fbpx
અમરેલી

આખા દેશને સ્નેહથી બાંધતો એક તાંતણો.. એ ઉત્સવની યાદ અપાવતાં પર્વ રક્ષાબંધને રાખડી બનાવો સ્પર્ધા તાતણિયાના જનતા વિદ્યાલય ખાતે યોજાયેલ. 

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં સર્વોદય સરસ્વતી મંદિર ,બાબાપુર સંચાલિત શ્રી જનતા વિદ્યાલય, તાતણિયામાં સંસ્થાના ૭૫ વર્ષ પૂર્ણ થયા હોઈ ઉજવાઇ રહેલ અમૃત મહોત્સવના અનુસંધાને તારીખ: ૨૬ /૦૮/૨૦૨૩ના  રોજ શાળાના “એન.એસ.એસ. યુનિટ”  અને પૂજ્ય બા-દાદા કરુણા કલબ દ્વારા શાળાના વિદ્યાર્થીઓ માટે અનોખી “રાખડી બનાવો” સ્પર્ધા યોજવામાં આવી.

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ આપણા તહેવાર અને આપણી સંસ્કૃતિને બરાબર સમજે એ હેતુથી ઉજવવામાં આવ્યો. આજકાલ દરેક તહેવારમાં બધી જ વસ્તુ બજારમાંથી તૈયાર મળતી હોય છે. તે લઈ અને તહેવારને પૂર્ણ કરવામાં આવે છે. ત્યારે બાળકો હાથે બનાવેલી વસ્તુમાં કેટલી લાગણી હોય છે અને તે દ્વારા તેઓ એક કૌશલ્ય શીખે એવા હેતુથી રક્ષાબંધનના પવિત્ર તહેવાર નિમિત્તે બહેનો અને ભાઈઓ માટે રાખડી બનાવવાની એક સ્પર્ધા શાળા દ્વારા યોજવામાં આવેલી.

 આ સ્પર્ધા માત્ર બહેનો માટે જ નહીં પણ ભાઈઓ માટે પણ  રાખવામાં આવેલી. આ તકે કૃતિમાં આવેલી રાખડીઓ માંથી ૧૦ રાખડીઓને વિજેતા ઘોષિત કરવામાં આવેલી. પ્રથમ સાખટ વૈભવીબેન, દ્વિતીય કાકલોતર હેમાંશીબેન શૈલેષભાઈ, તૃતીય બાંભણિયા  આસ્થાબેન મનસુખભાઈ તથા વાઘેલા કિરણબેન બળવંતભાઈ તથા બાખલકિયા નીતલબેન ભુપતભાઈ , ચતુર્થ ભૂંકણ ધરતીબેન નાગભાઈ તથા વાઘેલા મોનિકાબેન બકુલભાઈ તથા વાઘેલા ગીતાબેન રમેશભાઈ રહેલ. જેનો ફોટો અહેવાલ સાથે સામેલ છે. ખાસ કરીને જેમણે પરંપરાગત કૌશલ્ય, વેસ્ટ માંથી બેસ્ટ, ભરતગુંથણનો ઉપયોગ કરેલ તેમને નંબર આપવામાં આવ્યો.આ ઉપરાંત રેડીમેઈડ વસ્તુનો ઓછામાં ઓછો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી રાખડીઓને વધુ મહત્વ આપવામાં આવ્યું હતું.

આ હેતુથી યોજવામાં આવેલા રાખડી સ્પર્ધાનો કાર્યક્રમ ખૂબ સફળ થયો. બાળકો જાતે રાખડી બનાવતા શીખ્યા, તેનામાં એક કૌશલ્ય નિર્માણ થયું. આ કાર્યક્રમની સફળતા બદલ સમગ્ર ગ્રામજનો અને ટ્રસ્ટ પરિવારે શાળાને ખૂબ-ખૂબ અભિનંદન આપેલ. રાખડી સ્પર્ધામાં વિજેતા થયેલા તમામ વિદ્યાર્થીઓને શાળાના વાર્ષિકોત્સવમાં ઇનામો આપવામાં આવશે તેમ શાળાના સૂત્રો દ્વારા જણાવવામાં આવેલ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/