fbpx
અમરેલી

રાજ્યની શ્રેષ્ઠ સહકારી મંડળી કુંકાવાવ શાખાની નવનિર્મિત ઓફિસનું લોકાર્પણ અને સાધારણ સભા યોજવામાં આવી એવોર્ડ વિજેતા શ્રી સૌરાષ્ટ્ર નાગરિક શરાફી મંડળીની

બગસરાથી અમદાવાદ સુધીની તેર વર્ષની સફરમાં શ્રી સૌરાષ્ટ્ર નાગરિક શરાફી સહકારી મંડળી લી. બગસરાએ અક સહકારી પ્રવૃતિઓને વેગવંતી બનાવી છે. ગ્રામ્ય સમૃદ્ધિ, રોજગારી અને ખેડૂતોનો વિકાસ થાય એ માટે આ સંસ્થા કાર્યરત છે. ગુજરાતની શ્રેષ્ઠ મંડળીનું સન્માન જે શરાફી મંડળીના નામે બોલે છે એ બગસરાની શ્રી સૌરાષ્ટ્ર નાગરિક શરાફી સહકારી મંડળીની મોટી કુંકાવાવ ખાતે નવનિર્મિત નૂતન શાખાનું લોકાર્પણ અને સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

સંસ્થાના સ્વપ્નદૃષ્ટા અને ચેરમેન શ્રી અનિલભાઈ વેકરિયાના વડપણ હેઠળ સામાજિક, સેવાકીય અને સહકારી પ્રવૃતિઓની ત્રિવેણી સંગમ આ સંસ્થામાં જોવા મળે છે. પારદર્શક વહીવટ અને સભાસદોના હિતોને ધ્યાનમાં રાખીને કાર્ય કરતી સંસ્થાને સૌ આમંત્રિત સહકારી, રાજકીય અને સામાજિક આગેવાનોએ બિરદાવી હતી. શાખાના ઉદ્ઘાટન પ્રસંગે અને સાધારણ સભામાં ઉપસ્થિત રહી વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા અને સાંસદ શ્રી નારણભાઈ કાછડિયાએ સંસ્થાની સહકારી પ્રવૃતિઓને બિરદાવી હતી અને પ્રસન્નતા વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે અમરેલી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભરતભાઈ સુતરિયા, લાઠી ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવિયા, સારહિ યુથ ક્લબ પ્રમુખ શ્રી મુકેશભાઈ સંઘાણી અને પ્રદેશ ભાજપ કિસાન મોરચા મહામંત્રી શ્રી હિરેનભાઈ હિરપરાએ સાધારણ સભામાં હાજરી રહ્યાં હતાં. જિલ્લા સંઘ પ્રમુખ શ્રી મનિષભાઈ સંઘાણી અને એનસીયુઆઈ ડિરેકટર શ્રી ભાવનાબેન ગોંડલિયાએ પ્રસંગોપાત શુભેચ્છા પાઠવી હતી.

મોટી કુંકાવાવ ખાતે ગ્રામ્ય વિસ્તારના નગરજનોને આર્થિક સવલતો મળી રહે તે હેતુથી અત્યાધુનિક ઓફિસ સાથે શાખા કાર્યરત કરવામાં આવી છે. અત્યાધુનિક સુવિધઆઓથી સજ્જ સુરક્ષા સાથે રૂમ લોકર (સેઈફ ડિપોઝિટ વોલ્ટ) પણ બનાવવામાં આવ્યો છે. સાધારણ સભામાં વિવિધ યોજનાઓની જાહેરાત સાથે લાભાર્થીઓને ચેક અને બોન્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાધારણ સભામાં ખ્યાતનામ લોકગાયક શ્રી મયુરભાઈ દવેએ સંતવાણીનો કાર્યક્રમ પ્રસ્તુત કર્યો હતો.

આ પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટ ટ્રસ્ટી શ્રી વસંતભાઈ મોવલિયા, જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી મેહુલભાઈ ધોરાજિયા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ શ્રી સુરેશભાઈ પાથર, શિક્ષણ સમિતિ ચેરમેન શ્રી વિપુલભાઈ દુધાત, કુંકાવાવ તા. પં પ્રમુખ શ્રી પરશોત્તમભાઈ હિરપરા, કુંકાવાવ તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ગોપાલભાઈ અંટાળા, શહેર ભાજપ પ્રમુખ શ્રી ભાવેશભાઈ સોઢા, બગસરા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી પ્રદિપભાઈ ભાખર, બગસરા શહેર ભાજપ પ્રમુખ શ્રી ધીરૂભાઈ કોટડિયા, બાબરા તાલુકા ભાજપ પ્રમુખ શ્રી મુકેશભાઈ ખોખરિયા, બગસરા નગરપાલિકા પ્રમુખ શ્રી એ વી રીબડિયા, શાસક પક્ષ નેતા જ. પં. વિપુલભાઈ રાંક, અમરેલી જિલ્લા બ્રહ્મ સમાજ પ્રમુખ શ્રી મુકુંદભાઈ મહેતા, બગસરા પટેલ સમાજ પ્રમુખ શ્રી રમેશભાઈ સુવાગિયા, જિલ્લા પટેલ સમાજ અગ્રણી શ્રી કાંતિભાઈ વઘાસિયા, અમરેલી ડિસ્ટ્રક્ટ ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ શ્રી ભગીરથભાઈ ત્રિવેદી, કુંકાવાવ સરપંચ શ્રી સંજયભાઈ લાખાણી, શ્રી સ્વામિનારાયણ મંદિર વાઈસ ચેરમેન શ્રી રાજેશભાઈ માંગરોળિયા, અમરેલી તા.પં. કારોબારી ચેરમેન શ્રી જે બી દેસાઈ, દંડક શ્રી આશિષભાઈ અકબરી, આહિર સમાજ અગ્રણી શ્રી વનરાજભાઈ કોઠિવાળ, શ્રી સરદાર પટેલ મંડળી પ્રમુખ શ્રી કે ડી નળિયાધરા, લાયન્સ ક્લબ ઓફ અમરેલી સીટી પ્રમુખ શ્રી કિશોરભાઈ શિરોયા, જિ. પ. સદસ્ય શ્રી ધીરૂભાઈ માયાણી, જિલ્લા યુવા ભાજપ મહામંત્રી શ્રી જગદિશભાઈ નાકરાણી, શ્રી રાજુભાઈ ગીડા સહિતના આગેવાનો હાજર રહ્યાં હતાં. કાર્યક્રમનું સંચાલન શ્રી જિગરભાઈ રાદડિયાએ કર્યું હતું એવું અખબારી યાદીમાં સંસ્થાના મંત્રીશ્રી દિપકભાઈ આંબલિયા, મેનેજિંગ ડિરેકટર શ્રી જયસુખભાઈ ગોંડલિયા અને વાઈસ ચેરમેન શ્રી દિવ્યેશ વેકરિયાએ જણાવ્યું હતું. 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/