fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરના શિવભક્તો દ્વારા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે સતત ૨૩ માં વર્ષે  સાવરકુંડલા થી સોમનાથ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું

શ્રાવણનો મહિનો શિવભક્તો માટે કોઈ ઉત્સવથી ઓછો નથી. શ્રાવણ માસ દરમિયાન ભક્તજનો ભગવાન શંકરની આરાધના કરે છે. જેનો અનેરો મહિમા છે.
આ મહિનામાં શિવ ભક્તો પોતાના પ્રિય ભોલેનાથની વિભિન્ન પ્રકારની પૂજા કરી તેમને પ્રસન્ન કરવાનો, તેમના આશીર્વાદ-કૃપા મેળવવાનો યથાશક્તિ પ્રયાસ કરે છે.  પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે શિવભક્તો દ્વારા સાવરકુંડલા થી  સોમનાથ સુધીની પદયાત્રાનું આયોજન કરવામાં આવેલ.આ પદયાત્રામાં અંદાજે સવાસોથી દોઢસો પદયાત્રીઓ અને લગભગ ૪૦ થી ૫૦ જેટલા સ્વયંસેવકો સહભાગી બનશે. આ  પદયાત્રા તારીખ ૨૩/૮/૨૦૨૩ ના રોજ સાવરકુંડલા થી આરંભ કરવામાં આવેલ છે.  જે તારીખ ૨૭ ના રોજ સોમનાથ મંદિરે પહોંચીને પૂર્ણ થશે. પદયાત્રા પૂર્ણ થયા બાદ પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવને ધજા  ચડાવવાનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલ છે. જેમાં જેમાં સર્વ પદયાત્રીઓ તેમજ સ્વયંસેવકો સહભાગી થશે. છેલ્લા ૨૨ વર્ષથી શૈલેષભાઈ જોશી, ચેતનભાઇ જોશી તેમજ કમલેશભાઈ કડવાણી સહિત અનેક શિવ ભક્તો દ્વારા આ આ પદયાત્રા સંઘ નું આયોજન કરવામાં આવે છે. જેમાં સાવરકુંડલા સાવરકુંડલાના ધર્મપ્રેમી અને શિવભક્તો સહર્ષ આ પદયાત્રામાં ભાગ લે છે અને યથાશક્તિ સાથ અને સહકાર આપે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/