fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં ભાજપ પક્ષ દ્વારા 11તાલુકા પંચાયત 1જિલ્લા પંચાયતની 5 નગરપાલિકામાં એક પણ જગ્યાએ ક્ષત્રિય સમાજને પ્રમુખ પદ ન આપી અને હળહળતોઅન્યાય કર્યા છે શ્રી ટીકુભાઈ વરૂ

અમરેલી જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના પૂર્વ ચેરમેન અને કોંગ્રેસ અગ્રણી અને કાઠી સમાજના તરવૈયા યુવાન શ્રી ટીકુભાઈ વરૂ એએક નિવેદનમાં જણાવ્યું છે કે સરદાર પટેલની એક હાકલ ઉપર અખંડ ભારતના નિર્માણ માટે 562 રજવાડાઓ અર્પણ કરતા ક્ષત્રિય સમાજને વર્તમાન સમયમાં ભાજપ પક્ષ દ્વારા અમરેલી જિલ્લામાં ક્ષત્રિયસમાજને 11તાલુકા પંચાયત 1 જિલ્લા પંચાયત 5 નગરપાલિકામાં પ્રમુખ નો હોદ્દો ન આપીને અન્યાય કરેલ છે*

*અમરેલી જિલ્લામાં ક્ષત્રિય સમાજને દરેક ચૂંટણીમાં ભાજપ તરફી મતદાન કરતો હોય છે અને 85% ટકા થી વધુ ભાજપ પક્ષ સાથે જોડાયેલો હોય છે થોડા દિવસ પહેલા ક્ષત્રિય સમાજનું એક પ્રતિનિધિ મંડળ પણ સ્થાનિક ભાજપના આગેવાનોને સતા માં ભાગીદાર બનાવવા માટે રજૂઆત કરવા ગયેલ પણ કોઈ પણ નેતાઓએ આ મુદ્દો ધ્યાન ઉપર લીધેલો નથી ત્યારે આગામી સમયમાં ક્ષત્રિય સમાજ એક થઈ અને લોકસભાની ચૂંટણીમાં ભાજપને આનો જડબાતોડ જવાબ દેવાનો સમય આવી ગયો છે*

*અને ભૂતકાળમાં પણ અમરેલી જિલ્લાના ક્ષત્રિયસમાજને સરકાર દ્વારા અનેક આગેવાનોને કાયદા કાનૂન અને અધિકારીઓનો અને પોલીસ નો સામનો કરવો પડ્યો છે તે સમાજ સારી રીતે જાણે છે અને અનેક ક્ષત્રિય યુવાનોને કેસમાં ખોટી રીતે ફીટ કરી દેવામાં આવ્યા હતા અને હજુ હેમુબા કેસમાં કોઈ ન્યાય મળીયો નથી જ્યારે જ્યારે ક્ષત્રિય સમાજનો ઉપયોગ કરવાનો હોય ત્યારે ભાજપ ઉપયોગ કરી લેશે અને બાદમાં કોઈપણ ક્ષત્રિય સમાજનું કામ કરતા નથી અત્યારે પણ સમાજના અનેક આગેવાનો ખોટી રીતે કાયદા કાનૂન માં ગૂંચવણા માં ફસાવેલા છે ત્યારે સમાજ એક વિચારવાનો પણ સમય પાકી ચૂક્યો છે*

*વધું માં જણાવ્યું છું કે જ્યારે 2015 ની અંદર કોંગ્રેસની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની નગરપાલિકા ની ચૂંટણીઓમાં કોંગ્રેસ પક્ષનો વિજય થયો ત્યારે કોંગ્રેસે નીચેના ક્ષત્રિય સમાજ અને સ્થાન આપ્યું હતું બાબરા નગરપાલિકાના પ્રમુખ તરીકે વનરાજભાઈ વાળા બાબરા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે દિલીપભાઈ ખાચર ધારી તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે બીસુભાઈ વાળા ધારી તાલુકા પંચાયત કારોબારી ચેરમેન તરીકે ચપુભાઈ વાળા ખાંભા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે આપાભાઈ વાળા સાવરકુંડલા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે સ્વ શ્રી બબલાભાઈ ખુમાણ અમરેલી તાલુકા પંચાયત કારોબારી ચેરમેન તરીકે શ્રી દિલુભાઈ ધાધલ રાજુલા નગરપાલિકાના પ્રમુખ તરીકે શ્રી કનુભાઈ ધાખડા અને બીજા છત્રજીતભાઈ ધાખડા*

*તેમજ અમરેલી જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન તરીકે શ્રી ટીકુભાઈ વરૂ અને સિસાઈ સમિતિના ચેરમેન તરીકે શ્રી ભરતભાઈ ગીડા તેમજ ગરાસીયા રાજપૂત સમાજમાંથી 20 મુદ્દા અમલીકરણના ચેરમેન તરીકે શ્રી નિર્મળભાઈ રાઠોડ તેમજ બાળ અને મહિલા આરોગ્ય કલ્યાણ સમિતિના ચેરમેન તરીકે શ્રી મંજુલાબેન મધુભાઈ રાઠોડ સહિતના એક જ ટમૅ 2015માં એટલા એટલે કે 15 જેટલા ક્ષત્રિયોને કોંગ્રેસ પક્ષ મહત્વ ના હોદા ઉપર સ્થાન આપેલું કોંગ્રેસ પક્ષની સાથે માત્ર 15ટકા ક્ષત્રિય સમાજ હોવા છતાં પણ એટલું મહત્વ આપેલું ત્યારે સામા પક્ષે એટલે કે હાલ ભાજપ પક્ષ પાસે અમરેલી જિલ્લાની 11 તાલુકા પંચાયત 1 જિલ્લા પંચાયત 5 નગરપાલિકા હોવા છતાં પણ એક પણ જગ્યાએ ક્ષત્રિય સમાજને મહત્વનું સ્થાન આપવામાં આવેલું નથી તેનો ભારોભાર રોષ વ્યક્ત કરું છું અને આગામી દિવસોમાં તમામ ક્ષત્રિય સમાજએ એક સાથે મળી અને આ ભાજપને લપડાક દેવાનો સમય આવી ગયો છે તેમ ટીકુભાઈ વરૂ જણાવ્યું છે*

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/