fbpx
અમરેલી

સ્વચ્છતા હી સેવા: અમરેલી જિલ્લાની ૬૧૬ ગ્રામ પંચાયતોમાં શ્રમદાન મહાઅભિયાન સંપન્ન

 ‘સ્વચ્છ ભારત અભિયાન’ અંતર્ગત મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના આહ્વાનથી શરૂ થયેલા ‘સ્વચ્છતા પખવાડિયા’ અંતર્ગત રવિવારે અમરેલી જિલ્લાની ૬૧૬ ગ્રામ પંચાયતોમાં બહોળી સંખ્યામાં લોકો શ્રમદાનના મહાઅભિયાનમાં જોડાયા હતા. આ કાર્યક્રમ દ્વારા અમરેલી જિલ્લામાં અગાઉથી નક્કી કરવામાં આવેલા બ્લેક સ્પોટ પર પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ અને નાગરિકોએ શ્રમદાન કર્યુ હતું.કેન્દ્રીય મંત્રીશ્રી પરષોત્તમભાઈ રૂપાલાના વતન ઈશ્વરીયા ખાતે વિધાનસભાના નાયબ મુખ્યદંડકશ્રી અને અમરેલી-વડિયા-કુંકાવાવ વિધાનસભાના ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરીયા અને ઈન્ચાર્જ જિલ્લા કલેક્ટરશ્રી દિનેશ ગુરવે વહેલી સવારે સ્વચ્છતા શ્રમદાન કર્યુ હતું. ગ્રામજનોની ઉપસ્થિતિમાં ઈશ્વરીયા બસ સ્ટેશન રોડ પરથી કચરો એકઠો કરી અને તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો  હતો.

       અમરેલી જિલ્લાના સાંસદશ્રી નારણભાઈ કાછડિયાએ સાંસદ આદર્શ ગ્રામ જાત્રુડા ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી વસ્તાણી સાથે શ્રમદાન કર્યુ હતું. આ પ્રસંગે ગ્રામ પંચાયતને અર્પણ કરવામાં આવેલી ઈ-રીક્ષાને પણ કાર્યરત કરવામાં આવી હતી. સાવરકુંડલા-લીલીયા મતવિસ્તારના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલાએ સાવરકુંડલા તાલુકાના ખડસલી ખાતે, રાજુલા-જાફરબાદ મતવિસ્તારના ધારાસભ્યશ્રી હીરાભાઈ સોંલકીએ જાફરબાદના સરકેશ્વર દરિયા કિનારે અને લાઠી-બાબરા મતવિસ્તારના ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવિયાએ વાંડલિયા ગામ ખાતે સ્થાનિક પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ અને ગ્રામજનો સાથે મળી સ્વચ્છતા શ્રમદાન કર્યુ હતું.

  અમરેલી જિલ્લામાં વિવિધ સ્થળે પ્રાંત અધિકારીશ્રીઓ, માલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રી, વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ કર્મચારીઓએ ગ્રામ્ય, તાલુકા, નગરપાલિકાકશ્રાએ શ્રમદાન યજ્ઞમાં જોડાઈ સ્વચ્છતા અભિયાન હાથધર્યુ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/