fbpx
અમરેલી

લીલીયા શહેર અને 17 ગામડાઓને પીવાના પાણીનો પ્રશ્ન થઈ જશે હલરિવરફ્રન્ટ, ભૂગર્ભ ગટર, રેલ્વે બ્રિજ, રંઘોળા સ્ટેટ હાઇવે, રોડ રસ્તા, ચેકડેમો, પ્રવાસન સ્થળ સહિતના કરોડોના કામોની વિકાસ લક્ષી કામગીરી

                                    રાજકારણમાં અભી બોલા અભી ફોક અને વાયદા વચનો ચૂંટણી ટાઈમે  આપવામાં પાછી પાની ના કરનારા ઉમેદવારો ચૂંટાઈ ગયા બાદ પ્રજાની પીડાઓ કરતા પોતીકા કામોને પ્રાધાન્ય આપતા હોવાની વાતો અવારનવાર અખબારોમાં આવતી હોય છે પણ એક એવી મિસાલ કાયમ કરીને પ્રજાના સાચા પ્રતિનિધિ કોને કહેવાય તેવી ઉક્તિ જો ખરા અર્થમાં સાર્થક સાબિત કરી હોય તો તે છે સાવરકુંડલા લીલિયા વિધાનસભાના ધારાસભ્ય મહેશ કસવાળા. સાવરકુંડલા લીલીયા વિધાનસભા ચૂંટણી લડવા આવ્યા ત્યારે દરેક ગામડાઓની શેરીઓમાં જોરશોર થી એકજ પ્રચાર કરીને પ્રજાના હિતમાં દરેક નિર્ણય કરીને ગામડાઓને ગોકુળિયું બનાવવું અને ગામડાઓ માંથી શહેરો તરફ થતા માઇગ્રેન અટકાવવા માટે ના કાર્યો કરવાની ખવાઇશ મહેશ કસવાળાએ વ્યક્ત કરી હતી મે માત્ર એક જ શબ્દ પ્રયોગ હતો કે “હું વિધાનસભા ચૂંટણી લડવા કંઈ લેવા નહિ પણ દેવા આવ્યો છું”

ને એ સાબિત કરી બતાવનારા એકલવીર સાબિત થયેલા ધારાસભ્ય ચૂંટણી જીત્યા ના માત્ર 9 માસ ના સમય ગાળા દરમ્યાન રાજ્યની સરકાર માંથી 300 કરોડ રૂપિયાની માતબર ગ્રાન્ટ ની સૈધાંતિક મંજૂરીઓ મેળવીને ધારાસભ્ય મહેશ કસવાળા નામના નહિ કામના કસવાળા સાબિત થયેલા છે ત્યારે સોનામાં સુગંધ સમાન ધારાસભ્ય મહેશ કસવાળા દ્વારા સાવરકુંડલા લીલિયા વિધાનસભા બેઠકના 108 ગામડાઓ માટે 150 કરોડની પીવાના પાણીની સૈધાંતિક મંજૂરીઓ મેળવીને ભાજપના વિકાસની રાજનીતિ નો 30 વર્ષ નું આગોતરું આયોજનના નવા અધ્યાયનો આરંભ કર્યો છે સાવરકુંડલા શહેર અને 78 ગામડામાં પીવાના પાણીની લાંબા ગાળાનું આયોજન કરીને પીવાના પાણીની વિકરાળ સમસ્યાઓ ઉનાળામાં સર્જાતી હોય

ત્યારે આ સમસ્યાનું કાયમી નિરાકરણ કરવા 125 કરોડના ખર્ચે પાણી પુરવઠા સુધારણા યોજના અંતર્ગત અને લીલીયા ના 17 ગામડાઓમાં 25 કરોડ ઉપરાંતના ખર્ચે પીવાના પાણીની સમસ્યા ભૂતકાળ કરવા ધારાસભ્ય મહેશ કસવાળા સતત સક્રિય રહી ફોલોઅપ મેળવીને રાજ્ય સરકાર માંથી સૈધાંતિક મંજૂરીઓ મેળવી લીધી છે ત્યારે લીલીયા સંગાથે લાઠી, દામનગર, બાબરા અને ચાવંડ જૂથની પાણી પુરવઠા યોજનાઓ માં કુલ 90 કરોડ જેવી માતબર રકમ સાથે માટે પીવાના પાણીની સમસ્યાઓ નિવારવા માટે જૂના ઓવર હેડ સંપો, પાઇપ લાઇનો ને અપગ્રેડ કરીને નવા મંજૂર કરવામાં ધારાસભ્ય મહેશ કસવાળા સફળ સાબિત થયેલા છે સંગાથે લાઠી બાબરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય જનક તળાવિયા પણ પોતાના વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા નિવારણ લાવવામાં આગામી દિવસોમાં ગ્રામીણ ગામડામાં પૂરતા ફોર્સથી પાણી મળે તેવી આગતરું અને આગવું આયોજન 30 વર્ષ ને લક્ષમાં લઇને કરવામાં આવ્યું છે

જેમાં સાવરકુંડલા શહેર સાથે 78 ગામડાઓની જો વાત કરીએ તો સાવરકુંડલા શહેર ને તાલુકાના ગામડાઓ માટે સિમરણ હેડ વર્કશમાં (50 ટકા કેપેસીટી) બે સંપ જેમાં 100 લાખ લીટર પીવાના પાણીની ક્ષમતા હતી જે હવે વધુ 40 લાખ લીટર નો સંપ અં 16 લાખ લીટર ની 17 મીટર ઊંચી ટાંકી, હાથસણી હેડ વર્કસ ખાતે 80 લાખ લીટર ના સમ્પો સામે વધુ 30 લાખનો લીટર સંપ અને 45 એમ.એલ.ડી. નો ફિલ્ટર પ્લાન્ટ સ્થાપવામાં આવશે જ્યારે પીઠવડી હેડ વર્ક્સ ખાતે 25 લાખ લીટર નો 1 સંપ હયાત બાદ વધુ 6 લાખ લીટર ની 20 મીટરની ઊંચી ટાંકી બનશે

