fbpx
અમરેલી

પૂર્વ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ પ્રમુખ સિદ્ધાર્થભાઈ પટેલ દ્વારા અમરેલી લોકસભા કોંગ્રેસ અગ્રણીઓની મિટિંગ યોજાઈ

અમરેલી લોકસભા વિસ્તારના કોંગ્રેસ આગેવાનો સાથે આજરોજ અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પૂર્વ પ્રમુખ ,ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ,શ્રી સિદ્ધાર્થભાઈ પટેલ દ્વારા આગામી લોકસભા ચૂંટણી અનુસંધાને મીટીંગ નું આયોજન કરવામાં આવેલ હતું.


 આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ઉપપ્રમુખ શ્રીમતિ ગાયત્રીબા વાઘેલા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ શ્રી અમરીશભાઈ ડેર, પૂર્વ નેતા વિપક્ષ શ્રી પરેશભાઈ ધાનાણી, જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી ડી.કે. રૈયાણી, ભાવનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી, પૂર્વ ધારાસભ્ય શ્રી વીરજીભાઈ ઠુંમર, પૂર્વ ધારાસભ્ય શ્રી પ્રતાપભાઈ દુધાત, પૂર્વ ધારાસભ્ય શ્રી ઠાકરશીભાઈ મેતલિયા, જિલ્લા પંચાયત અમરેલીના નેતા વિપક્ષ શ્રી પ્રભાતભાઇ કોઠીવાળ સહિત અમરેલી લોકસભા ક્ષેત્રના તમામ તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ ,તમામ સેલફેન્ટલના જિલ્લાના પ્રમુખશ્રીઓ તથા તમામ ચૂંટાયેલ તથા ચૂંટણી લડેલા ઉમેદવાર શ્રીઓ  તથા સંગઠન ના મહત્વ નાં હોદ્દેદારો હાજર રહ્યા હતા.


 ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઉપપ્રમુખ શ્રીમતિ ગાયત્રીબા વાઘેલાએ અમરેલી લોકસભાની તમામ જિલ્લા પંચાયત સીટમાં મંડળ તથા તાલુકા પંચાયત સીટમાં સેક્ટર તથા શહેરી વિસ્તારમાં પણ વોર્ડ દીઠ સેક્ટરની રચના કરી દરેક મંડળ તથા સેક્ટરના પ્રમુખોની નિમણૂક કરી “હાથ સે હાથ જોડો “અભિયાન વૈગવંતું બનાવવા ઉપસ્થિત અગ્રણીઓને માહિતગાર કર્યા હતા.


  ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પૂર્વ પ્રમુખ શ્રી સિદ્ધાર્થભાઈ પટેલે અમરેલી જિલ્લામાં કોંગ્રેસ માટે ઉજળા સંજોગો હોય લોકસભા વિસ્તારના તમામ કોંગ્રેસ અગ્રણીઓના સહિયારા પ્રયાસથી ઉજ્જવળ પરિણામ ની આશા વ્યક્ત કરી હતી.  ઉપરાંત અમરેલી લોકસભા વિસ્તારના તમામ આગેવાનો ને જિલ્લા પંચાયત સીટ મુજબ સંમેલનનું આયોજન કરવા અને દરેક શહેરી વિસ્તારમાં પણ વોર્ડ દીઠ સંમેલનો કરવા અને દરેક સ્થાનિક અગ્રણીઓ ને હાલની સરકાર દ્વારા પ્રજાને જે મોંઘવારી અને ભ્રષ્ટાચાર નો માર પડી રહ્યો છે તે વાતથી લોકો ને અવગત કરાવવા આહવાન કર્યું હતું.

અમરેલીના તમામ પૂર્વ ધારાસભ્ય શ્રી ઓ દ્વારા પ્રસંગોચિત ઉદબોધન કરવામાં આવેલ હતું.સમગ્ર કાર્યક્રમનું સંચાલન જિલ્લા કોંગ્રેસ મહામંત્રી જગદીશભાઈ તળાવિયા, જનકભાઈ પંડ્યા ,સંગઠન મંત્રી જગદીશભાઈ પાનસુરીયા ,અમરેલીશહેર કોંગ્રેસ પ્રમુખ સંદીપભાઈ પંડ્યા, અમરેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનીષભાઈ ભંડેરી ,હાથ સે હાથ જોડો કનવિનર વિપુલભાઈ પાઁકિયા,પ્રવીણભાઈ કમાણી તથા કાર્યાલય મંત્રી જમાલભાઈ મોગલ દ્વારા કરવામાં આવેલ હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/