fbpx
અમરેલી

બદલતાં પર્યાવરણીય પરિપેક્ષમાં વૃક્ષોની મહત્ત્વની ભૂમિકા સાબિત થઈ શકે છે. એટલે વૃક્ષારોપણ અને વૃક્ષ ઉછેર જેવી પ્રવૃત્તિઓ પ્રત્યે વધુ સભાન અને સતર્ક અને પ્રયત્નશીલ રહેવું એ સાંપ્રત સમયની માંગ છે.. 

આમ ગણો તો હવે ચોમાસાની વિદાય થઈ હોય તેવું વાતાવરણ જોવા મળે છે. સવારમાં ઠારની શરૂઆત થઈ ગઈ છે તો બપોરે સખત તાપ અનુભવાય છે. આવી પરિસ્થિતિમાં કાળા માથાના માનવી તો ગરમીથી બચવા કોઈ ને કોઈ ઉપાય શોધી જ લે  છે. પરંતુ અન્ય જીવ સૃષ્ટિ જેવી કે ગાયો  કે અન્ય પશુઓ જે રસ્તે રઝળપાટ કરતાં હોય તેમને માટે તો કોઈ મકાનનો છાયો કે વૃક્ષના છાયાની ઓથ જ આશ્રય સ્થાન ગણાતું હોય છે. હવે  એ વિચારવાનો સમય આવી ગયો છે કે  આ ધરાતલ પર માત્ર માનવી એક જ નથી અન્ય જીવસૃષ્ટિ પણ જીવે છે.

એમના આશ્રય સ્થાનો દિનપ્રતિદિન લુપ્ત થતાં જોવા મળે છે. એક ઘટાદાર વૃક્ષ અનેક પ્રાણીઓનું આશ્રય સ્થાન બનતું હોય વધુને વધુ વૃક્ષો વાવીને પણ આપણે પરોક્ષ રીતે આ મુંગા પ્રાણીઓને આશ્રય સ્થાન પ્રદાન કરવા અંગે નિમિત્ત બની શકીએ છીએ. પ્રસ્તુત તસવીરમાં કુદરતે બનાવેલી સૃષ્ટિમાં કુદરતને ખોળે મુંગા અને અબોલ જીવો આશ્રય લઈ રહ્યાં છે. કદાચ એ જ એનો બેડરૂમમાં કે ડાઈનીંગ રૂમ જ ગણીને વૃક્ષોની માવજત કરવા માટે સમગ્ર સામાજિક જનચેતના વધુ સતર્ક થાય એ સમયની માંગ છે. બદલતાં પર્યાવરણીય માહોલમાં હવે કુદરત તરફ પાછા ફરવાનો હજુ પણ સમય છે. પછી કહેતા નહીં કે રહી ગયા. પ્રસ્તુત તસવીરમાં એક વૃક્ષના છાયાની ઓથ હેઠળ ગાયોનું વૃંદ ગરમીથી બચવા માટે પ્રયાસ કરતું જોવા મળે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/