fbpx
અમરેલી

અમદાવાદ ખાતે સંયુક્ત નૈતિક માનવઅધિકાર સમિતિ નો પ્રારંભ સમારોહ યોજાયો

અમદાવાદ સંયુક્ત નૈતિક માનવઅધિકાર સમિતિ નો પ્રારંભ સમારોહ યોજાયો. તા.૧૭/૯/૨૦૨૩ ના રોજ અમદાવાદ ખાતે સંયુક્ત નૈતિક માનવઅધિકાર સમિતિ નો પ્રારંભ સમારોહ નું સંસ્થા ના ચેરમેન શ્રી નીલેશભાઈ જોશી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. 

   સંયુક્ત નૈતિક માનવાધિકાર સમિતિ ના પ્રારંભ સમારોહ માં રીટાર્યડ ચીફ જસ્ટિસ ગુજરાત હાઈકોર્ટ શ્રી રવિકુમાર ત્રિપાઠી , ગુજરાત હ્યુમન રાઇટ્સ કાઉન્સિલ ના રજિસ્ટ્રાર શ્રી જે.કે.કાછીયા,સાયબર લો એક્સપર્ટ શ્રી હેમાંગ રાવલ જી,સાબરમતી યુનિવર્સિટી પ્રેસિડેન્ટ શ્રી સની પટેલ જી, મુખ્ય મહેમાન ઉપસ્થિત રહી પ્રારંભ સમારોહ ને વધુ શોભાયમાન બનાવ્યો હતો.

  રવિકુમાર ત્રિપાઠી જી એ આવેલા મહેમાનો તથા સંસ્થા ના તમામ સદસ્યો ને શુભેચ્છા પાઠવી અને માનવાધિકાર વિશે ના ઘણા બારીક મુદ્દા ઓ વિશે જ્ઞાન આપ્યું હતું. સાયબર લો નિષ્ણાંત હેમાંગભાઈ રાવલ એ પણ માનવાધિકાર સમિતિ ના તમામ સદસ્યો એવમ મહેમાનો ને સંબોધતા જણાવ્યું હતું કે માનવાધિકાર આપણા સમાજ નું એક અવિભાજ્ય અંગ છે જે મરણોત્તર પણ રહે છે. સંસ્થા નીતિ આયોગ સાથે પણ જોડાયેલી હોવાથી બેવડી જવાબદારી પણ રહે છે.

હેમાંગભાઈ એ કાયદાકીય જ્ઞાન પણ આપ્યું હતું. સાબરમતી યુનિવર્સિટી ના પ્રેસિડેન્ટ સની પટેલ જી એ પણ સંસ્થા ને સાઠ અને સહકાર આપવા સાથે આવેલ તમામ વ્યક્તિ ઓને શુભેચ્છા પાઠવી હતી.

    સંયુક્ત નૈતિક માનવાધિકાર સમિતિ ના પ્રારંભ સમારોહ માં માનવઅધિકાર ના અનુચ્છેદ ની માહિતી આપતું પુસ્તક અને એ સાથે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ શ્રી દિપકભાઈ પરમાર દ્વારા રચિત સંયુક્ત નૈતિક માનવ અધિકાર સમિતિ ના હોદ્દા મુજબ ની જવાબદારી દર્શાવતી માહિતી ના પુસ્તક નું  વિમોચન આ શુભ દિવસે આવેલ મુખ્ય મહેમાનો તથા સંસ્થા ના ટ્રસ્ટી ગણ દ્વારા આ બંને પુસ્તક નું વિમોચન કરવામાં આવ્યું હતું.

   સમિતિ ના ચેરમેન નીલેશભાઈ જોશી એ આવેલ મહેમાનો, રાષ્ટ્રીય અને રાજ્ય ના સંસ્થા ના હોદ્દેદારો, ને ઉદબોધતા માનવાધિકાર વિશે ,સંસ્થા ની આગામી કામગીરી વિશે જણાવ્યું હતું. અને આ સંસ્થા ને દેશ અને વિદેશના માં લોકો ની મદદ તથા સેવા કરી ને સંસ્થા ને ખુબ ઊંચા ફલક પર લઈ જવાની વાત કહી હતી. જેને આવેલ તમામ લોકો એ હર્ષભેર સહયોગી બનવા આતુરતા દર્શાવી હતી. 

  કાર્યક્રમ ના અંત માં સંયુક્ત નૈતિક માનવાધિકાર સમિતિ ના ચેરમેન નીલેશભાઈ જોશી, રાષ્ટ્રીય મહિલા અધ્યક્ષ એશાબેન શાહ, રાષ્ટ્રીય સેક્રેટરી ડૉ.વિશાલ પટેલ,રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દીપક પરમાર, રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જેકીનભાઈ,રાષ્ટ્રીય મહિલા ઉપાધ્યક્ષ બીનાબેન પટેલ, રાષ્ટ્રીય મહામંત્રી કાળુભાઇ જાંબુચા, રાષ્ટ્રીય ખજાનચી ઉમેશભાઈ જોશી, રાષ્ટ્રીય મંત્રી જીલભાઈ પટેલ, રાષ્ટ્રીય સહ મંત્રી કૌશલ આચાર્ય,ગુજરાત રાજ્ય ઉપપ્રમુખ કિશોરસિંહ જાડેજા,આવેલ તમામ મહેમાનો નો આભાર વ્યક્ત કર્યો હતો. અંતે રાષ્ટ્રગાન થઇ સમારોહ પૂર્ણ કરવામાં આવ્યો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/