fbpx
અમરેલી

અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના નવા સુત્ર ધારોનું વિવિધ સંસ્થાઓ દ્વારા સન્માન કરાયું.

અમરેલી જિલ્લા સમસ્ત બ્રહ્મ સમાજના પદાધિકારીઓની સમય અવધિ પુરી થતા નવા પદાધિકારીઓની સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા સર્વાનુમતે નિયુક્તિ થતા નવા પદાધિકારીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ બાલભવન અમરેલીના ચેરમેન અને પૂર્વ ધારાસભ્ય (બોરીવલી) તથા મુખ્ય ટ્રસ્ટી-બાલભવન શ્રી જવાહરભાઈ મહેતાની પ્રેરણા અને શુભેચ્છા સાથે વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા યોજવામાં આવ્યો હતો.

      અમરેલી જિલ્લામાં શિક્ષણ સાથે સંકળાયેલ અને અનેક વિધ સંસ્થાઓ સાથે જોડાયેલા માધ્યમિક શાળા આચાર્ય સંઘના મહામંત્રી, પૂર્વ સેનેટ સભ્ય અને આચાર્ય એવા શિક્ષણવિદ શ્રી મુકુંદભાઈ મહેતાની સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ તરીકે વરણી થતા તથા સામાજિક કાર્યકર અને બિલ્ડર એવા શ્રી સિધ્ધાર્થભાઈ ઠાકરની ઉપપ્રમુખ તરીકે તેમજ અમરેલી જિલ્લા ચેંમ્બર્સ એન્ડ કોમર્સના પ્રમુખ અને યુવા સામાજિક કાર્યકર્તા શ્રી ભગિરથભાઈ ત્રિવેદીની મહામંત્રી તરીકે નિયુક્તિ થતા તેઓને બાલભવન અમરેલી ખાતે વિવિધ સંસ્થાઓના પદાધિકારીઓ સર્વ શ્રી મોટાભાઈ સંવટ, મેનેજીંગ ટ્રસ્ટી-ડો જીવરાજ મહેતા સ્મારક ટ્રસ્ટ-બાલભવન-અમરેલી, શ્રી નારણભાઈ ડોબરીયા , મંત્રીશ્રી-પટેલ વિદ્યાર્થી આશ્રમ, શ્રી મહેન્દ્રભાઈ જોષી, પ્રમુખ-લોકસાહિત્ય સેતુ, શ્રી પરેશભાઈ આચાર્ય, લાયન્સ ક્લબ-અમરેલી, શ્રી દિનેશભાઈ ત્રિવેદી , ડાયરેક્ટર-બાલભવન,શ્રી અશ્વિનભાઈ ત્રિવેદી, સૌરાષ્ટ્ર કચ્છ બ્રમ્હ સમાજ પ્રતિનિધિ,શ્રી તનસુખભાઈ ઠાકર , પૂર્વ પ્રમુખ અમરેલી જિલ્લા બ્રહ્મ સમાજ, શ્રી હસુભાઈ જોષી, સમસ્ત બ્રહ્મ સમાજ આગેવાન, શ્રી પંકજભાઈ જોષી, બાલભવન અમરેલી સહિત મહાનુભાવો દ્વારા તમામ પદાધિકારીઓનું પુષ્પ ગુચ્છ અને શાલ ઓઢાડીને સન્માન કરીને તેમના સમાજ લક્ષી કાર્યો થકી સમાજને બહોળા પ્રમાણમાં યોગ્ય માર્ગદર્શન અને સાચી દિશા મળે તેવી શુભેચ્છાઓ આપવામાં આવી હતી.

      આ તકે જેમની કાર્ય અવધિ પૂર્ણ થઈ તેવા પ્રમુખશ્રી તનસુખભાઈ ઠાકરને પણ વિશેષ સન્માનિત કરીને તેમની કાર્ય અવધિ દરમિયાન કરેલા કાર્યોને યાદ કરીને શુભેચ્છા આપવામાં આવી હતી.આ તકે બાલભવન સંગીત કક્ષના તાલીમાર્થીઓ તથા બાળકોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/