fbpx
અમરેલી

અમરેલી સાવરકુંડલા માં ઈદે મિલાદ પર્વ નિમિત્તેઅભિયાન સેવા ટ્રસ્ટ દ્વારા તમામ ધર્મ ના સંતો – મંહતો ના હાથે રાહત દરે એમ્બ્યુલન્સ સેવા નો પ્રારંભ કરાયો.

સાવરકુંડલા અમરેલી ખાતે ઈદે મિલાદ ના શુભ દિવસે અભિયાન સેવા ટ્રસ્ટ દ્વારા સર્વ ધર્મ સમભાવ રીતે અમરેલી જિલ્લા ના લોકો માટે એમ્બુયુલન્સ સેવાનો પ્રારંભ કરાયો હતો.

આ પવિત્ર દિવસે સાવરકુંડલા ખાતે અલ્હાજ સરકાર સૈયદ દાદાબાપુ કાદરી તેમજ મુનીરબાપુ કાદરી ના મુબારક હાથે ખુલ્લી મીકવામાં આવેલ ત્યારે અમરેલી માં પીરે તરીકત દાદાબાપુ ચિસ્તી,પીરે તરીકત નિઝામુદીન બાપુ ચિસ્તી તેમજ અમરેલી સ્વામિનારાયણ સંપ્રાદય ના મહંત પ.પૂજય ગોપાલમુનીદાસજી સ્વામી,કાદરી મહેબૂબ રહેમાન બાપુ,જિંગાબાપુ,દાદા બાપુ કાદરી સમસ્ત સમાજ ના મોભીઓ તેમજ  અમરેલી ના વેપારી યોગેશભાઈ કોટેચા તેમજ મુસ્લિમ સમાજના તમામ આગેવાનો સેવા ભાવી સંસ્થા ઓ દ્વારા લોકાર્પણ કાર્યક્રમ માં હાજરી આપી હતી.

અભિયાન સેવા ટ્રસ્ટ દ્વારા થોડા દિવસો પેહેલા સોશિયલ મીડિયા મારફતે એમ્બ્યુલન્સ વસવાનો નિણર્ય કરેલ હતો જેમાં દાન અનુદાન આપવા માટે એક મુહિમ ચાલવામાં આવી હતી જેમાં આ મુહિમ સાર્થક કરવા માટે તમામ ધર્મ ના લોકો એ હિન્દૂ મુસ્લિમ ભાઈઓ દિલ થી નાની મોટી આર્થિક યોગદાન આપેલ જેના પરિણામે આ સેવા નો લાભ મળેલ હતો અમરેલી જિલ્લા ના કોઈપણ ધર્મ જાતિના ગરીબો અને સૌ કોઈ માટે ઉપયોગી બને અને રાહત અનુભવે તેવા ઉમદા હેતુ થી સૌના સાથ અને સહકારથી આજથી એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ કરવો છે.અભિયાન સેવા ટ્રસ્ટ સમાજ ઉપયોગી અને મેડિકલ ક્ષેત્રે ઉમદા કામગીરી કરે છે અમરેલી જિલ્લા ની જનતા એમ્બ્યુલન્સ નો લાભ લેવા અભિયાન સેવા ટ્રસ્ટ આહવાન કરે છે

અભિયાન સેવા પરિવાર દ્વારા આ પ્રોગ્રામ સફળ બનાવેલ હતો

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/