fbpx
અમરેલી

“લૂંટો ભાઈ લૂંટો” ખેડૂતોને વળતર મળવું જોઈએ તેને બદલે સરકાર વીમા કંપનીઓને ફાયદો કરાવી રહી.

ખેડૂતોને વળતર મળવું જોઈએ તેને બદલે સરકાર વીમા કંપનીઓને ફાયદો કરાવી રહી 

કુદરતી આફતના કારણે દ૨ે વર્ષે ખેતીમાં પાકને મોટું નુકસાન થાય છે. આવી સ્થિતિમાં ખેડૂતોને પાકને થયેલા નુકસાનનું વળતર આપવાની જવાબદારી સરકારની છે. વળતર માટે, કેન્દ્ર અને રાજ્ય સરકારો મળીને કૃષિ બજેટમાં દર વર્ષે લગભગ ૨૦ થી ૨૫ હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરે છે.

તમામ અસરગ્રસ્ત ખેડૂતોને સીધો લાભ મળી શકે તે માટે સરકારે ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક પારદર્શક યોજના બનાવવી. જોઈતી હતી, પરંતુ વળતર આપવા માટે સરકારે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના નામની યોજના બનાવી, જેનો ફાયદો ખેડૂતોને નહીં, પરંતુ વીમા કંપનીઓને થઈ રહ્યો છે. જે કંપનીઓને ખેતી સાથે કોઈ સંબંધ નથી, એવી કંપનીઓને માત્ર વળતરની વહેંચણી માટે જ મોટો લાભ આપવામાં આવી રહ્યો છે. ખેડૂતોના હક્ક પાક વીમા કંપનીઓને સોંપવામાં આવી રહ્યા છે.

પાક વીમા યોજના હેઠળ વળતર આપવા માટે, ૭ વર્ષમાં ખેડૂતોના રૂ. ૨૮૮૪૭ કરોડ મળીને, કેન્દ્ર અને રાજય સરકારોએ એક લાખ છઠ્ઠું હજાર ૨૨૮ કરોડ રૂપિયા વીમા કંપનીઓને સોંપ્યા, જેમાં સ્વીકૃત દાવાઓ મુજબ, ખેડૂતોને ૧ લાખ ૩૬ હજા૨ ૧૫૪ કરોડ રૂપિયા વળતર આપવામાં આવ્યું. પાક વીમા કંપનીઓને માત્ર વળતરની વહેંચણી માટે ૭ વર્ષમાં વચેટિયાઓને ૬૦ હજાર ૭૩ કરોડ રૂપિયા મળ્યા છે.

આ વર્ષોમાં ૪૬.૯૨ કરોડ ખેડૂતો પાક વીમા યોજનામાં જોડાયા. જેમાંથી માત્ર ૧૨.૯૮ કરોડ ખેડૂતોને જ વળતર મળ્યું છે. આમાં કરોડો ખેડૂતોને બહુ ઓછું વળતર મળ્યું. ૩૩.૯૪ કરોડ ખેડૂતોને તો કશું જ મળ્યું નથી. ઉલટાનું આ ખેડૂતોને દર વર્ષે જમા કરવામાં આવતી વીમા ડિપોઝીટની ખોટ સહન કરવી પડે છે.

પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ૨૦૧૬માં શરૂ કરવામાં આવી છે. ૨૦૧૬-૧૭થી ૨૦૨૨-૨૩ સુધીના ઉપલબ્ધ સરકારી આંકડાઓ સ્પષ્ટ કરે છે કે, પાક વીમા કંપનીઓએ દર વર્ષે ૮ થી ૧૦ હજાર કરોડ રૂપિયાના હિસાબે, ૭ વર્ષમાં ૬૦ હજાર કરોડ રૂપિયા લૂંટ્યા છે. મહારાષ્ટ્રમાંથી ૧૨૪૮૪ કરોડ રૂપિયા, રાજસ્થાનમાંથી ૧૦૫૨૪ કરોડ રૂપિયા, મધ્ય પ્રદેશમાંથી ૯૭૭૭ કરોડ રૂપિયા અને ગુજરાતમાંથી ૬૬૨૮ કરોડ રૂપિયા લૂંટવામાં આવ્યા છે.એવું લાગે છે કે આ મોટી લૂંટ  માટે પાક વીમા કંપની ખેડૂત મતદારો ને પ્રભાવિત કરવાના હેતુ થી ચૂંટણી માં સરકાર ને ફાયદો 

