fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં આજે સવારે સાડા આઠ આસપાસ ઝરમરિયો વરસાદ થયો. જો કે હવે એક સારા વરસાદની જરૂરિયાત છે. સુકાતી મોલાતને જીવનદાન જરૂરી છે. 

હે મેઘરાજા હવે કૃપા કરો.. આજરોજ સાવરકુંડલા શહેરમાં લગભગ સાડા આઠ આસપાસ ઝરમરિયા વરસાદી છાંટણાં થયાં. બીજા  શબ્દોમાં કહીએ તો વરસાદી વાતાવરણ જેવો ડોળ થયો. થોડો ઝરમરિયો પણ થયો. પરંતુ જેવો જોઈએ તેવો વરસાદ હજુ નથી વરસ્યો. છેલ્લા એક માસથી સૂકી ભઠ  ધરતીની પ્યાસ ઝરમરિયાથી ન બુઝાઈ.. સાવરકુંડલા શહેરમાં આજે સવારે થોડીવાર પવન સાથે વાદળો  ધસી આવ્યા. થોડો ઝરમર ઝરમર વરસાદ નોંધાયો પણ જોઈએ તેવો ધોધમાર વરસાદ હજુ પણ સાવરકુંડલા શહેરી વિસ્તારોમાં નથી જોવા મળ્યો.જો કે  વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. પરંતુ ભૂમિપુત્રો ખુશ થાય તેવા  વરસાદથી હજુ પણ સાવરકુંડલા વંચિત છે.સૂકાતી મોલાતને જીવનદાન મળે એવો એક વરસાદ વરસી જાય તો ખેડૂતોને પણ રાહત મળે. જો કે વાતાવરણમાં વાદળો છવાયેલા જોવા મળી રહ્યાં છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/