fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં આવેલ શિક્ષણ, સંસ્કાર અને ચારિત્ર્યના ધામ સમા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંકુલ ખાતે પન્ના નાયક ફ્રી પેડ અંતર્ગત માસિક સ્વચ્છતા જાગૃતિ અંગે શાળાની વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ તકે વિદ્યાગુરુ ફાઉન્ડેશનના ટ્રસ્ટી ચંદ્રીકાબેન કામદાર, તેમના બહેન ઈન્દુબેન શાહ તથા ઈંદુબેનના સુપુત્રી અવની શાહ, અમી પોલીમર પ્રાઈવેટ લિમિટેડ મુંબઈના ડિરેક્ટર જિગીશાબેન ગાંધી તેમજ વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત સંધી ચોક ખાતે આવેલ હોસ્પિટલમાં ફરજ બજાવતા હોમિયોપેથીક તબીબ ડો. અમી પાંધી તથા શાળાના આચાર્યાશ્રી અર્ચનાબેન કણકોટિયા તથા કર્મચારી ગણની ઉપસ્થિતિમાં શાળાની વિદ્યાર્થીનીઓને માર્ગદર્શન આપવા આવેલ. 

પન્ના નાયક ફ્રી પેડ અંતર્ગત સાવરકુંડલા શહેરમાં આવેલ શિક્ષણ, સંસ્કાર અને ચારિત્ર્યના ધામ સમા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંકુલ ખાતે અહીં આવેલ વિશાળ ઘેલાણી સભા ગૃહમાં માસિક સ્વચ્છતા જાગૃતિ અંગે માર્ગદર્શન આપતી શિબિર યોજાઇ હતી. આ શિબિરમાં શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન ટ્રસ્ટના ટ્રસ્ટી 

ચંદ્રિકાબેન કામદાર તેમના બહેન ઈન્દુબેન શાહ, ઈન્દુબેન શાહની સુપુત્રી અવની શાહ, અમી પોલીમર પ્રાઈવેટ લિમિટેડ મુંબઈના ડિરેક્ટર જિગીશાબેન  ગાંધી તેમજ  વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત સંધી ચોક ખાતે આવેલ હોસ્પિટલમાં હોમિયોપેથીક તબીબ તરીકે સેવારત ડો. અમી પાંધી ઉપસ્થિત રહીને આ શાળાની વિદ્યાર્થીનીઓને માસિક સ્વચ્છતા અને આરોગ્યની કાળજી રાખવા માટેનું સચોટ માર્ગદર્શન આપેલ. જિગીશાબેન ગાંધીએ  પ્રોજેક્ટર દ્વારા આ અંગે વિશદ છણાવટ કરી હતી. તો ડો. અમી પાંધી દ્વારા પણ વિદ્યાર્થીનીઓના મૂંઝવતાં પ્રશ્ર્નો સંદર્ભે સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના આચાર્યા અર્ચનાબેન કણકોટિયા તથા સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન શાળાની વિદ્યાર્થીનીઓએ ખૂબ જ ધ્યાન પૂર્વક વકતાઓને સાંભળ્યા હતાં. અને સંપૂર્ણ શિસ્ત અને શાંતિ જાળવી હતી. એકંદરે કાર્યક્રમ ખૂબ જ સફળ રહયો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/