fbpx
અમરેલી

કેન્સર અને હાર્ટ એટેક ના વધતા કેસો જંતુનાશક દવા, દુધ તેમજ ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ અટકાવવા પૂર્વ ધારાસભ્ય ઠુંમરે મુખ્યમંત્રી ને પત્ર પાઠવ્યો માંગ કરી

અમરેલી જંતુનાશક દવા, દુધ તેમજ ખાદ્યપદાર્થોમાં થતી ભેળસેળ અટકાવવા પૂર્વ ધારા સભ્ય વિરજીભાઈ ઠુંમરે પત્ર પાઠવી મુખ્ય મંત્રી સમક્ષ માંગ કરી 

ખાદ્યપદાર્થ ફુટ, દુધ, તમાકું માં ભારે મોટી ભેળસેળ ચાલી રહી છે તેનાં કારણે ગુજરાત રાજયમાં કેન્સરનું પ્રમાણ દિન-પ્રતિદિન વધતા જાય છે, તાજેતરમાં અનેક યુવાનો હાર્ટ એટેકથી જાન ગુમાવવાનાં દિન-પ્રતિદિન સમાચારો વધતા જાય છે. ખેડુતનો દિકરો ખેતી છોડતો જાય છે તેની પાછળના કારણોમાં ઇનપુટનો ભાવ વધારો અને આઉટપુટ માં ખેડુતને પોષણસમ ભાવ ન મળવાના કારણે ખેડુતોમાં પણ આત્મવિલોપન નાં પ્રમાણ વધ્યા છે. વરસાદ ખેંચાતા ખેડુત ચિંતામાં આવ્યો છે. અછત અને દુષ્કાળ નાં મેન્યુઅલ પ્રમાણે ચોમાસુ સિઝનમાં ૨૫ દિવસ વરસાદ ન થાય એટલે ખેડુતોએ વાવણી કરેલ પાકને નુકશાની થાય છે તેનું વળતર સરકારશ્રીએ આપવું જોઇએ, તેમજ પુરતી અને દિવસે વિજળી ન મળવાનાં કારણે રાતનાં જંગલી પશુઓનો ત્રાસથી ખેડુતો પોતાનાં પાકને પાણી આપી શકતો નથી અને તેમાંય અમરેલી જિલ્લાની આસ-પાસ ખારાપાટ વિસ્તાર હોવાને કારણે કુંવા કે બોરવેલનું પાણી આપવામાં આવે તો જમીન બંજર બનતી જાય છે ના છુટકે ખેડુતોનો એકમાત્ર આધાર વરસાદ અને કુદરત ઉપર છે. ખેડુતોને પાયાનાં ખાતર તેમજ યુરીયા સમયસર ન મળવાને કારણે અતિવૃષ્ટિમાં ચોમાસું પાક સદંતર નિષ્ફળ ગયા છે. ખેડુતોનું કોઇપણ બાબતમાં અપાતી સહાય મજાક બની ગઈ છે તાજેતરમાં ઓનલાઇન તાલપત્રી (બુંગણ) સબસીડીથી અપાય છે તે માત્ર ૨-૩ કલાકમાં ઓનલાઇન બંધ થઈ ગયેલ છે અને કોઇ ખેડુત ઓનલાઇન કરવા જાય તેને ખર્ચ થાય છે. તેથી ખેડુતોની મજાક કરવી એ પણ એક સહકારી આગેવાન અને ખેડુત તરીકે યોગ્ય લાગતી નથી. આવી મજાક બંધ કરીને ખેડુતોને કોઇ સીધી સહાય માટેની કોઇ યોજનાં બનાવવી જોઇએ, તેમાં પણ ખેતીવાડી ખાતું ભ્રષ્ટ્રાચારથી ખદબદે છે તેથી આ બાબત શકય છે કે કેમ? તે પણ એક પ્રશ્નાર્થ છે.

આજનાં જુદી-જુદી જગ્યાએથી પ્રસિધ્ધ થતા ગુજરાત સમાચાર જેની પ્રેસ કટીંગ આ સાથે સામેલ રાખી મોકલી રહ્યો છું. ખેતીવાડી ખાતામાં અધિકારીઓ/પદાધિકારીઓ એટલો ભ્રષ્ટ વહીવટ થતો જાય છે તેનાં કારણે ખેડુતોને શુદ્ધ બિયારણ મળતા નથી બીજ નિગમ ભાંગી જવાના આરે છે, ગ્રામ વિકાસ તેમજ ખેતી વિકાસ ખેડુતો માટે જે નિગમો છે તે ભ્રષ્ટ્રાચારનાં કારણે બંધ થયેલ છે તેમાં ઓછું હોય તેમ આજનાં પેપરમાં ૧૦૭ ઉત્પાદકો ખોટી દવાનું ઉત્પાદન કરી ખેડુતોને પધરાવી રહ્યા છે તેમાં ખેતી સાથે જોડાયેલા અધિકારીઓ/પદાધિકારીઓ નું મેળાપીપણું પણ હોય તેવી ચર્ચાઓ ચાલી રહી છે. ખેડુતોને તો હવે માત્ર કુદરત જ બચાવે તેવી પરિસ્થિતિ ગાંધી સરદાર નાં ગુજરાતમાં નિર્માણ થઈ છે ત્યારે ખેડુતોની વાહવાહી કરવાના બદલે આ બાબતમાં ગંભીરતા દાખવી ખેતીવાડી ખાતા મંત્રાલય સહિત એક્યુરેસી ખેડુતો માટે નિભાવવી જરૂરી બની છે ખેતી કરતો ખેડુત ર૪ કલાક માંથી ૨૦ કલાક મહેનત કરે છે તેમની સાથે આવી છેતરપીંડી ચલાવી શકાય નહી. તાત્કાલીક અસરથી તપાસપંચ નીમી ને ખોટા બિયારણ જંતુનાશક દવામાં ખેડુતો છેતરાઇ રહ્યા છે તે છેતરાતા બંધ કરવા કડકમાં કડક કાર્યવાહી કરવી જરૂરી બની છે. તો આ બાબતે ગંભીરતાપુર્વક જરૂરી કાર્યવાહી કરવા જાહેર જીવનનાં આગેવાન તરીકે આ પત્રથી રજુઆત કરી રહ્યો છું. તુર્ત જ ખેતીવાડી ખાતા મારફત ગંભીરતા દાખવવામાં આવે તેવી વિનંતી સહ રજુઆત છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/