fbpx
અમરેલી

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં સર્વોદય સરસ્વતી મંદિર ,બાબાપુર સંચાલિત શ્રી જનતા વિદ્યાલય, તાતણિયામાં ખૂબ જ ધામધૂમથી અને એકદમ અનોખી રીતે ૭૭મો સ્વાતંત્ર્ય દિન ઉજવાયો હતો.

આ કાર્યક્રમ જનતા વિદ્યાલય-તાતણિયા, પ્રાથમિક શાળા- તાતણિયા અને તાતણિયા ગ્રામ પંચાયતના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ. સૌપ્રથમ ગામના પ્રથમ નાગરિક શ્રી રાજુભાઇ જાલુભાઈ ભમ્મરના હાથે ધ્વજવંદન થયેલ.ત્યારબાદ બંને શાળાઓના કુલ ૧૫૦ જેટલા વિદ્યાર્થીઓએ સુંદર મજાની કૃતિઓ રજૂ કરીને ગ્રામજનોમાં દેશભક્તિની ભાવના પ્રજ્વલિત કરેલ. આ તકે ગ્રામજનોએ બાળકોની કૃતિઓને વધાવતાં કુલ ૧૨૧૬૦ રૂપિયા બાળકોને શુભેચ્છા ભેટમાં આપેલ. 

    આ તકે સુરતથી દર વર્ષે ઈનામ મોકલતાં અમારા દાતા શ્રી બાલુભાઈ લવજીભાઈ પૂંભડિયા અને પરિવાર દ્વારા ધોરણ -૧ થી ૧૨માં એક થી ત્રણ નંબરે આવનાર તેજસ્વી તારલાઓ સુંદર મજાની વોટરબેગ, પેન અને ફોલ્ડર ફાઈલ આપીને સન્માન્યા હતાં. આ બદલ શાળા પરિવાર વતી તેમનાં ભાઈ શ્રી ઝવેરભાઈ લવજીભાઈ પૂંભડિયાનું શાલ અને કાર્ડથી સન્માન કરવામાં આવેલ.

  આ દિવસે શાળાના ત્રણ વિદ્યાર્થીઓનો જન્મદિવસ હોઈ  પિતાશ્રી દાણીધારિયા જસ્મિત યોગીદાસભાઈ ,  દાણીધારિયા જૈમીન યોગીદાસભાઈએ સમગ્ર શાળાના વિદ્યાર્થીઓનું મોં પીપરમેન્ટથી મીઠું કરાવેલ. શાળાએ આ ત્રણેય વિદ્યાર્થીઓને ગ્રીટિંગ કાર્ડ, પેન સાથે શુભાશિષ આપેલ. આ તકે શાળામાં  ચાર અનાવરણ કરવામાં આવેલ. જેમાં હેંગીંગ લાઈબ્રેરીનું ઉદ્ઘાટન  લાસા અને ઉમરીયા ગામનાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને આગેવાનો દ્વારા, કરુણા કલબ પુસ્તકલાયનું ઉદ્ઘાટન ગિદરડી અને ધાવડિયાનાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને આગેવાનો દ્વારા, સ્માર્ટ પ્રોજેક્ટર રૂમનું ઉદ્ઘાટન પીપળવા અને ભાણિયા ગામનાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને આગેવાનો દ્વારા અને સ્પર્ધાત્મક પુસ્તકાલયનું ઉદ્ઘાટન તાતણિયા ગામનાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને આગેવાનો દ્વારા કોડિયાં પ્રગટાવીને કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં તાજેતરમાં આર્મીમાં જોડાયેલ આ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી ટાપણિયા રાજભાઈનું શાળા વતી સમગ્ર સ્ટાફે શાલ અને કાર્ડથી સન્માન કરેલ. 

     આ વર્ષથી આ શાળાના શિક્ષક શ્રી મનીષભાઈ અનંતરાય પરીખ તરફથી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨માં પ્રથમ આવનાર વિદ્યાર્થીનીઓ સરવૈયા પ્રિયાંશીબેન યોગેશભાઈ અને ટાપણિયા અર્ચિતાબેન ભરતભાઈનું ગોલ્ડમેડલ આપી સન્માન કરાયેલ. તેમના આ ઉમદા વિચાર બદલ સમસ્ત ગ્રામજનોએ શ્રી મનીષભાઈ અનંતરાય પરીખનું શાલ ઓઢાડી અને કાર્ડ આપીને સન્માન કરેલ.બંને શાળાઓના સ્ટાફની મહેનતને બિરદાવવા ધોરણ-૧૧ની દીકરીઓએ પ્રાથમિક શાળાના શિક્ષિકા બહેનોશ્રીનું સમગ્ર શાળા વતી કાર્ડ આપીને સન્માન કરેલ તથા ધોરણ-૮ની બહેનોએ સમગ્ર સ્ટાફ વતી શ્રી રશ્મિબેન ભરતભાઇ પંડિતનું કાર્ડ આપી સન્માન કર્યું હતું.આ સાથે જ મારી માટી મારી દેશ અંતર્ગત હાજર રહેલા ગ્રામજનોને શાળા પરિવાર વતી પંચ પ્રાણ સંકલ્પ લેવારવવામાં આવેલ અને શહીદ સ્મારકનું અનાવરણ કરવામા આવેલ.આ તકે શાળા દ્વારા તમામ બાળકો અને હાજર રહેલા તમામ પ્રેક્ષકો, મહેમાનો અને વાલીઓનું મોં મીઠું કરાવવામાં આવેલ. 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/