fbpx
અમરેલી

સાવરકુંડલા નગરપાલિકા સંચાલિત મહુવા રોડ પર આવેલા પંડિત દીનદયાળ ઉપવન ખાતે તમામ નાગરિકો માટે પ્રવેશ નિશુલ્ક કરવામાં આવે તેવું શહેરનાં નાગરિકો ઈચ્છી રહ્યા છે. ખરાં અર્થમાં વૈષ્ણવજનની ભાવના કેળવાય એ પણ જરૂરી છે. 

આ સાવરકુંડલા શહેરમાં  મહુવા રોડ પર આવેલા પંડિત દીનદયાળ ઉપવનમાં પ્રવેશ માટે રૂપિયા પાંચ પ્રવેશ શુલ્ક ચૂકવવી પડે છે. જે શહેરમાં આરોગ્ય ક્ષેત્રે શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિર જેવી હોસ્પિટલમાં તમામ સારવાર દવા ભોજન નિશુલ્ક ઉપલબ્ધ હોય એવા શહેરમાં નાગરિકોએ નગરપાલિકા સંચાલિત પંડિત દિનદયાળ ઉપવન (જનતા બાગ) માં પ્રવેશ કરવા માટે રૂપિયા પાંચ પ્રવેશ ફી ચૂકવવી પડે છે એ વાત પણ ખરેખર કરુણાજનક ગણાય. સામાન્ય રીતે ગુજરાતના મોટાભાગના શહેરોમાં બગીચામાં પ્રવેશ માટે કોઈ પ્રવેશ ફી લેવામાં આવતી નથી એવું સાંભળવા મળે છે, પરંતુ સાવરકુંડલા શહેરમાં આ પંડિત દીનદયાળ ઉપવન અર્થાત્ જનતા બાગમાં પ્રવેશ માટે કર એટલે કે પ્રવેશ ફી ચૂકવવી પડે છે.

તેથી ગરીબ વર્ગના લોકો આ બગીચાનો લાભ લઈ શક્તા નથી. સાવરકુંડલા નગરપાલિકા આ અંગે કશું માનવતાવાદી વલણ અખત્યાર કરીને આ બગીચામાં પ્રવેશ કરવા માટે પ્રવેશ શુલ્ક નાબૂદ કરે તો છેવાડાના શ્રમિક અને ગરીબ વર્ગના લોકો પણ આ બગીચામાં પ્રવેશ કરી પોતાની માનસિક થાક દૂર કરી શકે. માત્ર જરૂર છે સંવદનાની. જો તંત્ર પણ ગરીબો પ્રત્યે કુણું વલણ દાખવી પંડિત દીનદયાળ ઉપવનમાં પ્રવેશ નિશુલ્ક કરે તો ગરીબ વર્ગના લોકો પણ આ જનતા બાગ ખાતે પ્રવેશી આનંદ માણી શકે..સાવરકુંડલા ધારાસભ્ય શ્રી આ સંદર્ભે અંગત રસ લઇને આ સંદર્ભે યોગ્ય કરે એવું ગરીબ અને શ્રમજીવી વર્ગ ઇચ્છી રહ્યો  છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/