી કરેલ હતી તે માટે ચલાલા લોહાણા મહાજને મોમેન્ટો, શાલ અને ફૂલહારથી જલારામબાપાના જય ધોષ સાથે માનભેર અદકેરુ સન્માન કરી ગૌરવની લાગણી સાથે ખુશીની લાગણી વ્યક્ત કરી હતી. ત્યારબાદ ચલાલા રધુવંશીસમાજના લોકપ્રિય, જાગૃત, ઉત્સાહી આગેવાન, ચલાલા ગ્રાહક સુરક્ષા મંડળના આદરણીય પ્રમુખ  શહેર ભાજપના વરિષ્ઠ આગેવાન, ચલાલા લોહાણા મહાજનના માનદ મંત્રી, અમરેલી જીલ્લા રધુવીર સેનાના  નિષ્ઠાવાન ઉપપ્રમુખ ચલાલા પંથકના વરિષ્ઠ નીડર અને ખંતીલા પત્રકાર  પ્રકાશભાઇ કારીયાની તાજેતરમાં અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સમાં મંત્રી તરીકે સર્વાનુમતે વરણી થતા ચલાલા લોહાણા મહાજને હર્ષ અને સન્માન ભેર મોમેન્ટો શાલ અને ફૂલહારથી અદકેરુ સન્માન કરી  જીવનમાં ઉતરોતર પ્રગતિ કરતા રહો અને રધુવંશી સમાજનું  ગૌરવ વધારતા રહો તેવા શુભ આશિષ પાઠવ્યા હતા. અમરેલી જીલ્લા લોહાણા મહાજનોમાં  અમરેલી લોહાણા મહાજન અને સાવર કુંડલા લોહાણા મહાજને  શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ ચલાલા લોહાણા મહાજને અમરેલી લોહાણા મહાજનના  પ્રમુખ શ્રી જીતુભાઇ સોમૈયા(ગોળવાળા)  મંત્રી જગદીશભાઇ શેલાણી…અમરેલી લોહાણા મહાજનના માર્ગદર્શક જ્ઞાતી રત્ન જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એ.ડી.રૂપારેલ સાહેબ..વરિષ્ઠ ઉપ પ્રમુખ  ભાવેશભાઇ સોઢા..વરિષ્ઠ આગેવાન રમણીકભાઇ ગઢીયા, સહીતના આગેવાનોનું  ઉત્સાહભેર મોમેન્ટો અને પુષ્પગુચ્છ અર્પણ કરી અદકેરુ સન્માન કરી વંદન સાથે અંભિનંદન પાઠવ્યા હતા. 

તેવી જ રીતે સાવર કુંડલા લોહાણા મહાજનની શ્રેષ્ઠ કામગીરી બદલ ચલાલા લોહાણા મહાજન દ્વારા સાવરકુંડલા લોહાણા મહાજનના  પ્રમુખ જગદીશભાઇ માધવાણી, ખજાનચી  રાજુભાઇ શીંગાળા, અગ્રણી  મહેશભાઇ મશરૂ, રધુવંશી અગ્રણી અને ઉપપ્રમુખ  પી.સી. વણજારા, ઉમેશભાઇ ઉનડકટ સહીતના આગેવાનોનું મોમેન્ટો અને પુષપગુચ્છથી જય શ્રી રામના જય ધોષ સાથે માનભેર સન્માનિત કરી વંદન સહ અભિનંદન આપ્યા હતા. ચલાલા લોહાણા મહાજન દ્રારા છેલ્લા ત્રીસ વર્ષથી સરસ્વતી સન્માન સમારોહ કાર્યક્રમ યોજાઇ રહ્યો છે તેમાં વિજેતા રધુવંશીસમાજના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટેના કાયમી દાતા એવા ચલાલાના વતની અને હાલ રાજકોટ રહેતા ડો. વડેરા સાહેબને ચલાલા લોહાણા મહાજન દ્રારા માનભેર સન્માનિત કરવાના હતા પરંતુ તેઓ અનિવાર્ય સંજોગના કારણે ઉપસ્થિત રહી શક્યા ન હોવાથી તેમના પ્રતિનિધી તરીકે ચલાલા રહેતા તેમના લધુબંધુ બીપીનભાઇ વડેરાનું મોમેન્ટો શાલ અને ફૂલહાર થી અદકેરુ સન્માન કરી આભારની લાગણી વ્યક્ત કરાય હતી. 

