fbpx
અમરેલી

પીપાવાવ મરીન પો.સ્ટે. વિસ્તારના વિસળીયા ગામે પુલ પાસેથી લોખંડનો સેન્ટીંગનો સામાન કુલ કિ.રૂ ૨,૦૦,૫૦૦/-ની થયેલ ચોરીનો ભેદ ઉકેલી ગણતરીની કલાકોમાં આરોપીઓને પકડીચોરીમાં ગયેલ તમામ મુદામાલ રિકવર કરી અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરતી મરીન પીપાવાવ પોલીસ

ભાવનગર રેન્જ આઇ.જી.શગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જીલ્લાઓમાં બનતા મિલ્કત સબંધી ગુન્હાઓ ડીટેક્ટક કરવા સુચના આપેલ હોય, જે અન્વયે અમરેલી પોલીસ અધિક્ષક હિમકર સિંહ નાઓએ પો.સ્ટે. વિસ્તારમાં જરૂરી પેટ્રોલીંગ ફરી મિલ્કત સબંધી ગુન્હાઓ કરતા ઇસમો ઉપર વોચ રાખી મિલ્કત સબંધીત ગુન્હાઓ ડીટેક્ટ કરી ચોરીમાં ગયેલ મુદામાલ મુળ માલીકને પરત મળી રહે તે માટે કાયદેસરની કાર્યવાહી કરવા સુચના આપેલ હોય તેમજ સાવરકુંડલા વિભાગ સાવરકુંડલા નાયબ પોલીસ અધિક્ષક એચ.બી.વોરા આપેલ માર્ગદર્શન આપેલ હોય.પીપાવાવ મરીન પો.સ્ટે. વિસ્તારમાં આવેલ વિસળીયા ગામે પુલ પાસે પુલ બનાવવાનો લોખંડનો સેન્ટીંગનો સામાન કુલ કિ.રૂ- ૨૦૦૫૦૦/- ની કોઈ અજાણ્યા ચોરી ઇસમોએ ચોરી કરેલ હોય જે અંગે ફરિયાદી ઈન્દ્રપાલ ગોપીરામ વર્મા ઉ.વ.૪૭ ધંધો,કોન્ટ્રકસન રહે.હાલ.રાજુલા સરસ્વતી સ્કુલની સામે તા.રાજુલા જી.અમરેલી મુળભુના તા.જી.ફતેહાબાદ હરીયાણા વાળાએ પીપાવાવ મરીન પો.સ્ટે.માં આવી ફરિયાદ આપતા પીપાવાવ પો.સ્ટે. પાર્ટ ગુ.ર.ન ૧૧૧૯૩૦૪૫૩૭૨૪૨/૨૦૨૩ IPC કલમ-૩૭૯, મુજબનો ગુન્હો તા-૦૧/૦૯/૨૩ ના ૬.૧૪/૪૫ વાગ્યે રજી. કરવામાં આવેલ હોય જે ગુન્હાની ગંભીરતા સમજી મરીન પીપાવાવ પો.સ્ટે.ના પો.સબ ઇન્સ. શ્રી એ.આર.છોવાળા તથા

મરીન પીપાવાવ પો.સ્ટે.ના પોલીસ સ્ટાફ દ્વારા પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગ ફરી ખાનગી બાતમીદારોને મળી, શકદાર ઇસમોને ચેક કરી, ગણતરીના કલાકોમાં ૦૭ ઈસમોને ચોરીમાં ગયેલ મુદામાલ કુલ કિ.રૂ-૨,૦૦,૫૦૦/-તથા ચોરીના કામે ઉપયોગમાં લીધેલ વાહન ભાવાક બોલેરો જી.નં-GJ-14-2-4008 કિ.રૂ-૧,૫૦,૦૦૦/-સાથે પકડી પાડી અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટક કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

રપકડાયેલ આરોપીઓઃ-

(૧) સવજીભાઈ ઉર્ફે ભુરો આણંદભાઈ શિયાળ ઉવ-૩૧ ધંધો-હિરાઘસવાનો રહે.વિસીયા તા.રાજુલા

(૨) વિલેશભાઇ ભરતભાઇ શિયાળ ઉવ-૨૬ ધંધો-ખેત મજુરી રહે.વિસળીયા તા.રાજુલા જી.અમરેલી

(૩) તુષારભાઇ ભરતભાઇ ભીલ ઉવ-૧૯ ધંધો-ખેત મજુરી રહે.દાતરડી તા.રાજુલા જી.અમરેલી

(૪) જીતુભાઇ ગીગાભાઇ ભીલ ઉવ-૨૪ ધંધો-ખેત મજુરી રહે.દાતરડી તા.રાજુલા

(૫) અજયભાઇ છગનભાઇ ભીલ ઉવ-૧૯ ધંધો-ખેત મજુરી રહે.દાતરડી તા.રાજુલા જી.અમરેલી

(૬) અવિંદભાઇ રામજીભાઇ પીઠવા ઉવ-૪૮ ધંધો-મીસ્ત્રીકામ રહે.નેસવડ શક્તિનગર ગુરૂકુળ સ્કુલ પાછળ તા.મહુવા

