fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં જન્માષ્ટમી પર્વની અનેરી ઉજવણી કરવામાં આવી. શહેરમાં આ જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે ૧૦૮ કાનુડાને વેશભૂષા ધારણ કરેલાં ભૂલકાઓ સંગે ભવ્ય વિશાળ શોભાયાત્રા નીકળી. 

આમ તો ભગવાન શ્રી કૃષ્ણનું સમગ્ર જીવન સંપૂર્ણ સંઘર્ષથી જ ભરપૂર હતું. કેદખાનામાં  જન્મ થયો. સગા માતાપિતાને ત્યજીને એ મેઘલી રાતે પિતા વાસુદેવ સ્યંમ એ ધસમસતા પાણીના પ્રવાહ  વચ્ચેથી પસાર થઈને ગોકૂળ નંદરાયને ઘેર પોતાના વ્હાલસોયા કાળજાના ટુકડાને નંદને સોંપે છે આમ  ત્યારથી શરૂ થયેલો કાનૂડાના સંઘર્ષ પરિત્રાણામ સાધુનાય..વિનાશાય દુષ્કૃતામ.. સજ્જનોની રક્ષા અને દુર્જનોનાં નાશ માટે સતત પ્રયત્નશીલ રહે છે. ધર્મની રક્ષા અને અધર્મનો નાશ એ જ અંતિમ સાર સાથે લોકકલ્યાણના સંદેશ સાથે આ પર્વને ઉજવણીનું હાર્દ છે. 

સાવરકુંડલામાં જન્માષ્ટમી મહોત્સવ પ્રસંગે વિશાળ શોભાયાત્રા નીકળીને હવેલી ખાતે પૂર્ણ થઈ હતી જેમાં ગોવર્ધનનાથજીની હવેલી ખાતે સમગ્ર ટ્રસ્ટી ગણ દ્વારા શોભાયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું. કૃષ્ણજન્મોત્સવ નિમિત્તે ૧૦૮ કાનુડાના વેશપરિધાન કરેલાં ભૂલકાઓને પણ પ્રોત્સાહક ભેટ અર્પણ કરવામાં આવી હતી. આ તકે ઉપસ્થિત અમરેલી જિલ્લા ચેમ્બર ઓફ કોમર્સના મહામંત્રી શ્રી રાજુભાઈ શીંગાળા અને સાવરકુંડલા ડી.વાય.એસ.પી.વોરા સાહેબ. સાવરકુંડલા ટાઉન પી.આઇ. શ્રી સોની સાહેબ સહિતે  ભગવાન શ્રી  કૃષ્ણના દર્શનનો લ્હાવો મેળવી ધન્યતા અનુભવ હતી… પોલીસ વિભાગ દ્વારા પણ આ શોભાયાત્રા દરમિયાન પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/