fbpx
અમરેલી

ઝેડ એમ અજમેરા ગર્લ્સ હાઇસ્કૂલ માં સાયબર ક્રાઇમ પોલીસ સેમિનાર યોજાયો

દામનગર શહેર ની શિક્ષણ જગત ની શાન ગણાતી તાલુકા કલ્યાણ મંડળ સંચાલિત મહાત્મા ગાંધી ના આદર્શો ને અનુચરતી ઝેડ એમ અજમેરા ગર્લ્સ સ્કૂલ ખાતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અમરેલી દ્વારા સેમિનાર યોજાયો વિજકંપનીનાં નામે થતા ફોડાથી સાવધાન રહો વિજકંપની તરફથી વિજબીલ ન ભરવા તો વિજ કનેક્શન કપાઈ જશે ઇનામ લાગ્યું છે કુરિયર ડિલિવરી પહેલા ચાર્જ જમા કરાવવા જેવી અસંખ્ય બાબતો ના નામે ફોન આવે તો તાત્કાલીક નીચે આપેલ મોબાઇલ નંબર પર સંપર્ક કરવો તેવું જણાવવામાં આવે આવા ખોટા મેસેજ ફોન કરી સાયબર ગુનેગાર સામાન્ય નાગરીકો સાથે ફ્રોડ કરે છે હોય છે

ડુપ્લીકેટ સોશીયલ મીડીયા એકાઉન્ટ ફ્રોડ સોશિયલ મીડિયામાં નાગરીકો પોતાનું સોશિયલ એકાઉન્ટ પ્રાઇવેટ ન રાખવાને કારણે સાયબર ગુનેગાર, જે-તે વ્યકિતના નામનું ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવી, તેના બ્રાન્ડેડ પેન્સિલ કંપની માં ઘર બેઠા કામ મેળવો ના નામે ખૂબ મોટા પ્રમાણ માં પ્રોસેસ ફી ના નામે ત્રણ ચાર અલગ અલગ એન્ગલ થી વિવિધ ચાર્જ ના નામે ૧૦ થી ૨૦ હજાર ની રકમ મેળવી છેતરપિંડી કરાય રહી છે સંબંધી / સગા-વ્હાલા, મિત્રોને મેસેજ કરી રૂપિયાની ખોટી માંગણી કરે છે.પેકીંગ ઘરે બેઠા જોબવર્કનાં નામે ફોડ ઘરે બેઠા કામ કરી મહિને ૨૦થી ૩૦ હજાર કમાવ ની લાલચ આપીને અલગ-અલગ ફી ભરાવીને ફ્રોડ કરવામાં આવે છે. કોઇપણ બેંક મેનેજર એટી એમ બંધ થવા સંબંધે ક્યારેય ફોન કરતા નથી. 

કોઈ બેંક કે એટીએમ સંબંધ અજાણ્યા ફોન આવે ત્યારે કોઈને બેંકની વિગત, એટીએમ કાર્ડની વિગત કે OTP નંબર આપવો નહીં.એટીએમ મશીનમાં એટીએમ કાર્ડ દાખલ કરો છો તે સ્લોટ ડુપ્લીકેટ લગાવેલ છે કે નહી તે ચેક કરી લેવું. તેમજ અન્ય વ્યકિત પાસવર્ડ જુએ નહી તેસારૂ એટીએમ રૂમમાં અન્ય કોઈ વ્યક્તિને પ્રવેશ થવા દેવા નહી.મોબાઈલ ઈનબોક્સમાં પૈસા મા કે કપાતનો કોઈ ફોન મેસેજ આવે તો બેંક સિવાય કયાંય ખરાઈ કરવી નહીં. અજાણ્યા કોલર્સ સાથે આધારકાર્ડ અપડેટ કે મોબાઈલ સીમકાર્ડ વેરીફીકેશન કરવા નહિ કોઈ માહિતી શેર કરવી નહીં. ઓછા વ્યાજની લોન કે લોભામણી જાહેરાત માટે કયારેય કોઈ લીડમાં પર્સનલ માહિતી સબમીટ કરવી નહીં.નોકરી આપવાની જાહેરાત માટે કોઇ વેબસાઈટમાં બાયોડેટા ની વિગત સબમીટ કરવી નહી

ઓનલાઈન વાહન ખરીદી જેવા કિસ્સાઓમાં વીમા એજન્ટ જેવા નામો ની ઓળખ આપી ફોડ કરતા હોય મોબાઈલ ટાવર ઈન્સ્ટોલેનના બહાને ટ્રેન્ડ લેટરપેડ મોકલી ખોટી લાલચ આપતી ટોળકીથી સાવધ રહો. વ્હોટ્સએપમાં કોઈ અજાણ્યા નંબરોવાળા ગૃપમાં એડ થવું નહી. ફેસબુક કે વ્હોટ્સએપમાં પોતાની પર્સનલ માહિતી કે કુટુંબના પર્સનલ ફોટા અપલોડ કરવા નહી.અવિશ્વસનિય વેબસાઇટ/એપ્લીકેશન પરથી ઓનલાઈન ચીજ વસ્તુ મંગાવતા સમયે ગ્રાહક પાસેથી ઓટીપી માંગી ફોડ કરવામાં આવે છે. આ ઉપરાંત આવી વેબસાઈટ પરથી મંગાવેલી ચીજ-વસ્તુઓ રિટન કરતી વખતે મોટા પ્રમાણમાં ફોડ થાય છે. હોટલ,ધર્મશાળા, લાઈટ, ટ્રેન, બસમાં ઓનલાઈન બુકીંગ કરતી વખતે ફેંક વેબસાઇટ નથી તેની ચકાસણી કરવી.

જાહેર સ્થળો પર અન્ય USB પોર્ટમાં મોબાઈલ ચાર્જમાં મુકવો નહી.સોશિયલ મીડિયા પર કોઇ વાંધાજનક, ધર્મ કે જાતિ વિરૂદ્ધ પોસ્ટ અંગેની માહિતી હવે આપ ગુજરાત સાયબર કાઈમ સેવા વ્હોટ્સએપ નંબર ૬૩૫૯૬ ૨૦૧૪ર પર મોકલી શકો છો. સ્ટેટ સાયબર ક્રાઈમ સેલ દ્વારા સોશિયલ મીડિયો પર સતત નજર રાખવામાં આવે છે અને આવુ કરનાર પર સખ્ત કાર્યવાહી કરવામાં આવે છે.આવા અબેક ક્રાઈમ વિશે સર્વ ને અવગત કરવામાં આવ્યા સતર્ક બનો સાવધાન રહો ચેતતા નર સદા સુખી સાથે હજારો વિદ્યાર્થીની બહેનો શાળા પરિવાર તાલુકા કલ્યાણ મંડળ ના ટ્રસ્ટી શ્રી વચ્ચે સાયબર ક્રાઈમ અંગે સેમીનાર યોજાયો હતો સાયબર ક્રાઈમ વિભાગ અમરેલી ના પોલીસ અધિકારી ઓ દ્વારા વિસ્તૃત માર્ગદર્શન અપાયું હતું

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/