fbpx
અમરેલી

તા.૨૪–ના રોજ સહકારી સસ્થાઓની વાર્ષિક સાધારણ સભા યોજાશે

અશ્વિનભાઈ સાવલીયા,મુકેશભાઈ સઘાણી,અરૂણભાઈ પટેલના નેતૃત્વમા તડામાર તૈયારી

જિલ્લાના સહકારી આગેવાનો, મડળીના પ્રમુખ–મત્રીશ્રીઓ, ખેડૂતો—પશુપાલકો ઉપસ્થિત રહેશે

આગામી તા. ૨૪/૦૯/૨૦૨૩, રવિવારના રોજ સવારના ૦૯-૩૦ કલાકે,નવા ડેરી પ્લાન્ટ, ધારી રોડ,( અમર ડેરી નવા પ્લાન્ટ) અમરેલી ખાતે જીલ્લાની સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા મળી રહી છે જેમા કેન્દ્રીયમંત્રી શ્રી પરશોતમભાઈ રૂપાલા, કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, શિક્ષણમત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરીયા, નાયબ મુખ્ય દડક –ગુજરાત વિધાનસભા (ધારાસભ્ય) શ્રી કૌશિકભાઈ વેકરીયા, સાસદ શ્રી નારણભાઈ કાછડીયા, જીલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભરતભાઈ સુતરીયા, ધારાસભ્યશ્રીઓ શ્રી હિરાભાઈ સોલકી, શ્રી જે.વી.કાકડીયા, શ્રી મહેશભાઈ કસવાલા, શ્રી જનકભાઈ તળાવીયા અને કેન્દ્રીય પશુપાલન સેક્રેટરી શ્રીમતિ અલ્કા ઉપાધ્યાય (આઈ.એ.એસ.) સહિતના આમત્રીત મહેમાનો ઉપસ્થિત રહેનાર છે.

અમરેલી ખાતે વિવિધ ૧૫ જેટલી સહકારી સસ્થાઓની સયુકત વાર્ષિક સાધારણ સભાના આયોજન ની પહેલ અમરેલી ખાતે દિલીપ સઘાણીના માર્ગદર્શન તળે એટલી અસરકારક નિવડી કે, અન્યત્ર આ પ્રકારના આયોજનો સ્વિકૃત બન્યા. અમરેલી ખાતે આયોજીત સહકારી સસ્થાઓની વાર્ષિક સાધારણ સભાની સાથોસાથ ભારત સરકારની “રાષ્ટ્રિય ગોકુલ મિશન” યોજના તળે અમર સેન્ટર ઓફ એકસેલન્સ(ગીર ગાય સવર્ધન ) પ્રોજેકટનુ ભૂમિપુજન કરવામા આવશે તેમજ અમર ઈ.ટી.આઈ.વી.એફ. લેબોરેટરીનો શિલાન્યાસ કરવામા આવશે. તેવીજ રીતે બાયોગેસ તથા વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટનુ શિલાન્યાસ કરવામા આવનાર છે.

}} | |

વાર્ષિક સાધારણ સભામા વિવિધ સેવા સહકારી મડળી-દુધ સહકારી મડળીઓને શ્રેષ્ઠ કામગીરી બદલ પ્રોત્સાહિત કરવામા આવશે. સહકાર સમેલનમા જિલ્લાભરની સહકારી સસ્થાઓના પ્રમુખશ્રીઓ, ડીરેકટરશ્રીઓ, ખેડૂતો, પશુપાલકો, શ્રમીકો, મહિલાઓ તથા સહકારી આગેવાનો, વર્તમાન તથા પૂર્વ ધારાસભ્યશ્રીઓ, માર્કેટયાર્ડના ચેરમેનશ્રી, જિલ્લાભરની સહકારી મડળીઓના પ્રમુખ—મત્રીશ્રીઓ અને સભાસદ ભાઈ-બહેનો ઉપસ્થિત રહેશે તેમ સંસ્થાકીય અખબારી યાદીમા જણાવાયેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/