fbpx
અમરેલી

અમરેલી સીટી પો.સ્ટે. ના બે ઘરફોડ ચોરીઓના ગુનાઓમાં નાસતા ફરતા લીસ્ટેડ મહિલા આરોપીને ચોરીમાં ગયેલ કુલ કિં.રૂ.૧,૩૮,૨૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડતી અમરેલી એલ.સી.બી.

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી ગૌતમ પરમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા

અનીટેક્ટ ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓએ જીલ્લામાં મિલ્કત સબંધી વણશોધાયેલા ગુન્હાઓ શોધી કાઢી, આવા ગુન્હેગારો પકડી પાડી, ચોરીમાં ગયેલ પુરેપુરો મુદ્દામાલ રીકવર કરી, મુળ માલિક ને પરત મળી રહે તે મુજબ અસરકારક કામગીરી કરવા અમરેલી એલ.સી.બી. ટીમને માર્ગદર્શન આપેલ હોય,

જે અન્વયે અમરેલી એલ.સી.બી. પો.ઇન્સ.શ્રી એ.એમ.પટેલ નાઓની રાહબરી હેઠળ એલ.સી.બી. ટીમ દ્વારા અમરેલી સીટી પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૩૨૩૦૩૫૨/૨૦૨૩, આઇ.પી.સી. કલમ ૪૫૪, ૩૮૦ મુજબ તેમજ અમરેલી સીટી પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૩૨૩૦૩૬૬/૨૦૨૩, આઇ.પી.સી. કલમ ૪૫૪, ૪૫૭, ૩૮૦ મુજબના ગુનાઓના મહિલા આરોપી છેલ્લા ત્રણ માસથી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે ચોરીના મુદ્દામાલ સાથે નાસતા ફરતા હોય, તેમજ મજકુર મહિલા આરોપીનું નામ. કોર્ટમાંથી સી.આર.પી.સી. કલમ ૭૦ મુજબના વોરંટ ઇસ્યુ થયેલ હોય, મજકુર લીસ્ટેડ મહિલા આરોપીને ટેક્નીકલ સોર્સ અને બાતમી હકિકત આધારે આજ રોજ તા.૧૩/૦૯/૨૦૨૩ નાં રોજ પકડી પાડી, ચોરીમાં ગયેલ સોનાના દાગીનામાંથી બનાવેલ સોનાનો ઢાળીયો રીકવર કરી, પકડાયેલ મહિલા આરોપી તથા મુદ્દામાલ આગળની કાર્યવાહી થવા અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

પકડાયેલ આરોપીની વિગતઃ-

મનિષાબેન વા/ઓ. મુકેશભાઇ દિનેશભાઇ વાઘેલા, ઉ.વ.૨૫, રહે.મૂળ મહુવા, રેલ્વે સ્ટેશન, વીટીનગર, ખુલ્લા મેદાનમાં, તા.મહુવા, જિ.ભાવનગર, હાલ રહે,અમરેલી, લાઠી રોડ, ગુરૂદત્ત પેટ્રોલ પંપ પાસે, ફુટપાથ ઉપર, તા.જિ.અમરેલી

રીકવર કરેલ મુદ્દામાલઃ-

બે સોનાના ઢાળીયા, વજન ૨૫.૧૦ ગ્રામ કુલ કિં.રૂ.૧,૮૩,૨૦૦/- નો મુદ્દામાલ.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઈ.શ્રી એમ.બી.ગોહિલ તથા એ.એસ.આઇ. મહેશભાઇ સરવૈયા, ભગવાનભાઇ ભીલ, તથા પો.હેડ કોન્સ. કિશનભાઇ આસોદરીયા, નિકુલસિંહ રાઠોડ, તુષારભાઈ પાંચાણી, દયાબેન જસાણી તથા પો.કોન્સ. ઉદયભાઇ મેણીયા, રાહુલભાઈ ઢાપા, હરેશભાઈ કુંવારદાસ દ્વારા કરવામાં આવેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/