fbpx
અમરેલી

સાવરકુંડલા શહેરમાં ખ્યાતનામ ઉદઘોષક અને સામાજિક કાર્યકર તરીકે ટૂંક સમયમાં જ જેણે આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે તેવા ધારાબેન ગોહિલ દ્વારા પોતાના જન્મદિવસ નિમિત્તે વિવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવી.. 

ગરીબ અને છેવાડાના વિસ્તારના બાળકો સાથે કેક કાપીને મનભરીને ડાન્સ પાર્ટી કરી. તો વૃધ્ધાશ્રમમાં વડીલોના આશીર્વાદ લઈ વડીલોની તબિયતને ધ્યાનમાં રાખીને રવાની કેક કાપી જન્મદિવસ ઉજવ્યો. તો સવારમાં છેવાડાના ઝૂંપડપટ્ટી જેવા વિસ્તારોમાં એક નવા નિશુલ્ક શૈક્ષણિક વર્ગનો શુભારંભ કર્યો. સાવરકુંડલા શહેરના સામાજિક કાર્યકર અને ખ્યાતનામ ઉદઘોષક ધારાબેન ગોહિલે તેના જન્મ દિવસ નિમિતે વિવિધ કાર્યક્રમો સાથે જન્મદિવસની ઉજવણી કરી. તેમના જન્મદિવસ નિમિત્તે  ત્રણ અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં સવારમાં એક નવા ગરીબ અને છેવાડાના વિસ્તારના બાળકો માટે નિશુલ્ક શિક્ષણના વર્ગનો  શુભારંભ કર્યો. જેમાં સાવરકુંડલાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાંજે તેની ટીમ દ્વારા ચાલતાં નિશુલ્ક શૈક્ષણિક વર્ગોમાં અભ્યાસ કરતા  ગરીબ બાળકો સાથે ડાન્સ પાર્ટી એન્ડ કેક કાપી.  અને છેલ્લે રાત્રિના સમયે વૃદ્ધાશ્રમમાં મ્યુઝિકલ નાઈટનું આયોજન કરવામાં આવેલ. જેનો ઉપસ્થિત વડીલોએ મનભરીને આનંદ માણ્યો. વળી ઉપસ્થિત વયોવૃદ્ધ વડીલોની તબિયતને ધ્યાનમાં રાખી રવાની કેક  બનાવીને એ જીવનની ઢળતી સંધ્યા સમય સાથે તાદાત્મ્ય સાધી અને જીવન વ્યતીત કરતાં વડીલો સંગે ખૂબ જ આત્મીય ભાવ સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. 

જો તમે પણ ધારાબેન ગોહિલ તથા તેમની ટીમ સાથે જોડાવવા માંગતા હોય તો ૯૪૯૯૭૫૫૨૪૧ પર સંપર્ક કરી આ સેવાકીય મિશનના મહાયજ્ઞમાં આપનું યથા યોગ્ય યોગદાન અર્પણ કરી શકો છો. શહેરના વિવિધ ક્ષેત્રોના મહાનુભાવો દ્વારા ધારાબેન ગોહિલને જન્મદિવસની ખોબલે ખોબલે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/