fbpx
અમરેલી

“સૌર સેવા” દેશના ૭૫૦ શહીદોના ઘર પર સોલર પેનલ શહીદોના પરિવારજનોને મદદરૂપ થવા રામકૃષ્ણ એક્સપોર્ટના મોભી ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાનો પ્રયાસ

દામનગર  દેશની રક્ષા કાજે જીવ પણ આપી દેનારા સેનાના શહીદ જવાનોનાં ઘર ઝળાહળાટ કરવા સાથે વીજ બિલમાં પણ ઘટાડો કરવાના શુભ આશયથી સોલર પેનલ લગાવવાનું કાર્ય શરૂ થયું છે આ અનોખી સૌરસેવા માટે સુરત સ્થિત એસ આર કે નોલેજ ફાઉન્ડેશનના આદ્યસ્થાપક અને ગોવિંદ કાકાના હુલામણા નામે ઓળખાતા ગોવિંદભાઈ ધોળક્યિાએ ગુજરાતના ૧૨૫ સહિત ભારતના ૭૫૦ થી વધુ વીર શહીદોની યાદી તૈયાર કરાવી છે આગામી દિવસોમાં આ શહીદોના ઘર પર સોલર

પરિવારોને ૨૦ વર્ષ સુધી વીજબિલમાં વાર્ષિક રૂ. ૧૫ થી ૨૦ હજારની બચત થશે, ૧૫૦ શહીદના ઘરમાં સોલર પેનલ લાગી ગઈ સોલાર સિસ્ટમ ઈન્સ્ટૉલ કરવામાં અત્યાર સુધી ૧૫૦ શહીદોના ઘર પર આ સિસ્ટમ લાગી ચૂકી છે. આમ કરવાથી પરિવારને દર વર્ષે વીજ બિલમાં આશરે રૂ. ૧૫ થી ૨૦ હજારની બચત થશે અને બીજી તરફ પર્યાવરણને પણ નુકસાન થતું અટકશે. શહીદો ના આ પરિવારો ને ૨૦ વર્ષ સુધી સોલર સિસ્ટમનો લાભ મળી શકશે. આવી એક સોલર સિસ્ટમનો ખર્ચ રૂ. ૮૦ હજારથી એક લાખ સુધીનો આવે છે. પોતાના જીવ કે પરિવારની ચિંતા કર્યા વગર દેશ માટે સ્વનું બલિદાન આપનારા શહીદોના પરિવાર માટે કંઈક કરવાની ખેવના રાખતા ગોવિંદભાઈ ધોળકિયા એ ૧૫ ઑગસ્ટ ૨૦૨૨એ આ યોજનાની શરૂઆત કરી હતી. આ આ યોજનાના કો-ઓર્ડિનેટર ભાવેશ લાઠિયાએ કહ્યું કે ‘એક વર્ષથી સુરત સ્થિત જય જવાન નાગરિક સમિતિ તેમજ અન્ય સંસ્થાઓ પાસેથી શહીદોના નામ અને સરનામાનો ડેટા એકત્ર કરવાનું શરૂ કર્યું હતું. તે ડેટાના આધારે ફાઉન્ડેશનની ટીમે શહીદોના ઘરની મુલાકાત લીધી હતી અને તેમની આર્થિક સ્થિતિની માહિતી મેળવી હતી. જરૂરિયાતમંદ શહીદના ૫રિવાર સુધી સોલર સિસ્ટમ પહોંચે તે ફાઉન્ડેશનનો મુખ્ય ઉદ્દેશ છે.’આ અંગે વધુ માહિતી આપતા તેમણે કહ્યું કે, અમારી અપેક્ષા મુજબ ૧૫ ઑગસ્ટ, ૨૦૨૩ સુધીમાં ડેટા ના આધારે સોલર સિસ્ટમના ઈન્સ્ટોલેશનનું કામ પૂરું થવાનું હતું પણ અત્યાર સુધી માત્ર ૧૫૦ શહીદોના ઘરમાં સિસ્ટમ લગાડી શકાઈ છે. અમારી પાસે જે ડેટા આવ્યો હતો.

આમ દેશ ના ૭૫૦ વીર શહીદ જવાનો ના પરિવાર ના ઘર અજવાળું કરવા ઉદ્દેશ સાથે રામકૃષ્ણ એક્સપોર્ટ નું વંદનીય આયોજન 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/