fbpx
અમરેલી

સાવરકુંડલા બી.આર.સી.આયોજિત તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું.

જી.સી.ઇ.આર.ટી. ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના માર્ગદર્શન મુજબ  સાવરકુંડલા ખાતે તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન યોજવામાં આવ્યું જેમાં ક્લસ્ટર કક્ષાએ પ્રથમ આવેલ  કુલ ૫૫  કૃતિઓ સાથે બાળ વૈજ્ઞાનિકોએ ભાગ લીધો.આ કાર્યક્રમનું ઉદ્દઘાટન નાયબ જિલ્લા પ્રા.શિ. શ્રી સોલંકી સાહેબ અને તાલુકા વિકાસ અધિકારી પરમાર સાહેબ શ્રી દ્વારા કરવામાં આવેલ

સાથે જિલ્લા પ્રા શી.સંઘના અધ્યક્ષ શ્રી મહેન્દ્રભાઈ વીંછીયા,તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના પ્રાચાર્ય શ્રી દક્ષાબેન અને ,ટી.પી.ઈ. ઓ શ્રી નરેન્દ્રભાઇ ઉપસ્થિત રહી પ્રદર્શન નિહાળી બાળ વૈજ્ઞાનિકો અને માર્ગદર્શક શિક્ષકોને પ્રોત્સાહન કર્યા.સાથે  મહાનુભાવો અને બાળ વૈજ્ઞાનિકોના હસ્તે ગણિતને સરળ રીતે શીખવી શકાય એવું તાલુકાના ગણિત વિજ્ઞાનના શિક્ષકો અને બી.આર.સી.શ્રી દર્શનાબેન જોશીના માર્ગદર્શન નીચે તૈયાર થયેલ પુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું.સાથે સાવરકુંડલાની તમામ પ્રાથમિક શાળાઓના બાળકોએ પ્રદર્શન  નિહાળ્યું અને વાલીઓ,વિદ્યાર્થીઓ અને વૈજ્ઞાનિક રસ ધરાવતા શહેરના જિજ્ઞાશું લોકો દ્વારા પણ પ્રદર્શન નિહાળવામાં આવ્યું અને બાળવૈજ્ઞાનિકોને અભિનંદન આપ્યા.

  સમગ્ર કાર્યક્રમના આયોજનમાં તાલુકાના તમામ સીઆરસી.કો.ઓ અને આઈ.ઇ.ડી શિક્ષકો દ્વારા ખૂબ સુંદર વ્યવસ્થા કરવામાં આવી અને આ સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન અને માર્ગદર્શન બી.આર.સી.કો.ઓ.શ્રી દર્શનાબેન જોશી દ્વારા આપવામાં આવેલ અને ભાગ લેનાર તમામ બાળકોને પ્રમાણપત્ર અને શિલ્ડ એનાયત કરવામાં આવ્યા આ તકે સાવરકુંડલા તાલુકા શિક્ષણ વિભાગ વતી બી.આર.સી.શ્રી ‘સદભાવના ગ્રૂપ’નો પણ આભાર માનેલ અને તેઓને વ્યવસ્થામાં સહયોગ આપવા બદલ સમગ્ર બી.આર.સી પરિવાર વતી તેઓને અભિનંદન પાઠવેલ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/