fbpx
અમરેલી

સાવરકુંડલા તાલુકાના ખડસલી મુકામે શ્રી ખડસલી લોકશાળામાં ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા ગ્રાહક જાગૃતિ અભિયાનને વધુ સક્રિય બનાવવા માટે જાગૃતિ અભિયાન સેમિનાર યોજાયો.

સાવરકુંડલા તાલુકાના ખડસલી મુકામે શ્રી ખડસલી લોકશાળામાં ગ્રાહક જાગૃતિ અભિયાનને વધુ સક્રિય બનાવવા હેતુ ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા ગ્રાહક જાગૃતિ અભિયાનને વધુ સક્રિય બનાવવા અર્થે ગ્રાહક જાગૃતિ સેમિનાર યોજાયો.સાવરકુંડલા શહેરના ગ્રાહક સુરક્ષાના પ્રમુખ શ્રી રમેશભાઈ હિરાણી, રવિભાઈ મહેતા, બિપીનભાઈ પાંધી તેમજ હર્ષદભાઈ જોશી દ્વારા ગ્રાહકોમાં જાગૃતિ લાવવા માહિતીસભર માર્ગદર્શન આપવામાં આવેલ.સૌ પ્રથમ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી. ત્યારબાદ શાળાના આચાર્ય શ્રી નાનજીભાઈ મકવાણા દ્વારા મહેમાનો સત્કાર કરવામાં આવેલ શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા સૂતરની આંટી પહેરાવી કુમકુમ તિલક કરી અને સસ્નેહ આવકાર આપવામાં આવેલ. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગ્રાહકને સ્પર્શતી અનેક બાબતોની માહિતીપ્રદ  ચર્ચા કરવામાં આવેલ.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શ્રી ગોવાભાઈ ગાગીયા દ્વારા કરવામાં આવેલ તેમજ આભાર વિધિ અહીના વેટરનરી કોલેજના પ્રાધ્યાપક દ્વારા કરવામાં આવેલ. આ તકે શાળાના આચાર્યશ્રી તથા શિક્ષક શ્રી ગોવાભાઈ ગાગીયાને પણ ગ્રાહક સુરક્ષા મંડળ સાવરકુંડલા દ્વારા તેમની સુંદર શૈક્ષણિક સેવા બદલ બિરદાવી સૂતરની આંટી પહેરાવી સંન્માનિત કર્યા હતાં. કાર્યક્રમને અંતે વિદ્યાર્થીઓને ગ્રાહક સુરક્ષા સંદર્ભે કોઈ મૂંઝવણ કે સમસ્યા હોય તે અનુસંધાને પ્રશ્ર્નોતરીનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાળાના તમામ વિદ્યાર્થીઓએ ખૂબ શાંતિ અને શિસ્ત જાળવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના તમામ કર્મચારીગણે ભારે જહેમત ઉઠાવી હતી. આમ ગણીએ તો ખડસલી લોકશાળા એ ગાંધીજીના વિચારો સાથે બુનિયાદી શિક્ષણ આપતી એક અનોખી સંસ્થા છે. એક વખત અવશ્ય મુલાકાત લેવા જેવી સંસ્થા પૈકીની એક છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/