fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી શા. વી . દોશી ગર્લ્સ હાઇસ્કુલની વિદ્યાર્થીનીઓનો જિલ્લા કક્ષાએ એથ્લેટિક્સ રમતોમાં ભારે દબદબો.શાળાની પાંચ વિદ્યાર્થીનીઓ રાજ્ય કક્ષાએ રમવા જશે. 

ગતરોજ તારીખ ૧૫-૯-૨૦૨૩ ના રોજ જિલ્લા એથ્લેટિક્સ સ્પર્ધા વિદ્યાસભા સંકુલ અમરેલી મુકામે યોજાઇ હતી જેમાં સાવરકુંડલા શહેરની નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી શા. વી. દોશી સ્કૂલની વિદ્યાર્થીનીઓએ જુદી જુદી રમતોમાં નંબર પ્રાપ્ત કરી શાળાનું નામ રોશન કર્યું હતું.

જેમાં (૧) ડાભી હર્ષિતા – ૩૦૦૦ મીટર જલદ ચાલ – પ્રથમ નંબર

(૨) પરમાર ચંદ્રિકા – ૪૦૦ મીટર દોડ – પ્રથમ

(૩) ઉનાવા માનસી – ૪૦૦ મીટર હર્ડલ દોડ – પ્રથમ

(૪) ટોટા રક્ષિકા – ઊંચી કુદ – પ્રથમ

(૫) મેર તુલસી – ૧૦૦ મીટર હર્ડલ – પ્રથમ

(૬) ગીડ કેયુરી – ૨૦૦ મીટર દોડ – તૃતીય

(૭) ઝાંખરા જૈનબ – ૪૦૦ મીટર – ચતુર્થ

ઉપરોક્ત નંબર પ્રાપ્ત કરી આ શાળાની પાંચ વિદ્યાર્થીની બહેનો રાજ્યકક્ષાએ ભાગ લેવા જશે ત્યારે ચોતરફથી આવી ઝળહળી સિધ્ધિ પ્રાપ્ત કરવા બદલ અભિનંદનની વર્ષા થઈ રહી છે અને શાળાના આચાર્ય શ્રી ઉષાબેન તેરૈયા તેમજ વ્યાયામ શિક્ષિકા દેવીબેન રાઠોડ અને શાળા પરિવાર તેમજ ટ્રસ્ટી મંડળ દ્વારા વિદ્યાર્થીની બહેનોને અભિનંદન પાઠવી ઉતરોતર શાળાનું નામ રોશન કરે અને પ્રગતિ કરે તેવી શુભેચ્છા પણ પાઠવવામાં આવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/