fbpx
અમરેલી

સૌરાષ્ટ્રની દીકરી વિશ્વા પંડયા એ ગોધરા ખાતે સ્ટેટ જુડો ચેમ્પિયનશીપ માં જીત મેળવી

દામનગર સૌરાષ્ટ્રની દીકરી વિશ્વા પંડયા એ ગોધરા ખાતે સ્ટેટ જુડો ચેમ્પિયનશીપ માં જીત મેળવી.આજના સમયમાં દીકરીઓ ના સેલ્ફ ડિફેન્સની વાતો ઘણી થાય છે પણ આજે પણ વાલીઓ દિકરીઓને ગરબા ક્લાસ કે કુકીંગ ક્લાસમાં કે અન્ય ક્લાસમાં જોડાવવા નો આગ્રહ રાખતા હોય છે ત્યારે ભાવનગર ની દીકરી વિશ્વા પંડયા જેમણે ગોધરા ખાતે સ્ટેટ જુડો ચેમ્પિયનશિપ માં જીત મેળવી અને ભાવનગર અને સૌરાષ્ટ્રનું ગૌરવ વધારવાની સાથે કેટલીય દિકરીઓ માટે તે પ્રેરણા બની છે.વિશ્વા જુડો ની સાથે જ્વેલિયન થ્રો, હેમર થ્રો, સ્કેટિંગ જેવી વિવિધ રમતમાં પણ રસ ધરાવે છે અ

ને કેટલીય રમતોમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ મેળવી ચૂકી છે.તે સ્કાઉટ અને ગાઈડ માં પણ રસ ધરાવે છે અને નેપાળ, શ્રીલંકા અને બાંગ્લાદેશ અને ભારત આ દેશો માટે યોજાયેલા આંતરરાષ્ટ્રીય સેમિનાર નું તે પ્રતિનિધિત્વ પણ કરી ચૂકી છે. તે ભારત દેશની પ્રથમ પર્વતારોહક મિતાલી પ્રસાદ સાથે પણ ડીબેટ કરી ચૂકી છે. વિશ્વા સાતપુડાના જંગલોથી લઈ વિવધ પર્વતોપર સફળતા પૂર્વક ટ્રેક કરી ચૂકી છે.વિશ્વાની આ પ્રેરક સિધ્ધિ માટે શિક્ષણમંત્રી, રાજ્યપાલ શ્રી જાણીતા લેખક ડો.નિમિત્ત ઓઝા અને ભાવનગર ના મહારાજા શ્રી જયવિરસિંહ ગોહીલ અને ગૂજરાત રાજ્યના જુડો એસોસિયેશન ના પ્રેસિડેન્ટ આત્મારામ પટેલ સાહેબ જેવા નામાંકીત અને પ્રતિષ્ઠિત વ્યક્તિઓ આ દીકરીની સિધ્ધિને બિરદાવી ચૂક્યા છે.

વિશ્વાના માતા કલ્યાણીબહેન અને પિતા અનિલભાઈ કહે છે અમને અમારી દીકરી પર અને તેમની સિધ્ધિ પર ગર્વ છે અને અમે આજના સમયમાં દિકરીઓ સેલ્ફડિફેન્સ માટે સક્ષમ બને તે માટે બીજા વાલીઓ પણ આગળ આવી અને દિકરીઓને આ ક્ષેત્રનું મહત્ત્વ સમજાવી આગળ વધવા પ્રોત્સાહિત કરેવિશ્વા પોતાની સફળતાનો શ્રેય પોતાનાં માતાપિતા અને પોતાના ગુરુજનોને આપવાની સાથે કહે છે કે સાચી ક્રાંતિ તો ત્યારેજ આવશે કે ત્યારેજ થસે જ્યારે દેશની દીકરીઓ સુંદરતા કરતા વિષેશ પોતાની જાતને સશક્ત બનાવવા માટે પ્રયત્નશીલ થસે અને પોતાની આત્મરક્ષા કરવા જાતે સક્ષમ બનશે.સૌરાષ્ટ્રની આ દીકરીની સૌર્યતા અને તેમના વિચારોને અને તેમના માતાપિતાની શ્રધ્ધાને દિલથી સલામ છેઆ દીકરી પર તેમની આ ઐતિહાસિક જીત માટે ચારે તરફથી અભીનંદનની વર્ષા થઈ રહી છે ત્યારે દિકરીના સુંદર ભવિષ્ય માટેની દિલથી શુભેચ્છાઓ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/