fbpx
અમરેલી

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં સર્વોદય સરસ્વતી મંદિર બાબાપુર સંચાલિત શ્રી જનતા વિદ્યાલય તાતણિયામાં તિરંગા જાગૃતિ સ્પર્ધા યોજાઈ. 

ફક્ર છે અમને અમારાં ચક્રધ્વજ પર આ સૂત્રને સાર્થક કરતાં  અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં સર્વોદય સરસ્વતી મંદિર ,બાબાપુર સંચાલિત શ્રી જનતા વિદ્યાલય, તાતણિયામાં સંસ્થાના ૭૫ વર્ષ પૂર્ણ થયા હોઈ ઉજવાઇ રહેલ અમૃત મહોત્સવના અનુસંધાને તારીખ: ૧૯ /૦૮/૨૦૨૩ના  રોજ શાળાના “એન.એસ.એસ. યુનિટ”  અને પૂજ્ય બા-દાદા કરુણા કલબ દ્વારા શાળાના વિદ્યાર્થીઓ માટે અનોખી તિરંગા જાગૃતિ સ્પર્ધા યોજવામાં આવી. આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને આપણા રાષ્ટ્રધ્વજની પ્રતિકૃતિ અથવા તેનો ઇતિહાસ અથવા તેના વિશેની રસપ્રદ હકીકતો અથવા તેનું કોઈ પણ પદાર્થ દ્વારા બનાવવામાં આવેલું મોડેલ અથવા તેના વિશે રસપ્રદ નિબંધ કે લેખ લખવા માટે વિદ્યાર્થીઓને આહવાન આપવામાં આવેલ.આ એક અનોખી સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓમાંથી કુલ ચાર વિદ્યાર્થીઓને વિજેતા ઘોષિત કરવામાં આવેલ જેમાં પ્રથમ નંબરે પાંડવ યાજ્ઞિકભાઈ દિનેશભાઈ , દ્વિતીય નંબરે ગોહિલ કરણભાઈ કનુભાઈ, તૃતીય નંબરે વાઘેલા કિરણબેન બળવંતભાઈ અને ચતુર્થ નંબરે સોલંકી વૈભવભાઈ હસમુખભાઈ અને બાખલકિયા સુજલભાઈ ભુપતભાઈ આવેલ.

    આપણા બંધારણમાં ૨ ડિસેમ્બર ૧૯૭૬ના રોજ થયેલ સુધારા મુજબ ભાગ ચારની કલમ ૫૧ ક મુજબ આપણી પ્રથમ ફરજ છે- આપણા રાષ્ટ્રધ્વજને આદર આપવાની. એ અનુસંધાને બાળકો રાષ્ટ્રધ્વજને સમજે, તેની સંહિતા વિશે જાણે, તેમાં શા માટે આવા રંગો છે તે સમજે, અશોક ચક્રનું શું મહત્વ છે, તેનું તિરંગા સિવાયનું બીજું કયું નામ છે, તેમાં ૫૨ શું કામ છે…આ બધાનો વ્યવસ્થિત અભ્યાસ કરે તથા રાષ્ટ્રધ્વજને કેવી રીતે માન- સન્માન આપવાનું હોય, તેને કેવી રીતે સાચવવાનો હોય, તેનો કેવી રીતે નિકાલ કરવાનો હોય આ બધું જ જાણે એ ખૂબ જરૂરી છે. તેના સંદર્ભમાં યોજવામાં આવેલી આ સ્પર્ધા ખૂબ સફળતાપૂર્વક સંપન્ન થઈ. બાળકો દ્વારા બનાવવામાં આવેલા અવનવા મોડલ , હાથ કામ દ્વારા બનાવવામાં આવેલ ધ્વજ, ચિત્ર દ્વારા બનાવવામાં આવેલ ધ્વજ તથા તેના વિશે ખૂબ જ રસપ્રદ માહિતી બાળકો દ્વારા પૂરી પાડવામાં આવી અને આ કાર્યક્રમ ખૂબ જ સફળ થયો.

આ તકે ગ્રામજનો તથા સમગ્ર ટ્રસ્ટ પરિવાર દ્વારા શાળાને ખુબ ખુબ અભિનંદન પાઠવવામાં આવેલ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/