fbpx
અમરેલી

લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી) દ્વારા ભૂરખીયા મુકામે ૬૫મો વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પનું થયેલ આયોજન

લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના સાઈટ ફર્સ્ટ પ્રોજેક્ટ હેઠળ લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી), શ્રી ભૂરખિયા હનુમાનજી ટ્રસ્ટ તથા શ્રી ભુરખીયા ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તેમજ રમાબેન અનિલભાઈ પારેખ પરિવાર – મુંબઇના આર્થિક સહયોગ દ્રારા અને સુદર્શન નેત્રાલયના સહયોગથી ૬૫મો વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર મુકામે તા. ૧૬-૦૮-૨૦૨૩ ને બુધવારે આયોજન કરવામાં આવેલ હતું. નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પનું દીપપ્રાગટ્ય ભૂરખીયા હનુમાનજી ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી જીતેન્દ્રભાઈ નિમાવત તેમજ સભ્યશ્રી નરસીભાઈ ડોડીયા દ્વારા કરવામાં આવેલ અને તેઓએ વધુમાં વધુ દર્દીઓએ લાભ લેવા અપીલ અને કેમ્પની સફળતા માટે શુભેચ્છોઓ પાઠવેલ હતી.

આ કેમ્પમાં આંખના રોગ જેવા કે મોતિયો, ઝામર, વેલ, પરવાળા તથા આંખની કીકી, પડદા તથા આંખના તમામ રોગોની તપાસ આંખના નિષ્ણાત ડોક્ટર દ્વારા કરવામાં આવેલ હતી. તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને મોતિયાના ટાંકા વગરના ઓપરેશન કરી નેત્રમણી આરોપણ કરી આપવામાં આવેલ હતા. તેમજ નેત્ર જાળવણી અને જાગૃતિ અંગેની ૫,૦૦૦ પત્રિકાનું આજુબાજુના ગામડામાં વિતરણ કરવામાં આવેલ હતું.

આ કેમ્પમાં ૧૦૨ દર્દીઓએ લાભ લીધો હતો અને ૨૯ દર્દીઓને અમરેલી સુદર્શન નેત્રાલયમાં લાવી નેત્રમણી આરોપણ કરવામાં આવેલ હતું. દરેક દર્દીઓના બ્લડ પ્રેશર તેમજ બ્લડ સુગર ચકાસવામાં આવેલ હતા. જરૂરિયાતમંદ વ્યક્તિઓના આંખના નંબર ચેક કરી ૨૬ વ્યક્તિઓને ચશ્મા વિતરણ પણ કરવામાં આવેલ હતું. લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી), તેમજ સુદર્શન નેત્રાલયના સહયોગથી નિયમિત રીતે દર મહિનાના ત્રીજા બુધવારે ભૂરખીયા હનુમાનજી મંદિરમાં નેત્રમણી નિદાન અને સારવાર કેમ્પનું આયોજન થાય છે.

આ કેમ્પને સફળ બનાવવા માટે લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) તરફથી પ્રમુખ  લાયન કિશોરભાઇ શિરોયા, સેક્રેટરી લાયન ઋજુલભાઈ ગોંડલીયા, લાયન એમ. એમ. પટેલ, લાયન બિમલભાઈ રામદેવપુત્રા, લાયન વિનુભાઈ આદ્રોજા  તેમજ સુદર્શન નેત્રાલય તરફથી ડૉ. રિદ્ધિબેન લાખાણી, કિર્તીભાઈ ભટ્ટ, નિલેશભાઈ ભીલ, શ્રી હિંમતભાઈ કાછડીયા અને તેમની ટીમ તેમજ ભુરખીયા હનુમાનજી મંદિરના પ્રમુખશ્રી દુષ્યંતભાઈ પારેખ, અનિલભાઈ પારેખ, સંચાલકશ્રી ગોપાલભાઈ ચુડાસમા વગેરે દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/