તો વિજયાનગર ખાતે 25 લાખ લીટર ની હયાત ક્ષમતા સામે વધુ 13 લાખ લીટર ની 18 મીટર ઊંચી ટાંકી બનાવમાં આવશે જ્યારે નાની વડાળ 10 લાખ લીટર ની ક્ષમતા હયાત હોય ને વધુ સબ હેડ વર્કસ ખાતે વધુ 2 લાખ લીટર ની 18 મીટર ઊંચી ટાંકી, જ્યારે ધજડી સબ હેડ વર્કસ ખાતે 15 લાખ લીટર ની ક્ષમતા મોજૂદ છે તો ભોંકરવા ખાતે 5 લાખ લીટર પાણીની ક્ષમતાનો સંપ છે ત્યારે નવા 5 સબ હેડ વર્કસ સરકાર માંથી મંજૂર થઈને આવી જતા વંડા સબ હેડ વર્ક, વીજપડી સબ હેડ વર્કસ, આંબરડી સબ હેડ વર્કસ, બગોયા સબ હેડ વર્કસ, અને ચરખડિયા સબ હેડ વર્કસ આગામી દિવસોમાં આકાર પામશે ને સદર હયાત યોજનાની હયાત રાઈજીંગ તેમજ ગ્રેવીટી પાઇપ લાઇનનો 79.63 કિલોમીટર અને રાઇજીંગ મેઈન પાઇપ લાઇન 174.12 કિલોમીટર ગ્રેવીટી નો વધારો કરેલ છે.

125 કરોડના ખર્ચે સાવરકુંડલા શહેર અને 78 ગામડાઓ માટે આશીર્વાદ રૂપ કામગીરીઓ ધારાસભ્ય મહેશ કસવાળા એ કરી બતાવી હતી ત્યારે લીલીયાના 17 ગામડાઓ સાથે 25 કરોડ જેવી રકમથી સાવ ખારાપાટ ના ગામો એકલેરા, જાત્રોડા, સાંજણટીબા, અંટાળીયા, હરીપર, હાથીગઢ, બોડીયા, ભેસાણ, સનાળીયા, ઢાગલા, કુતાણા, ભોરીંગડા, ગુંદરણ, ખારા, કલ્યાણપરા, નાના કણકોટ, પાંચ તળાવડા, નાના રાજકોટ જેવા ગામોનો સમાવેશ થયો છે જ્યારે આગામી 2051 સુધીનું આયોજન હાથ ધરીને ધારાસભ્ય મહેશ કસવાળા એ ચૂંટણી જીત્યાના ટૂંકા ગાળામાં જ 30 કરોડના ખર્ચે રિવરફ્રન્ટ, 35 કરોડના ખર્ચે ભૂગર્ભ ગટર, 65 કરોડના ખર્ચે મહુવા રોડ પર રેલવે બ્રિજ, 56 કરોડના ખર્ચે રંઘોળા સ્ટેટ હાઇવેને ફરી ટેન્ડરીંગ કરીને ખાત મુહર્ત કરાવાયું,

7 કરોડના ખર્ચે સ્પોર્ટ્સ સંકુલ, 7 કરોડના ખર્ચે બાયપાસ ખુલ્લો મુકાયો, 13 કરોડના ખર્ચે પંચાયત વીભાગના રોડ રીસફ્રેશ, 4 કરોડના ખર્ચે ટાઉન હોલ, 8 કરોડના ખર્ચે સાવરકુંડલા શહેર તાલુકા માટે 50 બેડની આધુનિક હોસ્પિટલ, 11 કરોડના ખર્ચે નગરપાલિકાના રોડ રસ્તાઓ, સાડા 4.50 કરોડના ખર્ચે ભૂગર્ભ સંપ, અઢી કરોડના ખર્ચે ચેકડેમો, 4.40  કરોડના ખર્ચે પ્રવાસન સ્થળ, 1.25 કરોડના ખર્ચે નાના ચેકડેમો વોટર શેડ માટે વિકસાવવાના હેતુથી કુલ 150 કરોડ બાદ પીવાના પાણીની સમસ્યાઓ નિવારવામાં 150 કરોડ સહિત 300 કરોડ ના કામોને સરકાર માંથી સૈધાંતિક મંજૂરીઓ મેળવીને ધારાસભ્ય મહેશ કસવાળા નામના નહિ પણ કામના કસવાળા સાબિત થયેલા છે ત્યારે લાઠી બાબરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય જનક તળાવીયા ની સરકારમાં કરાયેલી જહેમત રંગ લાવી હતી ને લાઠી બાબરા દામનગર સહિતના 37 ગામડાઓ માટે 60 કરોડ જેવી માતબર રકમ સરકાર માંથી પાણી પુરવઠાની લાંબા ગાળાની યોજના માટે મંજૂર કરવામાં સતત સક્રિયતા સાથે ઉડીને આંખે વળગે તેવી કામગીરીઓ કરી હતી જેના ફળ સ્વરૂપે લાઠી, બાબરા, દામનગર વિસ્તાર પણ આગામી દિવસોમાં પીવાના પાણીની સમસ્યા માંથી મુક્ત કરવામાં ધારાસભ્ય જનક તળાવીયા ગ્રામીણ ગામડાઓ અને નંદનવન શહેરની સુવિધાઓમાં વિકાસની હરણફાળમાં સહયોગી થયેલા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/