fbpx
અમરેલી

વાઈબ્રન્ટ અમરેલી કાર્યક્રમના સુચારૂ આયોજન માટે પ્રાંત અધિકારીશ્રી અમરેલીના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ

રાજ્યમાં વેપાર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે યોજાતી વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટના ભાગરૂપે આગામી વર્ષે યોજાનાર સમારોહમાં જિલ્લા કક્ષાએથી ઉદ્યોગકારો, વેપાર સમૂહોનું પ્રતિનિધિત્વ થાય તેવા ઉદ્દેશથી જિલ્લા કક્ષાએ વાઇબ્રન્ટ સમારોહના ઉપલક્ષમાં એક દિવસીય કાર્યક્રમ યોજાશે. અમરેલી જિલ્લાનો કાર્યક્રમ આગામી ૦૩ ઓક્ટોબર, ૨૦૨૩ મંગળવારના રોજ શાંતાબા મેડિકલ કોલેજના ઓડિટોરીયમમાં યોજાશે. આ કાર્યક્રમના સુચારું આયોજન માટે પ્રાંત અધિકારી, અમરેલી શ્રી વિરેન્દ્ર દેસાઈના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રાંત અધિકારીશ્રીએ તમામ વિભાગોને કાર્યક્રમ અંતર્ગત ફાળવવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરી હતી. તેમણે અધિકારીશ્રીઓને બેઠક વ્યવસ્થા, સ્ટેજ, ફાયર સેફ્ટિ, પાવર સપ્લાય, સેમિનારનાં વક્તાઓ તેમજ આમંત્રિતોને લગતી વ્યવસ્થાઓ ચકાસી હતી અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

         આ બેઠકમાં જિલ્લાના વેપાર ધંધા તેમજ ઉદ્યોગ જગતના અગ્રણીઓ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાઈ અને વાઈબ્રન્ટ ‘ગુજરાત વાઈબ્રન્ટ ડિસ્ટ્રીક્ટ’ કાર્યક્રમ થકી ઉપયોગી માર્ગદર્શન મેળવે તેના માટે કાર્યક્રમનું સુચારૂ આયોજન કરવા જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ, વેપાર-ઉદ્યોગ જગતના પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/