fbpx
અમરેલી

સાવરકુંડલા તાલુકાના મોટા ભમોદરા ગામના 35 ગરીબ લાભાર્થીઓને કોન્ટ્રાક્ટર તરફથી ખોટી રીતે લેવામાં આવેલ નાણા પરત અપાવતા સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા

અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ મોટા ભમોદરા ગામના ૩૫ લાભાર્થીઓને કોન્ટ્રકટર તરફથી ખોટી રીતે લેવામાં આવેલ નાણા પરત અપાવેલ છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના છેવાડાનું ગામ એટલે કે મોટા ભમોદરા ખાતે વસવાટ કરતા 35 પરિવારોને સરકારશ્રી તરફથી ઝૂંપડપટ્ટી યોજના અંતર્ગત વીજ કનેક્શન મંજુર થયેલ હતા. આ વિજ જોડાણ અન્વયે કોન્ટ્રાક્ટર તરફથી લાભાર્થી પાસેથી રૂ. 400 થી લઈ રૂ. 900 સુધી ટેસ્ટિંગ રિપોર્ટ પેટે કહી લેવામાં આવેલ હતા.

ખરેખર સરકારશ્રીના નિયમોનુસાર ઝૂંપડપટ્ટી યોજના અંતર્ગત મંજુર થતા કનેક્શનોમાં લાભાર્થી પરિવારે એક પણ પ્રકારનો રૂપિયો ભરવાનો હોતો નથી. છતાં કોન્ટ્રાક્ટર તરફથી પૈસા લેવાની જાણ મોટા ભમોદરા ગામના રહીશ અને ગામના આગેવાન શ્રી કિશનભાઇ ખુમાણને જાણ થતા તેઓએ તાત્કાલિક અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાને રજૂઆત કરેલ હતી.

શ્રી કિશનભાઇ તરફથી કરવામાં આવેલ રજૂઆતના અનુસંધાને સાંસદશ્રીએ તાત્કાલિક જેસર પીજીવીસીએલના નાયબ ઇજનેર સાથે ટેલીફોનિક વાતચીત કરી કોન્ટ્રાક્ટર દ્વારા ખોટી રીતે લેવામાં આવેલ પૈસા લાભાર્થી પરિવારોને તાત્કાલિક પરત કરવા બાબતે આપવામાં આવેલ સૂચના અન્વયે ફક્ત 24 કલાકમાં જ લાભાર્થીઓને તેમના પૈસા પરત મળી ગયેલ છે. જે બદલ શ્રી કિશનભાઇ ખુમાણ અને તમામ લાભાર્થીઓએ સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાનો સરદય આભાર વ્યક્ત કરેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/