(૭) વિપુલભાઈ ભરતભાઈ ભીલ ઉવ-૨૪ ધંધો-ખેત મજુરી રહે.દાતરડી તા.રાજુલા જી.અમરેલી

પકડવાના બાકી આરોપી-

(૧) ભવનભાઇ અરજણભાઇ સરવૈયા રહે.વિસળીયા તા- રાજુલા જી- અમરેલી

મળી આવેલ મુદામાલ –

(૧) લોખંડના બેસ જેક નંગ-૨૭ જેની એકની કિ.રૂ.૬૦૦/- મળી કિ.રૂ.૧૬,૨૦૦/-

(૨) લોખંડના યુ જેક નંગ-૪૧ જેની એકની કિ.રૂ.૯૦૦/- મળી કિ.રૂ.૩૬,૯૦૦/-

(૩) લોખંડની વરટીકલ પાઇપ (કપ્લીન પાઇપ) નંગ-૪૩ એકની કિ.રૂ.૯૦૦/-મળી કિ.રૂ.૩૮,૭૦૦/-

(૪) લોખંડની સી ચેનલ (એગલ) નંગ-૧૪ એકની કી.રૂ.૧૨,૦૦/-મળી કિ.રૂ.૧૬,૮૦૦/-

(૫) લોખંડની સોલ્જર એંગલ નંગ-૨૧ એકની કિ.રૂ.૧૫૦૦/- મળી કિ.રૂ.૩૧,૫૦૦/-

(૬) લોખંડની નાની પ્લેટ (સ્લેબ ભરવાની નાની પ્લેટ) નંગ-૦૭ એકની કિ.રૂ.૧૫૦૦/- મળી કિ.રૂ.૧૦,૫૦૦/-

(૭) લોખંડની મોટી પ્લેટ (સ્લેબ ભરવાની મોટી પ્લેટ) નંગ-૦૭ એકની કિ.રૂ.૨૫૦૦/- મળી કિ.રૂ.૧૭૫૦૦/-

(૮) લોખંડના સ્લીવ એન્ડ બોલ્ટ ( લોખંડના નટબોલ) નંગ-૨૨ એકની કિ.રૂ.૭૦૦/- મળી કિ.રૂ.૧૫,૪૦૦/-

(૯) નાના મોટા જાડા પાતળા લોખંડના સળીયા તથા લોખંડનુ જાડુ પતરૂ તથા લોખંડની ત્રીકોણ આકારની એગલ તથા લોખંડની પાઇપો જે તમામ મળી કિ.રૂ.૧૭,૦૦૦/-છે. જે મળી કુલ કિ.રૂ.૨,૦૦,૫૦૦/-નો પુલ બનાવવા માટેનો
સેન્ટીંગનો સામાન

(૧૦) ચોરીના કામે ઉપયોગમાં લીધેલ વાહન ભાવાહક બોલેરો રજી.નં- GJ 14 Z 4008 કિ.રૂ- ૧,૫૦,૦૦૦/-

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ નાઓની સુચના તથા સાવરકુંડલા વિભાગ સાવરકુંડલા નાયબ પોલીસ અધિક્ષક એચ.બી.વોરા.સા. નાઓએ આપેલ માર્ગદર્શન હેઠળ પીપાવાવ મરીન પો.સ્ટે. ના પો.સબ.ઇન્સ. એ.આર.છોવાળા તથા એ.એસ.આઇ. મનસુખભાઇ મકવાણા તથા હેડ.કોન્સ.વિક્રમભાઇ ડાભી તથા ઘનશ્યામભાઇ જીંજાળા તથા ઇન્દ્રજીતસિંહ ગોહીલ તથા પો.કોન્સ. અજયભાઇ વાઘેલા તથા રામભાઇ મેપાળ તથા ચંપુભાઇ પોપટ વિગેરે પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.

*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/