fbpx
અમરેલી

લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી) દ્વારા ભૂરખીયા મુકામે ૬૬મો વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પનું થયેલ આયોજન

લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલના સાઈટ ફર્સ્ટ પ્રોજેક્ટ હેઠળ લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી), શ્રી ભૂરખિયા હનુમાનજી ટ્રસ્ટ તથા શ્રી ભુરખીયા ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે તેમજ રમાબેન અનિલભાઈ પારેખ પરિવાર – મુંબઇના આર્થિક સહયોગ દ્રારા અને સુદર્શન નેત્રાલયના સહયોગથી ૬૬મો વિનામૂલ્યે નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર મુકામે તા. ૨૦-૦૯-૨૦૨૩ ને બુધવારે આયોજન કરવામાં આવેલ હતું. નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ કેમ્પનું દીપપ્રાગટ્ય દાતાશ્રી તેમજ સેન્ટર ફોર સસ્ટેનેબલ રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટના ડિરેક્ટરશ્રી હિતેષભાઈ ત્રિવેદી તેમજ શ્રીમતી મીતાબેન ત્રિવેદી દ્વારા કરવામાં આવેલ અને તેઓએ લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી)ની નેત્ર નિદાન અને નેત્રમણી આરોપણ અંગેની માનવતાવાદી સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી. તેમજ આ કેમ્પમાં વધુમાં વધુ દર્દીઓએ લાભ લેવા અપીલ સહ કેમ્પની સફળતા માટે શુભેચ્છોઓ પાઠવેલ હતી. આ ઉપરાંત ઉદ્ઘાટન સમારોહમાં શ્રી હિતેષભાઈ ત્રિવેદી, શ્રીમતી મીતાબેન ત્રિવેદી, શ્રી વૈશ્વિકભાઈ ત્રિવેદી અને મોક્ષાબેન ત્રિવેદીનું પુષ્પગુચ્છ તેમજ લાયન્સના ખેસ દ્વારા વિશીષ્ટ સન્માન કરવામાં આવ્યું હતું.

આ કેમ્પમાં આંખના રોગ જેવા કે મોતિયો, ઝામર, વેલ, પરવાળા તથા આંખની કીકી, પડદા તથા આંખના તમામ રોગોની તપાસ આંખના નિષ્ણાત ડોક્ટર દ્વારા કરવામાં આવેલ હતી. તેમજ જરૂરિયાતમંદ દર્દીઓને મોતિયાના ટાંકા વગરના ઓપરેશન કરી નેત્રમણી આરોપણ કરી આપવામાં આવેલ હતા. તેમજ નેત્ર જાળવણી અને જાગૃતિ અંગેની ૫,૦૦૦ પત્રિકાનું આજુબાજુના ગામડામાં વિતરણ કરવામાં આવેલ હતું.

આ કેમ્પમાં ૧૦૬ દર્દીઓએ લાભ લીધો હતો અને ૩૧ દર્દીઓને અમરેલી સુદર્શન નેત્રાલયમાં લાવી નેત્રમણી આરોપણ કરવામાં આવેલ હતું. દરેક દર્દીઓના બ્લડ પ્રેશર તેમજ બ્લડ સુગર ચકાસવામાં આવેલ હતા. જરૂરિયાતમંદ વ્યક્તિઓના આંખના નંબર ચેક કરી ૨૪ વ્યક્તિઓને ચશ્મા વિતરણ પણ કરવામાં આવેલ હતું. લાયન્સ કલબ ઓફ અમરેલી (સીટી), તેમજ સુદર્શન નેત્રાલયના સહયોગથી નિયમિત રીતે દર મહિનાના ત્રીજા બુધવારે ભૂરખીયા હનુમાનજી મંદિરમાં નેત્રમણી નિદાન અને સારવાર કેમ્પનું આયોજન થાય છે.

આ કેમ્પને સફળ બનાવવા માટે લાયન્સ ક્લબ ઓફ અમરેલી (સીટી) તરફથી પ્રમુખ  લાયન કિશોરભાઇ શિરોયા, લાયન એમ. એમ. પટેલ,  ટ્રેઝરર લાયન બિમલભાઈ રામદેવપુત્રા, લાયન વિનુભાઈ આદ્રોજા, લાયન સાહસભાઈ ઉપાધ્યાય  તેમજ સુદર્શન નેત્રાલય તરફથી ડૉ. દર્શિતભાઈ ગોસાઇ, શ્રી કિર્તીભાઈ ભટ્ટ અને શ્રી નિલેશભાઈ ભીલ તેમની ટીમ તેમજ ભુરખીયા હનુમાનજી મંદિરના પ્રમુખશ્રી દુષ્યંતભાઈ પારેખ, અનિલભાઈ પારેખ, સંચાલકશ્રી ગોપાલભાઈ ચુડાસમા વગેરે દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/