fbpx
અમરેલી

ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી, રાજ્ય વન પર્યાવરણ અને જળસંપત્તિ મંત્રી મુકેશભાઈ પટેલ, નાયબ મુખ્યદંડક કૌશિકભાઈ વેકરીયાની પ્રેરક ઉપસ્થિતમાં અમરેલી જિલ્લાના દામનગર ખાતે સર્વ રોગ નિદાન, સી.પી.આર. તાલીમ અને બ્લડ ડોનેશન કેમ્પ સંપન્ન

અમરેલી જિલ્લાના દામનગર ખાતે ગૃહરાજ્ય મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્ય વન પર્યાવરણ અને જળસંપત્તિ મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ અને વિધાનસભાના નાયબમુખ્ય દંડકશ્રી કૌશિકભાઈ વેકરીયાની પ્રેરક ઉપસ્થિતમાં મલ્ટિસ્પેશિયાલિટી તબીબોનો સર્વ રોગ નિદાન કેમ્પ, સી.પી.આર. તાલીમ અને બ્લડ ડોનેશન કેમ્પનો ત્રિવિધ કાર્યક્રમ સંપન્ન થયો હતો.  શેઠ એમ.સી. મહેતા હાઈસ્કુલના પ્રાંગણમાં ક્રિશ હાર્ટ ફાઉન્ડેશન અને સ્ટાર હોસ્પિટલ અમદાવાદ દ્વારા આયોજિત કાર્યક્રમમાં મંત્રીશ્રીઓનું વરિષ્ઠ તબીબોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ૧૨૦૦ જેટલા નાગરિકોનાં આરોગ્યની તપાસણી કરવામાં આવી હતી.

       કાર્યક્રમમાં પ્રેરક સંબોધન કરતા ગૃહરાજ્ય મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ જનસમુદાયના કલ્યાણ માટે સચિવાલયના વિવિધ વિભાગોમાં સતત કામ અર્થે આવતા અને જિલ્લાના વિકાસ માટે સતત ચિંતિત અમરેલીના સર્વે ધારાસભ્યશ્રીઓ અને સાંસદશ્રીને અભિનંદન પાઠવ્યા હતા. દેશમાં એક સમયે મોંઘી આરોગ્ય સેવાઓના કારણે સામાન્ય પરિવાર માટે દુર્લભ રોગોની સારવાર કરાવવી મુશ્કેલ હતી પરંતુ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલી ‘આયુષ્યમાન ભારત યોજના’ દ્વારા દેશના સામાન્ય વર્ગને આરોગ્ય સુરક્ષા કવચ પ્રદાન થયું છે. આ અંગે ગૃહ રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ‘ એક સમયે સામાન્ય નાગરિકોને નાની મોટી બીમારી આવે તો ડોક્ટર પાસે સારવાર કરાવતા અચકાતા હતા કારણ કે તેમની બચત સારવારમાં વપરાઈ જતી હતી.  વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આયુષ્માન ભારત યોજના થકી દેશના મધ્યમ અને નાના પરિવારોનું જીવન સુરક્ષિત બનાવવાની કામગીરી કરી છે. આ યોજના હેઠળ દેશના અન્ય રાજ્યોમાં રૂ.૦૫ લાખની સહાયતા મળે છે જ્યારે રાજ્યમાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રૂ.૧૦ લાખ સુધીની સહાયતા આપવાનું નક્કી કર્યુ છે.

           તેમણે અમરેલી જિલ્લા પોલીસ તંત્ર અને જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓને અભિનંદન આપતા જણાવ્યું કે, વ્યાજખોરીના દૂષણને ડામવાના અભિયાનમાં ટીમ અમરેલીએ સમગ્ર રાજ્યમાં સર્વશ્રેષ્ઠ કામગીરી કરી છે. મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં પોલીસે આ અભિયાન હેઠળ રાજ્યના નાગરિકોને વ્યાજખોરીના દૂષણમાંથી બચાવ્યા છે.

       રાજ્યમાં પોલીસ વિભાગ દ્વારા ડ્રગ્સના દૂષણને ડામવા માટે કરવામાં આવેલી કામગીરી વિશે તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, ગુજરાત પોલીસે છેલ્લા બે વર્ષમાં  મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં દેશના કોઈપણ રાજ્યમાં આજદિન સુધી ન પકડાયું હોય એટલું ડ્રગ્સ ભારત-પાકિસ્તાન બોર્ડર પર જઈને પડકારજનક પરિસ્થિતિમાં પકડીને રાજ્યના યુવાનોનું જીવન સુરક્ષિત કરવાની કામગીરી કરી છે. આ પ્રસંગે તેમણે તાજેતરમાં જ ગાંધીધામથી પકડાયેલું દેશના ઈતિહાસનું સૌથી મોટું આશરે ૮૦૦ કરોડનું ડ્રગ્સ પકડવાની કામગીરીને બિરદાવી હતી. પોલીસે આ કામગીરી દ્વારા યુવાધનનું જીવન બરબાદ થતું બચાવવાની કામગીરી કરી છે.

      તેમણે અમરેલી જિલ્લામાં રમતગમતના વિકાસ માટે અને વાહનવ્યવહાર વિભાગ હેઠળ નવી બસની સુવિધા અને નવા પ્રકલ્પો અને નવી સુવિધાઓમાં વધારો કરવા માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓના પ્રયાસમાં સહયોગ આપવાની ખાતરી આપી હતી. ગૃહરાજ્યમંત્રીશ્રીએ લાઠી-બાબરા મતવિસ્તારના ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવિયાને તેમના વિસ્તારના અવિરત વિકાસ માટે કરવામાં આવતા કાર્યો બદલ અભિનંદન પાઠવ્યા હતા.

       આ કાર્યક્રમમાં સાંસદશ્રી નારણભાઈ કાછડિયા, જિલ્લા પોલીસ વડાશ્રી હીમકરસિંઘ, સ્થાનિક પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, આરોગ્ય કેમ્પના આયોજકો અને બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/