fbpx
અમરેલી

બક્ષીપુર પ્રાથમિક શાળામાં ૭૭માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર થયેલ ઉજવણી

લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) તથા બક્ષીપુર પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે  તા.૧૫-૦૮-૨૦૨૩ ના રોજ  બક્ષીપુર પ્રાથમિક શાળામાં ૭૭માં સ્વતંત્રતા પર્વની ગર્વભેર ઉજવણી  કરવામાં આવેલ હતી.

આઝાદીના અમૃત મહોત્સવને લઈને સ્વતંત્રતા પર્વ અને દેશભક્તિનો માહોલ બેવડાયો છે. શરૂઆતમાં શાળાના બાળકો અને શિક્ષકો દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ. લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી)ના પૂર્વ પ્રમુખ લાયન એમ. એમ. પટેલના વરદહસ્તે ધ્વજવંદન કરવામાં આવેલું હતું. બક્ષીપુરના સરપંચ વિપુલભાઈ જેઠવા તેમજ લાયન પ્રા. એમ.એમ પટેલ દ્વારા પ્રાસંગિક ઉદબોધન કરી સ્વતંત્રતા પર્વની શુભકામનાઓ પાઠવી હતી.

રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં શાળાના બાળકોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરેલ હતા. સ્વતંત્રતા પર્વ નિમિત્તે અગાઉ યોજાયેલ વિવિધ સ્પર્ધાઓના દરેક વિજેતાઓને  લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) વતી પ્રમાણપત્ર અને સ્મૃતિ ચિન્હ અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા.

સ્વતંત્રતા પર્વની ઉજવણીમાં ઉપસરપંચ શ્રી સાવનભાઇ જાદવ, પુર્વ સરપંચશ્રી વિનુભાઈ રાઠોડ, લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી)ના સેક્રેટરી લાયન ઋજુલભાઈ ગોંડલીયા, લાયન જીતુભાઈ પાથર, લાયન ભગવાનભાઈ કાબરીયા તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહેલા હતા.  આભારવિધિ બક્ષીપુર પ્રાથમિક શાળાના આચાર્યશ્રી અશોકભાઈ અમરેલીયાએ કરેલ હતી.

સ્વતંત્રતા પર્વને સફળ બનાવવા બક્ષીપુર પ્રાથમિક શાળાના શિક્ષકા બહેનોમાં હિરલબેન હિંગુ, કાન્તાબેન આર. ટાંક, રેખાબેન એચ.ગોસાઈ, દક્ષાબેન આર. ઠુંમર, વૈશાલીબેન કે. ઠાકર વગેરેએ જહેમત ઉઠાવેલ હતી તેમ લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી)ના સેક્રેટરી લાયન ઋજુલભાઈ ગોંડલીયા જણાવે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/