fbpx
અમરેલી

અમરેલી નોરતાનાં આગમન પહેલા વેલકમ નવરાત્રીની ઉજવણી કરાઈ

અમરેલી નવલા નોરતાંની શરૂઆત છે.ત્યારે અમરેલી શહેરમાં વેલકમ નવરાત્રીનાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.આ તકે મહિલાઓ અને બાળકો વેલડ્રેસ પહેરી ગરબે ઘુમતાં જોવા મળ્યાં હતા.અમરેલી હીરામોતી ચોક માં પટેલ વાડી ખાતે વાઇબ્રન્ટ ગરબા ગ્રુપ ના આયોજક નિરાલીબેન નાગ્રેચા તથા ક્ષમાબેન ખખ્ખર દ્વારા વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ફક્ત મહિલાઓ અને બાળકો માટેનું ખાસ આયોજન કરાયું હતું. આ કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટય કર્યાં બાદ માં નવદુર્ગાની આરતી કર્યાં બાદ શરૂઆત કરાઈ હતી. ત્યારબાદ શ્રી કૃષ્ણનાં રંગમાં, રાધેશ્યામનાં સંગમાં રજનીના અજવાળે અને ઢોલનાં ધબકારે સર્વે ગરબા પ્રેમીઓએ ગરબાની રમઝટ બોલાવી હતી.આ વેલકમ ગરબાનું આયોજન સાંજે ૪:૩૦ થી રાતે ૯:૦૦ કલાક સુધી કરવામાં આવ્યું હતું.
જેમા અમરેલી ૧૮૧ મહિલા અભયમ ટીમ દ્વારા દીપ પ્રાગટય અને આરતી ઉતારવામાં આવી હતી.જેમાં મહિલા અભયમ નાં મહિલા કાઉન્સેલર પરમાર હીના ને જીઆરડી કંચનબેન માધડ તથા પાયલોટ જગદીશભાઈ મોરે ખાસ ઉપસ્થિત રહ્યાં હતા ને જેમાં કાઉન્સેલર પરમાર હીનાબેન એ ૧૮૧ વિશે સર્વે ને માહિતીગાર કરી નવરાત્રીમાં ગરબા રમવાની સાથે પોતાની સલામતી અને સુરક્ષા અંગે ધ્યાન રાખવા જણાવેલ હતું ને ત્યારબાદ ગરબા ખેલૈયા ને નવલા નોરતાની આગમન ની શુભેચ્છા પાઠવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/