fbpx
અમરેલી

ધારી ગીર જંગલ વિસ્તારમાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવનાર શખ્સ ઝડપાયો હતો, તો ત્રણ લોકો ગેરકાયદેસર પ્રવેશ કરતા ઝડપાયા હતા.

અમરેલી જિલ્લામાં ધારી ગીર પૂર્વ જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવેશી દારૂના અડા ચલાવનાર લોકો અને અભયારણ્યમાં આંટાફેરા કરતા લોકો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગીર પૂર્વ DCF રાજદીપ સિંહ ઝાલા દ્વારા સતત પેટ્રોલીંગ રાખી અસમાજિકતત્વો ગેરકાયદેસર પ્રવુતિ કરનારા ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા દરેક રેન્જ ઓફિસરોને સૂચના આપવામાં આવી છે. જેને પગલે તુલસીશ્યામ રેન્જના કોઠારીયા રાઉન્ડ માં જંગલ વિસ્તારમાં ચીખલીકુબા 1 બીટના પ્રતિબંધિત અભયારણ્ય વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવેશ કરી દેશી દારૂની ભઠ્ઠી ચલાવનાર ઈસમ ધીરાભાઈ નાનાભાઈ મકવાણાની RFO રાજલ પાઠકની ટીમ દ્વારા અટકાયત કરવામાં આવી હતી, વનવિભાગ દ્વારા 20,000નો દંડ ફટકારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ઈન્ડિયન પ્રોહીબિશન એક્ટ અંતર્ગત ગીર ગઢડા પોલીસને સોંપતા આરોપીને ગીર ગઢડા કોર્ટમાં રજૂ કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આવી જ રીતે 3 લોકો તુલસીશ્યામ રેન્જમાં કોઠારીયા રાઉન્ડના અભયારણ્ય કંપાટમેન્ટ નંબર 1 વિસ્તાર માં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરતા ઝડપાયા હતા. રમજાન જુમાં સંધિ, યાસીન જુમા સમા, ભાભલુ વલીભાઈ ઉનડ નામના ત્રણેય લોકો ગેરકાયદેસર રીતે પ્રવેશ કરતા તેઓને 6 હજારનો દંડ ફટકારી કાર્યવાહી હાથ ધરી હતી.ગીર પૂર્વ જંગલ વિસ્તારમાં DCF, ACF, RFO અલગ અલગ ટીમો બમાવી જંગલોમાં કોમ્બિગ હાથ ધરી 3 જેટલા ઈસમો સામે કાર્યવાહી કરી હતી, જંગલોમાં ગેરકાયદેસર પ્રવુતિ અને અસમાજિકતત્વો સામે કડક હાથે કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે જેના કારણે દરેક રેન્જ ઓફિસરો એક્ટિવ મોડમાં આવી પ્રતિબંધિત વિસ્તારમાં પર્વેશનારા સામે કાર્યવાહી હાથ ધરી રહ્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/