fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં સેવાકીય ક્ષેત્રે અનોખી ભાત પાડનાર સદભાવના ગ્રુપ દ્વારા ગણેશ મહોત્સવ નિમિત્તે યોજાયેલી વિવિધ સ્પર્ધાઓમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલાના વિદ્યાર્થીઓએ અગ્રેસર રહીને ગુરુકુળનું નામ રોશન કર્યું. 

સાવરકુંડલા શહેરમાં સામાજીક કાર્યોમાં અગ્રેસર સંસ્થા સદભાવના ગ્રુપ દ્વારા અનેકવિધ કાર્યક્રમો આપી રહી છે જે દરવર્ષે ગણેશ મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે જેમાં આ વર્ષમાં સાવરકુંડલા શહેરની તમામ શાળાઓમાં સુલેખન સ્પર્ધા યોજવામાં આવેલ જે ખુબજ આવકાર્ય રહી. ગાંધીજીનાં શબ્દોમાં કહીએ તો

“નઠારા અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે”.

      વિદ્યાર્થીઓમાં સુંદર અક્ષરો દ્રારા પોતાની આગવી ઓળખ ઉભી કરી શકાય છે અને જીવનમાં આગળ વધી શકાય તેવા શુભ હેતુથી સદભાવના ગ્રુપ દ્વારા સ્પર્ધા યોજવામાં આવી જેમાં સાવરકુંડલા શહેરમાં કુલ ૨૦ શાળાઓએ ભાગ લીધેલ જેમાં ૨૨૫૦  વિદ્યાર્થીઓ સામેલ કરવામાં આવેલ. શાળા દ્વારા પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબરો આપવામાં આવેલ જે સેમી ફાઈનલમાં કુલ ૧૨૨ વિદ્યાર્થીઓ હતાં જેમાં ગુરુકુળ શાળાનાં વિવિધ વિભાગો નીચે મુજબ નંબરો મેળવી ગુરુકુલ સંસ્થાનું નામ રોશન કરેલ છે.

(૧) શ્રી સ્વામિનારાયણ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ  કે. જે. બાખડા પ્રાઇમરી સ્કૂલ માંથી

પ્રથમ.  હીંગુ ટિશા . STD 7th

દ્વિતિય. કનક પરમ. STD 6th

તૃતીય. ટાંક નિત્યા. STD. 6th

(૨) શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ પ્રાથમિક વિદ્યાલય, કોલેજ રોડ સાવરકુંડલા.

પ્રથમ. જોષી દિપાલી પિયુષભાઈ. ધોરણ.૩

(૩) શ્રી સહજાનંદ પ્રાથમિક વિદ્યાલય જેસર રોડ ગુરુકુળ સાવરકુંડલા.

પ્રથમ. ભરખડા વિશ્વા રાજેશભાઇ. ધોરણ.૭

    આ ઉપરાંત સદભાવના ગ્રુપ દ્વારા માટીના ગણેશ તથા ગણપતિ દાદા ચિત્ર સ્પર્ધા યોજવામાં આવેલ જેમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ઇંગ્લિશમીડિયમ સ્કૂલ, કે. જે. બાખડા પ્રાઇમરી સ્કૂલ માંથી

પ્રથમ. હરસોરા બિરવા. ધોરણ.૨

દ્વિતિય. ડોબરીયા ઋત્વા. ધોરણ.૩

     માટીનાં ગણેશ સ્પર્ધામાં

પ્રથમ. સિધ્ધપુરાં મંથન. ધોરણ.૭

     ઉપરોક્ત તમામ વિર્ધાથીઓ તથા તમામ શાળાઓનાં શિક્ષકો અને આચાર્યોશ્રીઓને  ગુરુકુળ સંસ્થાનું નામ રોશન કરવા બદલ સંસ્થાનાં વડા પૂજ્ય ભગવતપ્રસાદ દાસજીસ્વામી, સંસ્થાના પ્રમુખ શાસ્ત્રી હરિપ્રસાદ દાસજી સ્વામી, તેમજ કોઠારી સ્વામી અક્ષરમુક્તદાસજી સ્વામી, સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી ઘનશ્યામભાઈ કનકોટીયા સાહેબ તથા ગુરુકુલ વિભાગના તમામ આચાર્યશ્રીઓ તથા શિક્ષકશ્રીઓ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન આપવા આવેલ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/