fbpx
અમરેલી

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમરેલી સંચાલિતતમામ  પ્રાથમિક શાળાઓનું સૌ પ્રથમ વાર ગણિત વિજ્ઞાન પ્રદર્શન-2023  યોજાશે  

  અમરેલી શહેરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અમરેલી દ્વારા હર હમેશ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કાર્યરત રહે છે.જેમાં અમરેલીમાં સૌ પ્રથમ વાર  વિદ્યાર્થીઓ માં ગણિત/વિજ્ઞાન પ્રત્યે રૂચી વધે એ માટે કાર્યક્રમ “મૈ ભી વૈજ્ઞાનિક” કાર્યકમ લોન્ચ કરવામાં આવ્યો,પ્રથમ વખત મૈ ભી વૈજ્ઞાનિક અંતર્ગત  સૌ પ્રથમ વાર બાળકો જાતે પ્રયોગ કરી શકે એવી ગણિત/વિજ્ઞાન લેબની શરૂઆત કરવામાં આવી,વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય વિજ્ઞાન પ્રત્યે જાગૃત બને,ગણિત જેવા વિષયોમાં કૌશલ્ય કેળવી ગણિત વિજ્ઞાન વિષય રસપ્રદ બની રહે તેમજ વિદ્યાર્થીઓ આવતી કાલના ભારતના વિકાસ માટે અત્યારથી જ વૈજ્ઞાનિક મુલ્યો તેમજ નવીન પ્રવાહોથી વાકેફ થાય,નવી શોધ નવા વિચાર થી જન્મે આ વાક્યને સાર્થક વિદ્યાર્થીઓના સક્રિય ભાગીદારી થી શક્ય બનાવવા   વર્ષ-2023 માં  સૌ પ્રથમ વાર સમિતિ હસ્તકની તમામ શાળાઓનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન-2023 એટલે “મૈ ભી વૈજ્ઞાનિક” તારીખ-18/9/2023ના રોજ “શ્રી પટેલ વિદ્યાર્થી આશ્રમ સંચાલિત અનુદાનિત ગર્લ્સ પ્રાથમિક શાળા-અમરેલી ખાતે આયોજિત થવા જઈ રહ્યો છે,જેમાં સમિતિની શાળાઓના વિદ્યાર્થીઓ દ્વારા 50 જેટલી કૃતિઓ રજુ કરવામાં આવશે,જે સવારે 10:30 થી 5:00 કલાક સુધી શરૂ રહેશે જેથી અન્ય શાળાઓના તમામ શાળાઓના શિક્ષક-વિદ્યાર્થીઓ ગણિત વિજ્ઞાન પ્રદર્શન નિહાળવાનો લાભ લઇ શકશે.આ ગણિત વિજ્ઞાન પ્રદર્શનનું  સમાપન 3:00 કલાકે અમર ડેરી ના વાઈસ ચેરમેન માન.શ્રી મુકેશભાઈ સંઘાણીના અધ્યક્ષ સ્થાને રાખવામાં આવેલ છે,જેમા મુખ્ય મહેમાનપદે ,નગર પાલિકાના નવનિયુક્ત પ્રમુખશ્રી બીપીનભાઈ લીંબાણી,અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી રાજેશભાઈ કાબરીયા,જિલ્લા શિક્ષણાધિકારી શ્રી કે.વી મિયાણી અમરેલી શહેર ભાજપ પ્રમુખ ભાવેશભાઈ સોઢા,નગર પાલિકાના ઉપ પ્રમુખ શ્રી બીનાબેન કાલેણા,નગર પાલિકા કારોબારી ચેરમેનશ્રી  મનીષભાઈ ધરજીયા, નગર પાલિકા શાસકપક્ષના નેતા શ્રીમતી શીતલબેન ઠાકર,નગર પાલિકા દંડક શ્રી દીલાભાઈ વાળાના હસ્તે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવશે

આ ઉપરાંત આ  સમારોહમાં ડૉ.ખુંટ સાહેબ,અમીનભાઈ હોથ,રફીકભાઈ,કાદરભાઈ ને મળી આવેલ 5 નિરાધાર બાળકોને માન.શ્રી મુકેશભાઈ સંઘાણીના હસ્તે શાળા પ્રવેશ આપવામાં આવશે.આ કાર્યક્રમને સફળ બનાવવા ચેરમેનશ્રી તુષાર જોષી,વાઈસ ચેરમેનશ્રી,દામજી ગોલ,શાસનાધિકારીશ્રી આશિષભાઈ જોષી,આચાર્યશ્રીઓ,ગણિત-વિજ્ઞાન શિક્ષક્શ્રીઓ જહેમત ઉઠાવી રહ્યા છે. તેમ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ-અમરેલીની યાદી જણાવે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/