fbpx
અમરેલી

શ્રાવણ માસના અંતિમ દિવસ અર્થાત ભાદરવી અમાસના રોજ સાવરકુંડલા શહેરમાં પ્રાતઃકાળથી ભારતીય સંસ્કૃતિની પરંપરા મુજબ લોકો પિતૃતર્પણ અર્થે પીપળાના વૃક્ષને પૂજન અર્ચન દીપ-ધૂપ અને જળ અર્પણ કરતાં જોવા મળેલ.

આજે શ્રાવણ માસનો અંતિમ દિવસ એટલે કે ભાદરવી અમાસ. આજરોજ સાવરકુંડલા શહેરમાં વહેલી સવારથી જ પિતૃતર્પણ અર્થે પીપળે પૂજન અર્ચન,દીપ – ધૂપ અને જળ અર્પણ કરવામાં આવી રહ્યું છે. ભારતીય સંસ્કૃતિમાં પણ આ પિતૃતર્પણનો ઉલ્લેખ હોય ઘણા લોકો તો જુનાગઢ દામોદર કુંડ તથા પ્રાંચી ખાતે પણ પિતૃતર્પણ અર્થે પૂજન અર્ચન કરવા જાય છે. આમ તો આ અમાવસ્યાના દિવસે કરેલું દાન દક્ષિણાનું કાર્ય જીવનમાં સારા ફળ આપતું હોય તેવી માન્યતા હોય લોકો આજે દાન દક્ષિણા પણ સાધુ બ્રાહ્મણોને હરખથી આપતાં જોવા મળે છે. તો કોઈ વળી ગાય, કૂતરા જેવાં અબોલ પ્રાણીઓને ધાસચારો કે સુખડી લાડવા ખવરાવતાં જોવા મળે છે એકંદરે શ્રાવણ માસ દરમ્યાન વ્રત ઉપવાસ કે એકટાણાં કરનારા ભાવિકો પણ આજરોજ દાન પુણ્ય કરતાં જોવા મળે છે. આવતીકાલથી ભાદરવાનો પ્રારંભ થશે..

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/