fbpx
અમરેલી

શ્રી દિલીપભાઈ સંઘાણીએ દીપ પ્રાગટ્ય કરી જાહેર જનતા માટે લાયન્સ મેળાને ખુલ્લો મુક્યો

ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી કૌશિકભાઇ  વેકરીયાએ લાયન્સની સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવી શ્રાવણ માસમાં જન્માષ્ટમીના પવિત્ર પર્વ પર દર વર્ષે લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા લાયન્સ લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) દ્વારા સ્પોન્સર મજેદાર મસાલા ભવ્ય સાંસ્કૃતિક જન્માષ્ટમી લાયન્સ લોકમેળા-૨૦૨૩નું આયોજન નૂતન હાઈસ્કૂલના મેદાનમાં કરવામાં આવેલ છે. જેનો ઉદઘાટન સમારોહ તા.૦૨-૦૯-૨૦૨૩ ને શનિવારે  આયોજીત કરવામાં આવેલ હતો. સમારોહના પ્રારંભે લાયન અશ્વિનભાઈ ડોડીયા દ્વારા લાયન્સ ઘ્વજવંદના કરવામાં આવેલ. પ્રમુખ લાયન કિશોરભાઈ શિરોયાએ શાબ્દિક ઉદબોધન કરી માનવંતા મહેમાનોનું સ્વાગત કરેલ હતું.

ઇફકોના ચેરમેનશ્રી દિલીપભાઈ સંઘાણીએ દીપ પ્રાગટ્ય કરી લોકમેળાને જાહેર જનતા માટે ખુલ્લો મુકેલ હતો અને સામાજિક સમરસતા અને મનોરંજન માટે યોજાયેલ આ લાયન્સ મેળાને શુભેચ્છા પાઠવી હતી. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ ૩૨૩૨-જે ના  પ્રથમ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન રમેશભાઈ રૂપાલા દ્વારા લાયન્સ ધ્વજારોહણ કરેલ.

રિજીયન ચેરપર્સન લાયન મયંકભાઈ ગોસાઈ, સારહિ યુથ ક્લબ ઓફ અમરેલીના પ્રમુખશ્રી મુકેશભાઈ સંઘાણી, લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ ૩૨૩૨-જે ના દ્વિતીય વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન અજયભાઈ શાહ, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઇ વેકરીયાએ પ્રાસંગિક ઉદબોધન કરી તહેવાર અને ભક્તિ પ્રધાન આપણી સામાજિક સંસ્કૃતિમાં લોકમેળાના આયોજન એ વિવિધતામાં એકતાનું પ્રતિબિંબ પ્રદર્શિત કરે છે. લોકમેળાએ લોકજીવનની પરંપરાનું અભિનય અંગ છે, જેમાં આનંદ અને નવીનતાનો અનુભવ કરવા શુભેચ્છાઓ પાઠવી હતી.

અમરેલી જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી રેખાબેન મોવલીયા, લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ ૩૨૩૨- જે ના પૂર્વ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન વસંતભાઈ મોવલીયા, જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરપર્શન શ્રીમતી કંચનબેન જીતુભાઈ ડેર, ગોપાલ ફુડ્સ મજેદાર મસાલાના એમ.ડી. શ્રી સંજયભાઈ વણઝારા, ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ કેબિનેટ લાયન કાંતિભાઈ વઘાસિયા, અમરેલી નગર સેવા સદનના કારોબારી સમિતિના ચેરમેનશ્રી સુરેશભાઈ શેખવા, લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ –  અમરેલીના પ્રમુખશ્રી દિનેશભાઈ ભુવા, પરિવર્તન ટ્રસ્ટના પ્રમુખશ્રી શરદભાઈ ધાનાણી, એક્ઝિક્યુટિવ પી.આર.ઓ. લાયન પરેશભાઈ કાનપરિયા, માઈક્રો કેબિનેટ ઓફિસર લાયન જયેશભાઈ પંડ્યા, લાયન જીતુભાઈ ડેર, લાયન્સ ક્લબ ઓફ મોરબીના પ્રમુખશ્રી કેશુભાઈ દેત્રોજા, લાયન્સ ક્લબ અમરેલી (રોયલ)ના પ્રમુખશ્રી દિવ્યેશભાઈ વેકરીયા, શ્રી મહેન્દ્રભાઈ જાડેજા, શ્રી ભગીરથભાઈ ત્રિવેદી, તુષારભાઈ જોષી, સિવિલ હોસ્પિટલ અમરેલીના નિવૃત્ત રેસીડેન્સીયલ મેડિકલ ઓફિસર ડૉ. એચ. કે. ગોંડલીયા, શ્રી મનસુખભાઈ રૈયાણી વગેરે ઉપસ્થિત રહી જન્માષ્ટમી લાયન્સ લોકમેળા-૨૦૨૩ને શુભેચ્છાઓ પાઠવી સફળતા ઈચ્છી હતી.

અંતમાં આભારવિધિ લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી)ના સેક્રેટરી  લાયન ઋજુલભાઈ ગોંડલીયા દ્વારા કરવામાં આવેલ. સમારોહનું સંચાલન લાયન રાજેશભાઈ માંગરોળીયા દ્વારા કરવામાં આવેલ. આ લાયન્સ લોકમેળાને સફળ બનાવવા લાયન પરેશભાઈ આચાર્ય, લાયન એમ. એમ. પટેલ, લાયન બિમલભાઈ રામદેવપુત્રા, લાયન અશ્વિનભાઈ સંપટ, લાયન ભગવાનભાઈ કાબરીયા, લાયન ભુપતભાઈ ભુવા, લાયન નરેશભાઈ જોગાણી, લાયન સાહસ ઉપાધ્યાય, લાયન જીતુભાઈ પાથર, લાયન રમેશભાઈ ગોલ, લાયન મુસ્તુફા આફ્રિકાવાલા, લાયન મહેશભાઈ એમ પટેલ, લાયન રિધેશભાઈ નાકરાણી, લાયન ડો.વિરલભાઇ ગોયાણી, લાયન ભદ્રશસિંહ પરમાર, લાયન નીતિનભાઈ રાજપરા, લાયન પ્રવિણભાઈ રાઠોડ, લાયન નૈનેશભાઈ સિંધવડ વગેરેએ જહેમત ઉઠાવી હતી તેમ લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી)ની યાદી જણાવે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/