પહોંચાડવાનું કામ કરે છે. વળતરની વહેંચણી ચૂંટણીનાં વર્ષોમાં જ થાય છે. મધ્ય પ્રદેશમાં વર્ષ ૨૦૧૭-૧૮માં ૫૮૯૪ કરોડ રૂપિયા, વર્ષ ૨૦૧૯ ૨૦માં ૫૮૧૨ કરોડ રૂપિયા અને વર્ષ ૨૦૨૦-૨૧માં ૭૭૯૧ કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવ્યું છે, જે આ વર્ષોમાં કંપનીઓને મળેલા વીમા કરતાં વધુ છે. મધ્ય પ્રદેશમાં નવેમ્બર ૨૦૧૮માં વિધાનસભાની ચૂંટણી, મે ૨૦૧૯માં લોકસભાની ચૂંટણી અને નવેમ્બર ૨૦૨૦માં ૨૮ બેઠકો પર વિધાનસભાની પેટાચૂંટણી યોજાઈ હતી.

જ્યારે મધ્ય પ્રદેશમાં કંપનીઓને કુલ ૬ વર્ષમાં ૩૫,૫૦૬ કરોડ રૂપિયાનો વીમો મળ્યો છે. તેમાંથી ૨૫,૭૨૯ કરોડ રૂપિયા ખેડૂતોને વળતર તરીકે આપવામાં આવ્યા હતા અને ૯,૭૭૭ કરોડ રૂપિયા કંપનીઓ દ્વારા લૂંટવામાં આવ્યા હતા. આનો અર્થ એવો પણ થાય છે કે અન્ય વર્ષોમાં મળતું વળતર નહિવત હતું.

હવે મહારાષ્ટ્ર સરકાર એક રૂપિયામાં પાક વીમા યોજના શરૂ કરી રહી છે. આમાં ભલે ખેડૂતોનો ફાયદો દેખાઈ રહ્યો હોય, પણ અહીં ખેડૂતોનો વીમા-હતો, કૃષિ બજેટમાં કાપ મૂક્યા પછી જ કંપનીઓને આપવાનો છે. આથી ખેડૂતોને પણ આખરે નુકસાન થશે. સરકાર ભલે દાવો કરે કે, તે ખેડૂતોને લૂંટનારા હટાવવા માગે છે, પણ સરકારે પોતે જ કોર્પોરેટ દલાલો પેદા કર્યા છે. જે ફક્ત વળતર વહેંચવા માટે દર વર્ષે ૧૦ હજાર કરોડ રૂપિયા કમાય છે. આ લૂંટમાં પણ ખાનગી કંપનીઓ અગ્રસર છે. પંજાબ, બિહાર અને પશ્ચિમ બંગાળ રાજ્યએ પહેલેથી જ પોતાને આ યોજનાથી બહાર રાખ્યાં છે. હવે દાવાઓની ઓછી ચૂકવણીને કારણે આંધ્ર પ્રદેશ, ગુજરાત, તેલંગાણા અને ઝારખંડે પણ આ યોજના બંધ કરી છે.

સરકારની ખેડૂત વિરોધી નીતિઓને કારણે પહેલાથી જ ખેતીમાં ખેડૂતોનું શોષણ થઈ રહ્યું છે. સરકારે પાકના વાજબી ભાવ આપવા અને ખેતપેદાશના ખર્ચમાં કંપનીઓ દ્વારા થતી લૂંટ અટકાવવા માટે કોઈ પગલાં લીધાં નથી, પરંતુ ઉદ્યોગપતિઓ અને વેપારીઓને ખેડૂતોનું શોષણ કરવા માટે મોકળું મેદાન આપવામાં આવ્યું છે. અને હવે કેન્દ્ર સરકાર કુદરતી આફતોમાં નુકસાનની ભરપાઈ કરવાનું કામ કંપનીઓને સોંપીને વીમા કંપનીઓને ફાયદો કરાવી રહી છે.બજેટ નો મોટો હિસ્સો મળે અને ખેડૂતો ને નુકશાન સહન કરવું પડે છે વળતર વહેંચણી માટે. વીમા કંપની ઓને એજન્ટ બનાવવા ને બદલે જો કૃષિ વિભાગ ની મદદ થી સીધી પદ્ધતિ અપનાવાય હોત તો દેશ ના ખેડૂતો ને ૬૦.૦૦૦ કરોડ રૂપિયા વધુ મળી શક્યા હોત જો કે તે માટે કૃષિ વિભાગ માં ચાલતો ભ્રષ્ટાચાર દૂર કરવો પડે સૌજન્ય વિવેકાનંદ માથન (સપ્રેસ) અનુ

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/