તેવી જ રીતે ચલાલા ના વતની અને હાલ મુંબઇ રહેતા ભરતભાઇ મગદાણી જેઓ સરસ્વતી સન્માન સમારોહના દાતા શ્રી હોય અને તેમના તરફથી દર વર્ષે વિધાઁથીઓને પ્રોત્સાહિત કરવા માતબર રકમનું દાન આવી રહ્યુ હોય ભરતભાઇ મગદાણીને ચલાલા લોહાણા મહાજન દ્વારા માનભેર સન્માનિત કરવાના હતા. પરંતુ તેઓ ઉપસ્થિત નહી રહેતા તેઓના પ્રતિનિધી તરીકે  ચલાલા રહેતા તેઓના રીલેટીવ દિપકભાઈ મગદાણીનું મોમેન્ટો અને ફૂલહારથી લાગણીસભર રીતે સન્માન કરી આભારની લાગણી વ્યક્ત કરેલ હતી. લાખાપાદરના વતની હાલ લંડન રહેતા અને હાલ ચલાલા આવતા સમસ્ત રધુવંશીસમાજનું ગૌરવ એવા સેવાભાવી શ્રીમતી રંજનબેન સોનપાલની શ્રેષ્ઠ સેવા બદલ ચલાલા લોહાણા મહાજન દ્વારા શાલ અને ફૂલહારથી સન્માનિત કરી આંનદની લાગણી વ્યક્ત કરી હતી. 

ચલાલા લોહાણા મહાજનના દરેક કાર્યક્રમમાં નાસ્તા, રસોઈ, બનાવવાની કાયમ વિના મૂલ્યે ફ્રી સેવા આપતા દડુભાઇ સોઢાનું ચલાલા લોહાણા મહાજન દ્વારા ફૂલહારથી જલારામ બાપાના જય ધોષ સાથે અદકેરુ સન્માન કરી તેઓની સેવાને બીરદાવી હતી.  આ સરસ્વતી સંન્માન સમારંભ પ્રસંગે ચલાલાના વરિષ્ઠ પત્રકાર સ્વ. હરગોવિંદભાઈ પાંધીના સુપુત્ર અને હાલ સાવરકુંડલા શહેરમાં નિવાસ કરતાં સાવરકુંડલા શહેરના વરિષ્ઠ પત્રકાર અને શિક્ષણવિદ બિપીનભાઈ પાંધીએ પણ આ પ્રસંગે સમગ્ર રઘુવંશી જ્ઞાાતિના સરસ્વતી સાધકો માટે શુભેચ્છા સંદેશ સાથે સમાજ તથા શહેરનું નામ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય લેવલે રઘુવંશી વિદ્યાર્થીઓ રોશન કરી શહેરને ગૌરવાન્વિત કરે તેવો શુભેચ્છા સંદેશ પણ પાઠવ્યો હતો. 

આ તકે લોહાણા મહાજનના પ્રમુખ  મહેન્દ્ર્ભાઇ સાદ્રાણી, પ્રેમજીભાઇ નથવાણી, ચીમનભાઈ વિઠલાણી, બાલાભાઇ સોઢા, મનુભાઇ રાજા, દિપકભાઇ મગદાણી, સુરેશભાઇ ઉનડકટ, પ્રકાશભાઇ કારીયા, હર્ષદભાઈ ચંદારાણા, કિરીટભાઇ નગદીયા, નવનીતભાઈ નગદિયા, હસુભાઇ રાજા,  ચંદુભાઇ પોપટ,  કે.પી.ભાઇ ભીમજીયાણી, જયેશભાઈ વિઠલાણી, કમલેશભાઈ વિઠલાણી સહીત જલારામ યુવક મંડળના પ્રમુખ  કમલેશભાઈ ઉનડકટ, અંકિતભાઇ ચંદારાણા, જૈમીનભાઇ ચંદારાણા. રાજનભાઇ ઉનડકટ, વિશાલભાઈ ભીમજીયાણી, ધગલભાઇ સેજપાલ, રધુવંશી મહીલા આગેવાન મીતાબેન સાદરાણી, ગીતાબેન કારીયા,  ઉષાબેન નગદીયા,  દિપાબેન સોઢા,  સીમાબેન વિઠલાણી સહીતના બહોળી સંખ્યામાં ભાઇઓ બહેનો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું આબેહુબ અને સફળ સુંદર સંચાલન  દિપાબેન સોઢા અને સીમાબેન વિઠલાણીએ કરેલ હતું. જ્ઞાતીજનોએ અંતમાં સમુહભોજન પ્રસાદ સાથે લીધું હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/