fbpx
અમરેલી

અમરેલીના બાલભવનમાં લોકસાહિત્ય સેતુની નિયમિત બેઠક મળી.. કલાકારોએ લોકગીત, ભજન,દુહા છંદની રમઝટ બોલાવી અને વાતાવરણમાં ચાર ચાંદ લગાવી દીધા.. આ પ્રસંગે સમાજના મૂક સેવક શ્રી એમ.કે,સાવલીયાનુ ભવ્યાતિભવ્ય સન્માન પણ કરવામાં આવેલ. 

પરમ પૂજ્ય મોરારીબાપુના  રૂડા આશીર્વાદથી સ્થપાયેલ લોકસાહિત્ય સેતુની ૧૧૧ મી નિયમિત બેઠક બાલભવનના વિશાળ પ્રાર્થના હોલમા યોજાયેલ. પ્રારંભમા લોકસાહિત્ય સેતુના પ્રમુખ મહેન્દ્રભાઈ જોષીએ પધારેલ સર્વ આદરણીય સદસ્યશ્રીઓ ભાઈઓ બહેનોનુ  શાબ્દિક સ્વાગત કરી આ બેઠકનો વિગતે પરિચય આપ્યો.

આ બેઠકમાં સર્વશ્રી રમેશભાઈ જાદવ, કેવિનભાઈ રોકડ, કુ.તનાક્ષી જાદવ, મંગળાબેન ચાવડા,ચંદ્રકાંતભાઈ બારોટ, ઉર્વશીબેન બારોટ, કુ.રિયાબેન  વાઘેલા,લખુભાઈ આયર,જેવા કલાકારોએ પોતપોતાની આગવી શૈલીમાં લોકસાહિત્યમાં વર્ષાઋતુ વિષય પરત્વે દુહા છંદ લોકગીત ભવ્ય રીતે રજૂ કર્યા. તબલા ઉપર શ્રી કનુભાઈ સોલંકીએ ભારે સંગત આપી. અમરેલી જિલ્લાના સેવારત્ન શ્રી એમ.કે. સાવલીયાની સમાજસેવાની નોંધ લઇ લોકસાહિત્ય સેતુ દ્વારા શાલ,પુસ્તક ,રક્ષાપોટલીથી તરુબેન,સોનલબેન ત્રિવેદી,ઉર્વશીબેન બારોટ દ્વારા સન્માન  કરવામા આવ્યુ.ડો.પ્રતાપભાઈ પંડ્યાના સુપુત્રી મનિષાબેન પંડ્યાના સૌજન્યથી પુસ્તક અને શાલથી ભવ્યાતિભવ્ય સન્માન કરવામાં આવ્યું .વરસડા દરબાર શ્રી દેવકુભાઈ વાળા , અમરેલી નિવાસી શ્રી એલ.ડી ચાવડા સાહેબ અને મંગળાબેન,  ડોક્ટર જીવરાજ મહેતા સ્મારક ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મોટાભાઈ સંવટના શુભેચ્છા સંદેશનું વાંચન કરવામાં આવ્યું. આજની બેઠકમા શ્રી  મહિપતભાઈ ભટ્ટ ,પ્રખર જ્યોતિષી શ્રી રજનીભાઈ ભટ્ટ, નારણભાઈ ડોબરીયા  શ્રી સોનલબેન ત્રિવેદી ,શ્રી બિંદુબેન ત્રિવેદી (જુનાગઢ )શ્રી હંસાબેન પંડ્યા , શ્રી ભાગવતાચાર્ય પરમ વિદ્વાન  પૂજ્ય દેવેન્દ્રદાદા શાસ્ત્રી, દેવકુભાઈ વાળા,પંકજભાઈ જોષી,તરુબેન પાઠક,અરવિંદભાઈ દવે,સમેત વિશાળ સંખ્યામાં ભાવકો ઉપસ્થિત રહ્યા અને મોજમાણી બાલ ભવનના ચેરમેન આદરણીય શ્રી હેમેન્દ્રભાઈ મહેતા ,મુખ્ય ટ્રસ્ટી શ્રી જવાહરભાઈ મહેતા, નારણભાઈ ડોબરીયા તેમજ મોટાભાઈ સંવટ કાર્યક્રમથી સંતોષ વ્યક્ત કરી અભિનંદન આપ્યા.મીતભાષી અને મીષ્ટભાષીશ્રી એમ.કે.સાવલિયાએ લોકસાહિત્ય સેતુની ચાલતી પ્રવૃત્તિઓથી સંતોષ પામી મુક્ત કંઠે પ્રસંશા કરી સન્માનનો પ્રતિભાવ આપ્યો.આજ સંસ્થાનો વા.દિવસકાર્યક્રમના અંતે મહામંત્રી શ્રી ગોરધનભાઈ સુરાણી,નારણભાઇ ડોબરિયા અને મહેમાન મહાનુભાવોના વરદ હસ્તે તમામ કલાકારોને  મોમેન્ટ અર્પણ કરી સન્માનથી વા.દિનની ઉજવણી કરી. મોમેન્ટોનુ સૌજન્ય “શિતલ આઇસ્ક્રીમ” ના માલીક,કલાકાર પ્રેમી શ્રી ભુપતભાઈ ભુવા પરિવાર તરફથી મળેલ છે.સંસ્થાના ઉપપ્રમુખ ગોવિંદભાઈ ગોંડલીયાએ  આજના અતિથીનો પરિચય તથા આભારદર્શન મહામંત્રી ગોરધનભાઈ સુરાણીએ પોતાની આગવી શૈલીમાં  કર્યું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/