fbpx
અમરેલી

ભાજય શાષિત અમરેલી નગરપાલિકામાં આગામી અઢિ વર્ષ માટે નવનિયુકત પ્રમુખ નાં અધ્યક્ષસ્થાને આજે નગરપાલિકા કચેરીનાં સભાખંડમાં સામાન્ય સભા યોજવામાં આવેલ હતી.

ભાજય શાષિત અમરેલી નગરપાલિકામાં આગામી અઢિ વર્ષ માટે નવનિયુકત પ્રમુખ નાં અધ્યક્ષસ્થાને આજે નગરપાલિકા કચેરીનાં સભાખંડમાં સામાન્ય સભા યોજવામાં આવેલ હતી. આજની સામાન્ય સભામાં રજુ થયેલ તમામ એજન્ડા સર્વાનુમતે પસાર થયેલ હતા. તેમજ આજની સામાન્ય સભામાં અલગ – અલગ ચૌદ સમિતિઓનાં ચેરમેન ની પણ નિમણુંક કરવામાં આવેલ હતી.

અમરેલી નગરપાલિકામાં અઢી વર્ષનાં શાષનબાદ નવનિયુકત પદાધિકારીઓ – સદસ્યોની ઉપસ્થિતમાં આજે નગરપાલિકા કચેરીનાં સભાખંડમાં પ્રમુખશ્રી બિપીનભાઈ લીંબાણી ના અધ્યક્ષસ્થાને સવારે અગિયાર કલાકે સામાન્ય સભા મળેલ હતી. જેમાં શહેરમાં બાકી રહેલા વિકાસ કામો પુર્ણ કરવા તેમજ વણથંભી વિકાસ યાત્રા ને આગળ ધપાવવા સાથેનાં ઠરાવોને સર્વાનુમતે બહાલી આપવામાં આવેલ હતી. તેમજ નગરપાલિકાની અલગ – અલગ ચૌદ સમિતીઓનાં ચેરમેનોની નિમણુંક કરવામાં આવેલ હતી. જેમાં બાંધકામ સમિતી – ચેરમેનશ્રી સંદિપભાઈ માંગરોળીયા, ટાઉન પ્લાનીંગ ચેરમેન-શ્રીચિરાગભાઈ ચાવડા, વોટર વર્કસ સમિતી – શ્રી નિલેશભાઈ ધાધલ, આરોગ્ય સમિતિ – શ્રી હરિભાઈ કાબરીયા, ગેરેજ સમિતી- શ્રી અરૂણાબેન બાંભણીયા, ડ્રેનેજ સમિતી શ્રી દિપકભાઈ બાંભરોલીયા, વેરા સમિતી-શ્રી ભાનુબેન કાનાણી, દબાણ હટાવ સમિતી- શ્રી નિકુલ ( સન્ની ) ડાબસરા, સાંસ્કૃતિક અને રમત ગમત સમિતી શ્રી હેતલબેન વાઢેર, મહેકમ સમિતી – શ્રી ઉર્મિલાબેન માલવીયા, ગુમાસ્તા સમિતી – શ્રી તુલસીભાઈ મકવાણા ની નિમણુંક કરવામાં આવેલ હતી.

પ્રમુખશ્રી બિપીનભાઈ લીંબાણી, ઉપપ્રમુખ બિનાબેન કાલેણા, કારોબારી ચેરમેન – શ્રીમનિષભાઈ ધરજીયા, દંડકશ્રી દિલાભાઈ વાળા, શાસક પક્ષના નેતાશ્રી શિતલબેન ઠાકર, ચિફ ઓફીસરશ્રી એચ.કે. પટેલ તેમજ શાષક ભાજપ પક્ષનાં સદસ્યો ઉપસ્થિત રહેલ હતાં.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/