fbpx
અમરેલી

સાવરકુંડલા ખાતે આગામી જન્માષ્ટમીના તહેવારો ને અનુલક્ષીને હિન્દુ યુવા સેના દ્વારા કાન્હા પેઈન્ટીંગ કોમ્પિટિશન યોજાઈ.

  સાવરકુંડલામાં હિન્દુ યુવા સંગઠન દ્વારા કાન્હા પેઇન્ટિંગ સ્પર્ધા યોજાઈ હતી. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ પ્રેરિત હિન્દુ યુવા સંગઠન આયોજિત જન્માષ્ટમી મહોત્સવ 2023 ને અનુલક્ષીને ધોરણ 1 થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓ માટે અલગ અલગ ચાર કેટેગરીમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 180 સ્પર્ધકોએ કાન્હા પેઇન્ટિંગ કોમ્પિટિશનમાં ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. આ તમામ સ્પર્ધકો દ્વારા ભગવાન શ્રીકૃષ્ણના  અલગ અલગ ચિત્રો બનાવવામાં આવ્યા હતા. આ સ્પર્ધાના આયોજનમાં સંતો મહંતો, રાજકીય સામાજિક તેમજ હિન્દુ સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને તમામ સ્પર્ધકો ને અભિનંદન પાઠવ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સ્પર્ધકોનો ઉત્સાહ વધારનાર તમામનું હિન્દુ યુવા સંગઠનના સભ્યો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. તમામ સ્પર્ધકો ને જન્માષ્ટમીના દિવસે ઇનામ વિતરણ કરવામાં આવશે. હિન્દુ યુવા સંગઠન દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવશે. કાન્હા પેઇન્ટિંગ સ્પર્ધામાં સાવરકુંડલા શહેર ઉપરાંત તાલુકાના આસપાસના ગામોમાંથી વિદ્યાર્થી ઓએ ચિત્ર સ્પર્ધામાં ભાગ લઈ ને પોતાની કલા લોકો સમક્ષ રજૂ કરી હતી.

             કાન્હા પેઇન્ટિંગ કોમ્પિટિશનમાં ચાર કેટેગરીમાં સ્પર્ધકો ભાગ લીધો હતો. જેમાં ધોરણ 1 થી 5, ધોરણ 6 થી 8, ધોરણ 9 થી 12 અને કોલેજ તથા જનરલ એમ ચાર વિભાગોમાં રાખવામાં આવી હતી જેમાં ચારે ચાર કેટેગરી માંથી શ્રેષ્ઠ ચિત્રો દોરનાર ત્રણ ત્રણ ઈનામો વિતરણ કરવામાં આવ્યા હતા

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/