fbpx
અમરેલી

હર ઘર તિરંગા સારી વાત છે. પરંતુ હર દિલમાં તિરંગો લહેરાઈ એ સાંપ્રત સમયમાં જરૂરી છે સિર્ફ બાતોંસે નહી ઈસે હર દિલમેં ફહરાના ચાહિયે.. ડો. કાનાબાર સાહેબનું ટ્વીટ ઘણી માર્મિક ટકોર કરી જાય છે.

હા, સાચી રાષ્ટ્રભક્તિ કે દેશદાઝ તો દેશના બંધારણને સો ટકા વફાદાર રહીને જ વ્યકત થઈ શકે એ પ્રસ્તુત વાતનો કેન્દ્રવર્તી વિચાર છે. આજકાલ આવી વાતો કરવી એ માટે પણ કાળજું સિંહનું જોઈએ  ભલે આપણે હર ઘર તિરંગા લહેરાવીએ પરંતુ હર દિલમાં તિરંગો જ ફરકી જાય તો રાષ્ટ્ર એક નવી ઊંચાઈએ અવશ્ય પહોંચી જાય. વાતો  રાષ્ટ્ર પ્રેમ વ્યક્ત કરવાની કરવાની ઘણી સહેલી છે પરંતુ સાથે સાથે આ પ્રસ્તુત વિચારને કેન્દ્રમાં રાખીને એને અનુસરી આત્મસાત્ કરવો એટલો સહેલો છે ખરો?  ખાલી ભ્રાંતિ નહી ચાલે. એ માટે ડો. કાનાબાર સાહેબનું આ ટ્વીટ ખરેખર ખૂબ જ માર્મિક અને આત્મસાત્ કરવા જેવું છે. દંભ નહીં વાસ્તવવાદી બનીને દેશમાં વ્યાપ્ત ભ્રષ્ટાચાર, દુરાચાર, કાયદાની છટકબારી શોધીને કોઈ પણ ગેરકાયદે કૃત્ય કરવું એ પણ રાષ્ટ્ર પ્રેમ માટે તો લાલબત્તી સમાન છે. દેશમાં ગરીબી, બેરોજગારી અને મોંઘવારી જેવાં તત્ત્વોને દૂર કરવા માટે પણ ખરા અર્થમાં રાષ્ટ્ર પ્રેમી બનીયે એ જ સમયની માંગ છે.. આપણી નજર સમક્ષ કોઈ ગેરકાનૂની કાર્ય થતું હોય અને આપણે એ લપમાં કોણ પડે એમ સમજીને પણ ચૂપ રહેવું કે નરો વા કુંજરો વા કરવું એ પણ આપણાંમાં  ખરાં રાષ્ટ્ર પ્રેમની ઉણપ જ ગણાય. આપણે આંખે ક્યાં થવું એમ સમજીને પણ આવા સમાજમાં થતાં ગેરકાયદેસર કામો પ્રત્યેની મોં ફેરવી લેવું એ પણ રાષ્ટ્ર પ્રેમની ખરાં અર્થમાં તો ઉણપ અથવા આપણી અપરિપકતા જ ગણાય. દેશ ત્યારે જ વિશ્ર્વ ગુરૂ બની શકે જ્યારે આપણામાં ઠસોઠસ રાષ્ટ્ર પ્રેમ ભરેલો હોય. આ દિશામાં ઠોસ કદમ ઉઠાવવા સૌ ભારતીય નાગરિકોએ પ્રતિબધ્ધતા દર્શાવી પડશે અને ખાલી  ઘરમા જ નહીં પરંતુ દિલમાં તિરંગો લહેરાવવો પડશે.

ReplyReply allForward
Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/