fbpx
અમરેલી

આટલી લાંબી પ્રોસેસ પછી ખોદયો ડુંગર નીકળ્યો ઉંદર જેવી સ્થિતિ BPL સર્વે ની લોલીપૉપ દામનગર પાલિકા ની અંતે સ્પષ્ટતા BPL સર્વે નહિ થાય

દામનગર નગરપાલિકા ની અંતે સ્પષ્ટતા BPL સર્વે  નહિ થાય પાલિકા ની સામાન્ય ચૂંટણી ઢઢેરા પણ BPL સર્વે ની ખાત્રી અપાયેલ પાલિકા ના ઇનવોર્ડ ટપાલ દફતરે ૬૫૦ થી વધુ  પરિવારો ની વખતો વખત ની BPL સર્વે ની માંગ કરતી અરજી ઓ  નોંધાયેલ માંગણી પછી ગ્રામ વિકાસ એજન્સી અને પાલિકા વચ્ચે લાંબા સમય થી જવાબદારી ની ફેંકાફેંકી થતા આ પ્રશ્ને તત્કાલીન ધારાસભ્ય એ સંકલન માં આ મુદ્દે રજૂઆતો કરતા ગ્રામ વિકાસ એજન્સી અમરેલી તરફ થી ગ્રામ્ય માં એજન્સી એ સર્વે કરવા નું હોય અર્બન માં પાલિકા એ સર્વે કરવા નું હોય તેવી સ્પષ્ટતા સાથે ૬૫૦ અરજી દામનગર પાલિકા ને પરત મોકલી આપી હતી

આટલી લાંબી પ્રક્રિયા પ્રોસેસ પછી ખોદયો ડુંગર ને નીકળ્યો ઉંદર જેવી સ્થિતિ કેમ ?  કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર સહિત વિવિધ બોર્ડ કોર્પોરેશન ની મોટા ભાગ ની યોજના ઓમાં લાભાર્થી ઓની પાત્રતા ફરજિયાત BPL હોય જરૂરિયાત મંદ પાત્રતા ધરાવતા લાભાર્થી ઓ વૃદ્ધ પેન્શન વિધવા બહેનો માટે ની સંકટ મોચન ટુલ્સકીટ મામેરું કુટિર જ્યોત વીજ કનેક્શન સહિત ના લાભો થી વંચિત રહેવા પામે છે એક બાજુ સરકાર છેવાડા ના માનવી સુધી પહોંચવા નું લક્ષ રાખે છે અને બીજી બાજુ ગરીબી ન દેખડવા સમૃદ્ધ દેખડવા સર્વે કરતો નથી ત્યારે ભારે લાચારી ભોગવતા ગરીબ જરૂરિયાત મંદ પરિવારો ને BPL સર્વે થશે ની ઉજવી આશા નો અંતે અંત આવ્યો છે

દામનગર પાલિકા એ સ્પષ્ટતા સાથે જા નં ૩૪૦/૨૦૨૩ તારીખ ૨૧/૦૯/૨૩ ના પત્ર માં જણાવ્યું છે કે વર્ષ  ૨૦૧૧ ના સર્વે પ્રમાણે ૧૪૭ લાભાર્થી જ રહેશે નવો સર્વે નહિ કરાય તેવી સ્પષ્ટતા કરતા  BPL લાભાર્થીનો સર્વે કરવા માંગ કરવામાં આવેલ જે અન્વયે સંદર્ભ (૨) મુજબ સુવર્ણ જયંતી શહેરી રોજગાર યોજના પુન ગઠિત થઈ રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન તરીકે રાજ્ય ની ૮ મહાનગરપાલિકા તેમજ ૩૦ નગંરપાલિકાઓ માં હાલ અમલીકૃત થયેલ છે.અને આ યોજનાના લાભાર્થીઓ Socio Economic and Caste Census (SECC) 2011 મુજબ જે નક્કી થાય તે રહેશે જેથી હવેથી SJSRY યોજના અંતર્ગત નવો સર્વે કરવાનો થતો નથી.તેમજ તેના વિકલ્પ માં સામાજિક,આર્થિક અને જાતિ આધારિત સર્વેક્ષણ ની પ્રક્રિયા દરમિયાન B.PL યાદી તૈયાર થનાર હોય જેથી સરકારશ્રી સુચના મુજબ આગળ ની કામગીરી હાથ ધરવામાં આવનાર છે આમ સિફટતા પૂર્વક ગરીબી નહિ દેખડવા લોકો  સમૃદ્ધ છે તેવું દર્શાવાય રહ્યું છે છેવાડા ના માનવી સુધી પહોંચવા નું લક્ષ સાથે મોટા ભાગ ની યોજના ઓમાં લાભાર્થી ઓના માપદંડ BPL પણ સર્વે વગર છે તેનું શું ? શહેર માં વિવિધ વિસ્તારો માં ૨૦૧૧ ના સર્વે પ્રમાણે ૧૪૭ એટલા જ લાભાર્થી કેમ ? શહેર ભર માંથી આવેલ ૬૫૦ અરજી ઓનું શુ ? ચૂંટણી સમયે આપેલ વચન ક્યાં ? વૃદ્ધ પેન્શન સહિત નાની નાની સહાય માટે રઝળપાટ કરતા લાભાર્થી ઓનું કોણ ? 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/