fbpx
અમરેલી

આજના ડીઝીટલ યુગમાં અને આધુનિક મશીનરીના યુગમાં માનવજાત જ્યારે શ્રમથી દૂર થવા જઈ રહી છે ત્યારે આ પંક્તિ પહેલું સુખ તે જાતે નરવા ખરેખર બોધપ્રદ ગણાય. તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે વ્યાયામ અને  મેદાની રમતોનું જીવનમાં અનેરું મહત્વ છે. 

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકામાં સર્વોદય સરસ્વતી મંદિર ,બાબાપુર સંચાલિત શ્રી જનતા વિદ્યાલય, તાતણિયાના બાળકો દ્વારા ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારના સંયુક્ત ઉપક્રમે યોજાતા ખેલ મહોત્સવમાં તાતણિયાના કુલ ૪૫ બાળકોએ કબડ્ડી, ખોખો અને એથ્લેટિક્સની અલગ અલગ સ્પર્ધાઓ જેવી કે ચક્રફેક,ગોળા ફેંક, બરછી ફેંક ,લાંબીકૂદ , દોડ અને ચેસ વગેરેમાં ભાગ લીધેલ.તારીખ ૨૪/૦૮/૨૦૨૩થી ૨૭/૦૮/૨૦૨૩ સુધી ખાંભા મુકામે યોજાયેલ તાલુકા સ્પર્ધાના આ ખેલ મહોત્સવમાં તાતણિયાની કબડ્ડીની ટીમ દ્વિતિય તથા ખોખોની ટીમ સમગ્ર તાલુકામાં પ્રથમ ક્રમે આવેલ. એ ઉપરાંત એથ્લેટિક્સ વિભાગમાં લાંબીકૂદમાં ( અન્ડર ૧૭ ) ઝાલા સાગર રાજેશભાઈ તાલુકા પ્રથમ, બરછીફેંકમાં ( અન્ડર ૧૭ ) મકવાણા રાજદીપ તાલુકા પ્રથમ,બરછીફેંકમાં ( અન્ડર ૧૯ ) દાણીધારિયા જસ્મિત યોગીદાસ તાલુકા પ્રથમ,ગોળા અને ચક્રફેંકમાં ( અન્ડર ૧૯ ) બાખલકિયા સુજલ ભુપતભાઇ તાલુકા પ્રથમ, ૪૦૦મી. દોડ ( અન્ડર ૧૯ ) પીપળીયા પ્રિયાંશી ભરતભાઈ તાલુકા પ્રથમ, ગોળા ફેંક અને ૮૦૦મી. દોડમાં ( અન્ડર ૧૯) તરસરિયા રિદ્ધિ અશોકભાઈ તાલુકા પ્રથમ , ગોળાફેંક અને ચક્રફેંક ( અન્ડર ૧૭ ) સમા હિના સલીમભાઈ તાલુકા પ્રથમ, ચક્રફેંક ( અન્ડર ૧૯ ) સરવૈયા પ્રિયાંશી યોગેશભાઈ તાલુકા પ્રથમ તથા ચેસમાં ગઢદરા ઉર્મિલા પ્રવીણભાઈ તાલુકા પ્રથમ આવેલ જેમાંથી તારીખ ૧૦/૯/૨૦૨૩ થી ૧૫/૦૯/૨૦૨૩ દરમિયાન અમરેલી નૂતન હાઇસ્કુલ ખાતે તથા વિદ્યાસભા ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ખોખોની બહેનોની ટીમ સેમી ફાઇનલમા ખુબ સુંદર લડત સાથે પહોંચેલ અને ત્રીજા નંબરે રહેલ. તેમજ ૮૦૦મી. દોડમાં તરસરિયા રિદ્ધિ અશોકભાઈ તૃતિય ક્રમે રહેલ, આ ઉપરાંત ચેસમાં ગઢાદરા ઉર્મિલાબેન, ગોળા ફેંકમા( અન્ડર ૧૯) તરસરિયા રિદ્ધિ અશોકભાઈ, ચક્રફેંકમાં , સરવૈયા પ્રિયાંશી યોગેશભાઈ, મેવાડા રવિ કાનજીભાઈ અને સોલંકી મુકેશ કનુભાઈ કબડ્ડીમાં સમગ્ર જિલ્લામાં પ્રથમ આવી હવે રાજ્યકક્ષાએ પોતાનું પ્રતિનિધિત્વ કરશે. શાળાના આવા સુંદર પ્રદર્શન માટે સમસ્ત ગ્રામજનો તથા ટ્રસ્ટ પરિવાર દ્વારા શાળા પર અભિનંદનની વર્ષા થયેલ અને આગામી દિવસોમાં રાજ્યકક્ષાએ રમવા જનાર ખેલાડીઓને તથા તેમને તૈયાર કરવા બદલ વ્યાયામ શિક્ષક શ્રી ભોળાભાઈ હરકટને બધાએ ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવેલ.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/