fbpx
અમરેલી

છેલ્લા ઘણા સમયથી વરસાદ ખેંચાતાખેડુતોને પિયત માટે ધાતરવડી-૧ ડેમ માથી પાણી છોડાવતા સાસદ નારણભાઈ કાછડીયા

અમરેલીના સાસદ શ્રી નારણભાઈ કાછડીયાની રજુઆતથી આજ તા. ૨૪ ઓગસ્ટના રોજ ખેડુતોને પિયત માટે ધાતરવડી-૧ ડેમ માથી કેનાલ મારફતે પાણી છોડવામા આવ્યુ. ધાતરવડી-૧ ડેમના કમાન્ડ વિસ્તારમા આવતા ખેડુતો તરફથી ડેમ માથી ઓવરફલો થઈ વેડફાઈ જતા પાણીને કેનાલ મારફતે પિયત માટે છોડવામા આવે તેવી અમરેલીના સાસદ શ્રી નારણભાઈ કાછડીયાને રજુઆત કરવામા આવેલ હતી. જેના અનુસધાને સાસદશ્રી તરફથી ગત તા. ૨૨/૦૮/૨૦૨૩ ના રોજ જળસિચન વિભાગના અધિકારીઓને લેખીત તેમજ ટેલીફોનીક રજુઆત કરવામા આવેલ હતી.

સાસદશ્રીએ કરેલ રજુઆત મુજબ છેલ્લા ૨૦ દિવસથી અમરેલી જીલ્લામા વરસાદ ખેંચાતા ખેડતોને સિચાઈ માટે પાણીની ખુબ જ જરૂરીયાત ઉભી થવા પામેલ છે. હાલમા ધાતરવડી-૧ નુ પાણી ઓવરફલો થઈ વેડફાઈ જઈ રહય હોવાથી આ ઓવરફલો થતા પાણીને કેનાલ મારફતે છોડી કમાન્ડ એરીયામા આવતા ખેડુતોને પિયત માટે આપવા અગે સાસદશ્રી દ્રારા કરવામા આવેલ રજુઆતના અનુસધાને આજ રોજ સિચાઈ વિભાગ તરફથી ધાતરવડી-૧ ડેમ માંથી ખેડૂતો માટે પાણી છોડવામા આવેલ છે. જેનાથી ધારેશ્વર, માડરડી, દિપડીયા, ચારોડીયા, રાજુલા, ઝાઝરડા, વાવેરા, બબટાણા, રીગણીયાળા અને વડલી સહિતના ૧૩ ગામોના ખેડુતોને ફાયદો થશે. ધાતરવડી-૧ ડેમ માથી પાણી છોડવામા આવતા શ્રી રમેશભાઈ વસોયા, શ્રી રમેશભાઈ ડોબરીયા, શ્રી પરેશભાઈ ગજેરા, શ્રી પ્રવિણભાઈ જાગાભાઈ અને શ્રી કિશોરભાઈ સતાસીયા સહિતના ખેડુતોએ સાસદશ્રીનો આભાર વ્યકત કરેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/