fbpx
અમરેલી

શિક્ષણમંત્રી શ્રીકુબેરભાઈ ડિંડોરના વરદ હસ્તે સાવરકુંડલાના શિક્ષિકાબેન શ્રીશિલ્પાબેન દેસાઈને વાત્સલ્ય ફાઉન્ડેશન દ્વારા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ 2023 આપી સન્માન કરાયું.

તારીખ ૨૩/ ૮/ ૨૩ ના રોજ વાત્સલ્ય ફાઉન્ડેશન મહેસાણા દ્વારા ટાઉનહોલ ખાતે ગુજરાતમાં શિક્ષણક્ષેત્રે બાળકો માટે શ્રેષ્ઠ કાર્ય કરતા શિક્ષકોને સન્માનવા માટે ગુરુવંદના કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી ૧૪૧ શિક્ષકોને સન્માનવામાં આવ્યા હતા. તેમાંથી ૧૦  શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. તેમાં સમગ્ર ગુજરાતમાંથી સૌથી પ્રથમ ક્રમે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના નંબર પે સેન્ટર શાળા નંબર 1 સાવરકુંડલાના શિક્ષિકાબેન શ્રી દેસાઈ શિલ્પાબેનને શિક્ષણ મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોરના વરદ હસ્તે શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ 2023 તેમજ સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.

 બેનશ્રી બાવીસ વર્ષથી શિક્ષણના પવિત્ર કાર્ય સાથે જોડાયેલા છે. વિવિધ કાર્યક્રમો દ્વારા માત્ર શાળાના બાળકો જ નહીં પરંતુ સાવરકુંડલા તાલુકો, અમરેલી જીલ્લો અને ગુજરાત ભરના બાળકોના બાળકોના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે .શિક્ષણમાં નવતર પ્રયોગો કરી બાળકોની સુષુપ્ત શક્તિઓ ખીલવવા માટે અવિરત પ્રયાસ કરી રહ્યા છે . રાજ્ય કક્ષાએ બે વખત રિસર્ચ પેપર તેમજ IIMઅમદાવાદ આયોજિત ઓનલાઈન ટીચર્સ ટ્રેનિંગમાં તેમના નવતર પ્રયોગ કેસ સ્ટડી તરીકે લેવાયેલ.ગુજરાતભરના લાખો શિક્ષકોએ તેનો અભ્યાસ કરી પોતાના વર્ગખંડ સુધી પહોંચાડ્યો હતો.

નવતર પ્રયોગો,સાંસ્કૃતિક કાર્યક્રમો, વિવિધ પ્રવૃતિઓ,NMMS જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તેમના  માર્ગદર્શન હેઠળ છ વિદ્યાર્થીઓનો મેરીટમાં સમાવેશ, વિવિધ કાર્યક્રમોનું સંચાલન,વિવિધ સામયિકોમાં લેખન,વિવિધ શિબિરોનું આયોજન ,કલા મહાકુંભ, કલા મહોત્સવમાં માર્ગદર્શન, એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત પ્રવૃત્તિઓ,આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ઓનલાઈન વેબીનાર,વિવિધ પરીક્ષાઓનું આયોજન તેમજ માર્ગદર્શન,લાયન્સ ક્વેસ્ટની પ્રવૃત્તિઓ તેમજ તેમના સામાજિક યોગદાનને કારણે તેમની પ્રથમ ક્રમે પસંદગી થતા તેમણે સમગ્ર અમરેલી જિલ્લાનું ગૌરવ વધારેલ છે .તેમના પર સતત અભિનંદનની વર્ષા થઈ રહી છે. આ કાર્યક્રમમાં માનનિય શિક્ષણ મંત્રીશ્રી કુબેરભાઈ ડિંડોર સાહેબ, મહેસાણા ના સંસદ સભ્ય શ્રી ,ડીડીઓ સાહેબ શ્રી, શ્રી જિલ્લા શિક્ષણ અધિકારી ,શ્રી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી,પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો તેમજ માધ્યમિક શિક્ષણ સંઘના હોદ્દેદારો તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અનેકવિધ એવોર્ડ વિજેતા શિલ્પાબેન દેસાઈને શિક્ષણમંત્રી શ્રી કુબેરભાઈ સાહેબે અભિનંદન આપી ભવિષ્યમાં ઉતરોતર પ્રગતિ કરતા રહો તેવી શુભકામના પાઠવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/